SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૧૭ માટે તે પેલાં બાલચરિતોને પોતાનાં માની લજ્જિત થાત ? તેથી દેવદત્ત આત્મસ્વરૂપે એક અને નિત્ય હોવાં છતાં પણ પોતાની અવસ્થાઓની દૃષ્ટિએ અનેક અને અનિત્ય પણ છે. આ બધું દોરડામાં ભાસતા સાપ જેવું કેવળ પ્રાતિભાસિક યા મિથ્યા નથી પરંતુ પરમાર્થસત્ યા નક્કર સત્ય છે. જ્યારે વસ્તુનું સ્વરૂપથી ‘અસ્તિ’ રૂપ પણ નિશ્ચિત છે અને પરરૂપથી ‘નાસ્તિ’ રૂપ પણ નિશ્ચિત છે ત્યારે સંશય કેવી રીતે હોઈ શકે ? સંશય તો બંને કોટિઓના અનિશ્ચયની દશામાં જ્ઞાન જ્યારે બે કોટિઓ વચ્ચે દોલાયમાન હોય છે ત્યારે થાય છે. તેથી ન તો અનેકાન્ત સ્વરૂપમાં વિરોધ હોઈ શકે છે કે ન તો સંશય. શ્વેતાશ્વતર ઉપનિષા ‘અગોળીયાન મહતો મહીયાન્’ (૩.૨૦) ‘ક્ષમક્ષર = વ્યત્તવ્યિવતમ્’ (૧.૮) આદિ વાક્યોની સંગતિ પણ આખરે અપેક્ષાભેદ વિના તો બેસાડી શકાતી નથી. ખુદ શંકરાચાર્યજીએ સમન્વયાધિકરણમાં શ્રુતિઓનો જે સમન્વય કર્યો છે તે પણ અપેક્ષાભેદથી જ તો સંભવ થઈ શક્યો છે. સ્વર્ગસ્થ મહામહોપાધ્યાય ડૉ. ગંગાનાથ ઝાએ આ બાબતમાં પોતાની વિચારપૂર્ણ સમ્મતિ જણાવતાં લખ્યું છે કે ‘જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલું જૈન સિદ્ધાન્તનું ખંડન વાંચ્યું છે ત્યારથી મને વિશ્વાસ થયો છે કે આ સિદ્ધાન્તમાં એવું ઘણું બધું છે જેને વેદાન્તના આચાર્યો સમજ્યા નથી.’ હિન્દૂ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના ભૂતપૂર્વ પ્રધાનાધ્યક્ષ સ્વર્ગસ્થ પ્રોફેસર ફણિભૂષણ અધિકારીએ તો વળી વધુ સ્પષ્ટ લખ્યું છે કે ‘જૈન ધર્મના સ્યાદ્વાદ સિદ્ધાન્તને જેટલો ખોટો સમજવામાં આવ્યો છે તેટલો ખોટો તો બીજા કોઈ પણ સિદ્ધાન્તને સમજવામાં આવ્યો નથી, એટલે સુધી કે શંકરાચાર્ય પણ આ દોષથી મુક્ત નથી. તેમણે પણ આ સિદ્ધાન્તને અન્યાય કર્યો છે. આ વાત અલ્પજ્ઞ પુરુષો માટે ક્ષમ્ય હોઈ શકે, પરંતુ જો મને કહેવાનો અધિકાર હોય તો હું ભારતના આ મહાન વિદ્વાન માટે તો અક્ષમ્ય જ કહું. જો કે હું આ મહર્ષિને અતીવ આદરની દૃષ્ટિએ જોઉં છું. એવું જણાય છે કે તેમણે આ ધર્મના મૂળ ગ્રંથોના અધ્યયનની દરકાર કરી નથી.' અનેકાન્ત પણ અનેકાન્ત છે અનેકાન્ત પણ પ્રમાણ અને નયની દૃષ્ટિએ અનેકાન્ત છે અર્થાત્ કથચત્ અનેકાન્તરૂપ અને કચિત્ એકાન્તરૂપ છે. તે પ્રમાણનો વિષય હોવાના કારણે અનેકાન્તરૂપ છે અને નયનો વિષય હૌવાના કારણે એકાન્તરૂપ છે. અનેકાન્ત - બે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy