SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૨૯ સંભાવના જ નથી. તેમાં તો પ્રતિપાદ્ય-પ્રતિપાદક, જ્ઞાન-શેય આદિનો ભેદ પણ અસંભવ છે. આ રીતે એક પૂર્વબદ્ધ ધારણાના કારણે જૈનદર્શનના ભેદાભેદવાદ ઉપર વિચાર્યા વિના જ વિરોધાદિ દોષો લાદી દેવામાં આવે છે. સસ્સામાન્યથી બધા પદાર્થોને જે એક' કહેવામાં આવે છે તે વસ્તુસત્ ઐક્ય નથી, વ્યવહારાર્થ સંગ્રહભૂત એકત્વ છે જે ઉપચરિત છે, મુખ્ય નથી. શબ્દપ્રયોગની દૃષ્ટિએ એક દ્રવ્યમાં વિવણિત ધર્મભેદ અને બે દ્રવ્યોમાં રહેનારો પરમાર્થસત ભેદ બે તદ્દન જુદા પ્રકારના ભેદો છે. વસ્તુની સમીક્ષા કરતી વખતે આપણે સાવધાનીપૂર્વક તેના વર્ણિત સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ. શાન્તરક્ષિત અને સ્યાદ્વાદ આચાર્ય શાન્તરક્ષિતે તત્ત્વસંગ્રહમાં સ્યાદ્વાદપરીક્ષા (પૃ. ૪૮૬) નામનું એક સ્વતંત્ર પ્રકરણ જ લખ્યું છે. તે સામાન્ય વિશેષાત્મક યા ભાવાભાવાત્મક તત્ત્વમાં દૂષણ ઉભાવિત કરતાં લખે છે કે “જો સામાન્ય અને વિશેષરૂપ એક જ વસ્તુ હોય તો એક વસ્તુથી અભિન્ન હોવાના કારણે સામાન્ય અને વિશેષમાં સ્વરૂપમાંકર્ય આવી પડે. જો સામાન્ય અને વિશેષ પરસ્પર ભિન્ન હોય અને તે બંનેથી વસ્તુ અભિન્ન હોય તો વસ્તુમાં ખુદમાં ભેદ થઈ જાય. વિધિ અને નિષેધ પરસ્પરવિરોધી છે, તેથી તે એક વસ્તુમાં હોઈ શકે નહિ. નરસિંહ, મેચકરત્ન આદિ દષ્ટાન્તો પણ યોગ્ય નથી કેમ કે તે બધાં અનેક અણુઓના સમૂહરૂપ છે, તેથી તેમનું આ સ્વરૂપ અવયવીની જેમ વિકલ્પકલ્પિત છે” ઈત્યાદિ. બૌદ્ધ આચાર્યોની એક જ દલીલ છે કે “એક વસ્તુ દ્વિરૂપ ન હોઈ શકે.” તેઓ જ વિચારે કે જ્યારે પ્રત્યેક સ્વલક્ષણ પરસ્પર ભિન્ન છે, એક બીજા રૂપ નથી ત્યારે એટલું તો માનવું જ જોઈએ કે રૂપસ્વલક્ષણ રૂપસ્વલક્ષણત્વેન “અસ્તિ' છે અને રસાદિસ્વલક્ષણત્વેન “નાસ્તિ' છે, અન્યથા રૂપ અને રસ મળીને એક બની જશે. અમે જૈનો સ્વરૂપઅસ્તિત્વને જ પરરૂપનાસ્તિત્વ નથી કહેતા કેમ કે બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે, બંનેના પ્રત્યયો (હતુઓ) જુદા જુદા છે, અને બંનેનાં કાર્યો પણ જુદાં જુદાં છે. એક જ હેતુ સ્વપક્ષનો સાધક હોય છે અને પરપક્ષનો દૂષક, આ બને ધર્મોની સ્થિતિ જુદી જુદી છે. હેતુમાં જો કેવળ સાધક સ્વરૂપ જ હોય તો તેણે સ્વપક્ષની જેમ પરપક્ષને પણ સિદ્ધ કરવો જોઈએ. આવી જ રીતે તેનામાં જો દૂષક રૂપ જ હોય તો તેણે પરપક્ષની જેમ સ્વપક્ષનું પણ દૂષણ કરવું જોઈએ. જો એક હેતુમાં પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ ત્રણેય રૂપો, જે એકબીજાથી ભિન્ન છે તે, તમે બૌદ્ધો માનો છો તો પછી શા માટે તમે સપક્ષસત્ત્વને જ વિપક્ષાસત્ત્વ નથી
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy