SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૪૦૭ શકે (સ્યાનાસ્તિ) ? (૩) ‘છે પણ અને નથી પણ ?' શું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે (સ્યાવૃત્તિ = નાસ્તિ ) ? આ ત્રણેના ઉત્તરો શું આપી શકાય છે અર્થાત્ નિર્વચનીય યા વાચ્ય (વક્તવ્ય) છે ? આનો ઉત્તર જૈનો ‘ના'માં આપે છે . (૪) ‘સ્યાત્ (હોઈ શકે છે)' શું આ કહી શકાય ? ના, ‘સ્યાદ્’ અવક્તવ્ય છે. (૫) ‘સ્વાસ્તિ’શું આ વક્તવ્ય છે ? ના, ‘સ્યાદ્ અસ્તિ’ અવક્તવ્ય છે. (૬) ‘સ્વાનાસ્તિ’શું આ વક્તવ્ય છે ? ના, ‘યાદ્ નાસ્તિ’ અવક્તવ્ય છે. (૭) ‘સાવસ્તિ ૨ નાસ્તિ ૬' શું આ વક્તવ્ય છે ? ના, ‘સ્યાદ્ અસ્તિ ચ નાસ્તિ ચ’ અવક્તવ્ય છે. સંજયની ચતુર્થંગી અને જૈનોની સપ્તભંગીની તુલના દ્વારા ખ્યાલ આવશે કે જૈનોએ સંજયના પ્રથમ ત્રણ વાક્યો(પ્રશ્ન અને ઉત્તર બંને)ને અલગ કરીને પોતાના સ્યાદ્વાદની છ ભંગીઓ બનાવી છે અને ચોથા વાક્ય ‘ન તો છે અને ન તો નથી’ ને જોડીને ‘સ્યાત્ સદસત્' પણ અવક્તવ્ય છે આ સાતમો ભંગ તૈયાર કરી પોતાની સપ્તભંગી પૂરી કરી છે. આ રીતે એક પણ સિદ્ધાન્ત(-સ્યાત્)ની સ્થાપના ન કરવી એ જે સજયનો વાદ હતો તેને, સજયના અનુયાયીઓ લુપ્ત થઈ જતાં, જૈનોએ અપનાવી લીધો અને તેના ચતુર્થંગી ન્યાયને સપ્તભંગીમાં પરિણત કરી નાખ્યો.” દર્શનદિગ્દર્શન, પૃ. ૪૯૬. રાહુલજીએ ઉક્ત સંદર્ભમાં સપ્તભંગી અને સ્યાદ્વાદના રહસ્યને સમજ્યા વિના જ કેવળ શબ્દસામ્ય જોઈને એક નવા મતની સૃષ્ટિ રચી છે. આ તો એના જેવું છે કે ચોરને જજ પૂછે કે ‘શું તે આ કાર્યું કર્યું છે ?’ અને ચોર કહે કે ‘એનાથી આપને શું ?’ યા ‘હું જાણતો હોઉં તો કહું ને ?', પછી જજ અન્ય પ્રમાણોથી એ સિદ્ધ કરી દે કે ‘ચોરે આ કાર્ય કર્યું છે' ત્યારે શબ્દસામ્ય જોઈને એ કહેવું કે જજનો ફેંસલો ચોરના જ બયાનમાંથી નીકળ્યો છે (ફલિત થયો છે). સંજય બેલપુિત્તના દર્શનનું વિવેચન ખુદ રાહુલજીએ (દર્શનદિગ્દર્શન, પૃ. ૪૯૧) આ શબ્દોમાં કર્યું છે - જો આપ પૂછો કે ‘શું પરલોક છે ?' તો જો હું સમજતો હોઉં કે પરલોક છે તો આપને જણાવું કે પરલોક છે. હું આમ પણ નથી કહેતો, તેમ પણ નથી કહેતો, બીજી રીતે પણ નથી કહેતો. હું એમ પણ નથી ૧. સંજય બેલિપુત્તના મતનું વિસ્તૃત વર્ણન દીવનિકાયના સામઞફલસુત્તમાં છે. તે વિક્ષેપવાદી હતો. ‘અમરાવિક્ષેપવાદ’ રૂપે પણ તેનો મત પ્રસિદ્ધ હતો.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy