SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદાદ અને સપ્તભંગી ૪૦૫ પરંપરાનું અનુસરણ કર્યું નથી અને સાતે સાત ભંગોને સકલાદેશી તેમજ વિકલાદેશી બનેરૂપ માન્યા છે, પરંતુ અસહસ્રીવિવરણમાં (પૃ. ૨૦૮ B) તેમણે પ્રથમ ત્રણ ભંગો સકલાદેશી અને બાકીના ભાગો વિકલાદેશી હોવાના પક્ષનો પણ સ્વીકાર કર્યો છે. તે લખે છે કે “દેશભેદ વિના ક્રમથી સત્ અસત્ ઉભયની વિવક્ષા થઈ શકતી નથી, તેથી નિરવયવ દ્રવ્યને વિષય કરવો સંભવ નથી, તેથી ચારે ભેગોને વિકલાદેશી માનવા જોઈએ.” આ મતભેદનું કોઈ મહત્ત્વ નથી, કેમ કે જે રીતે આપણે સત્ત્વમુખે સમસ્ત વસ્તુનો સંગ્રહ કરી શકીએ છીએ, તેવી જ રીતે સત્ત્વ અને અસત્ત્વ બે ધર્મો દ્વારા પણ અખંડ વસ્તુનો સ્પર્શ કરવામાં આપણને કોઈ બાધા પ્રતીત થતી નથી. આ તો વિવફાભેદ અને દૃષ્ટિભેદની વાત છે. આચાર્ય મલયગિરિના મતની મીમાંસા આચાર્ય મલયગિરિ (આવશ્યકનિયુક્તિ ઉપરની મલયગિરિટીકા પૃ. ૩૭૧ A) પ્રમાણવાક્યમાં જ “સ્માતુ' શબ્દનો પ્રયોગ માને છે. તેમનો અભિપ્રાય છે કે નયવાક્યમાં જો “સ્યાત” પદ દ્વારા શેષધર્મોનો સંગ્રહ થઈ જતો હોય તો તે સમગ્ર વસ્તુનું ગ્રાહક બની જવાથી પ્રમાણ જ બની જાય, નય ન રહી શકે કેમ કે નય તો એક ધર્મનો ગ્રાહક હોય છે. તેમના મતે બધા નો એકાન્તગ્રાહક હોવાથી મિથ્યારૂપ છે. પરંતુ તેમના આ મતની ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથમાં (પૃ. ૧૭ B) આલોચના કરી છે. તે લખે છે કે “નયાન્તરસાપેક્ષ નયનો પ્રમાણમાં અન્તર્ભાવ કરવામાં આવતાં વ્યવહારનયને પ્રમાણ માનવો પડે કેમ કે તે નિશ્ચયની અપેક્ષા રાખે છે. આ જ રીતે ચારે નિક્ષેપોને વિષય કરનાર શબ્દનો પણ ભાવવિષયક શબ્દનયસાપેક્ષ હોવાથી પ્રમાણ બની જશે. વાસ્તવિક વાત તો એ છે કે નયવાક્યમાં “સ્વાત' પદ પ્રતિપક્ષી નયના વિષયની સાપેક્ષતા જ ઉપસ્થિત કરે છે, નહિ કે અન્ય અનન્ત ધર્મોનો પરામર્શ કરે છે. જો એવું ન હોય તો અનેકાન્તમાં સમ્યગુ એકાન્તનો અન્તર્ભાવ જ ન થઈ શકે. સમ્યગૂ એકાન્ત એટલે પ્રતિપક્ષી ધર્મની અપેક્ષા રાખનારો એકાન્ત. તેથી “સ્માત’ એ અવ્યયને અનેકાન્તનો ઘાતક માન્યો છે, નહિ કે અનન્ત ધર્મોનો પરામર્શ કરનારો. તેથી પ્રમાણવાક્યમાં “ચાત્' પદ અનન્ત ધર્મોનો પરામર્શ કરે છે અને નયવાક્યમાં પ્રતિપક્ષી ધર્મની અપેક્ષાનું દ્યોતન કરે છે.” પ્રમાણમાં તત્ અને અતત બંને ગૃહીત થાય છે અને “ચાત્' પદથી પેલા અનેકાન્ત અર્થનું ઘોતન થાય છે. નયમાં એક ધર્મનું મુખ્યભાવે ગ્રહણ હોવા છતા પણ બાકીના ધર્મોનું નિરાકરણ કરવામાં આવતું નથી, તેમનો સદ્ભાવ ગૌણભાવે સ્વીકૃત રહે છે, જ્યારે દુર્નયમાં
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy