SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૩૯૭ વધુ વિકાસ સાત કોટિઓમાં જ સંભવી શકે છે, તેથી વધુ કોટિઓમાં નહિ. સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે, તેથી તર્કજન્ય પ્રશ્નોની અધિકતમ સંભાવના કરીને જ તેમનું સમાધાન આ સપ્તભંગીની પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું છે. વસ્તુનું નિજ રૂપ તો વચનાતીત છે અર્થાત અનિર્વચનીય છે. શબ્દ તેના અખંડ આત્મરૂપ સુધી પહોંચી શકતો નથી. કોઈ જ્ઞાની તે અવક્તવ્ય અખંડ વસ્તુને વર્ણવવા ઇચ્છે છે તો તે પહેલાં તેનું અસ્તિ રૂપમાં વર્ણન કરે છે. પરંતુ જ્યારે તે જુએ છે કે એનાથી વસ્તુનું પૂર્ણ રૂપ વર્ણવી શકાતું નથી એટલે ત્યારે તેનું નાસ્તિ રૂપમાં વર્ણન કરવા તરફ તે ઝૂકે છે. પરંતુ તેમ છતાં પણ વસ્તુની અનન્તધર્માત્મકતાની સીમાને તે સ્પર્શી શકતો નથી. એટલે પછી તે કાલક્રમથી ઉભય રૂપમાં વર્ણન કરીને પણ તેની પૂર્ણતાને પહોંચી શકતો નથી, ત્યારે અસહાય બનીને પોતાના તેમ જ શબ્દના અસામર્થ્ય પર ખીજાઈને કહી દે છે “સતો વાવો નિવર્તિતે અપ્રાપ્ય મનસા સર” (તૈત્તિરીય ઉપનિષદ્ ૨.૪.૧) અર્થાત્ જેના સ્વરૂપની પ્રાપ્તિ વચન અને મન પણ કરી શકતા નથી, તેઓ પણ તેનાથી નિવૃત્ત થઈ જાય છે, એવું છે તે વચન અને મનને અગોચર, અખંડ, અનિર્વચનીય અનન્તધર્મા વસ્તુતત્ત્વ. આ પરિસ્થિતિ અનુસાર તે મૂલ રૂપ તો અવક્તવ્ય છે, તેને વર્ણવવાની ચેષ્ટા જે ધર્મથી પ્રારંભાય છે તે ધર્મ તથા તેનો પ્રતિપક્ષી બીજો ધર્મ આ રીતે ત્રણ ધર્મો મુખ્ય છે, અને આ ત્રણનો જ વિસ્તાર સપ્તભંગીના રૂપમાં આપણી સામે આવે છે. આગળના ભંગો વસ્તુતઃ સ્વતંત્ર ભગો નથી, તે તો પ્રશ્નોની અધિકતમ સંભાવનાનાં રૂપો છે. શ્વેતામ્બર આગમગ્રંથોમાં જો કે કઠોક્ત રૂપમાં “સિય અસ્થિ સિય સ્થૂિ સિય અવળ્યાં આ ત્રણ અંગોનાં નામ મળે છે પરંતુ ભગવતીસૂત્રમાં (૧૨.૧૦.૪૬૯) આત્માનું જે વર્ણન આવ્યું છે તેમાં સ્પષ્ટપણે સાત ભંગોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આચાર્ય કુદકુન્દ પંચાસ્તિકાયમાં (ગાથા ૧૪) સાત ભંગોનાં નામો ગણાવીને સપ્તભંગ” શબ્દનો પણ પ્રયોગ કર્યો છે. તેમાં અત્તર એટલું જ છે કે ભગવતીસૂત્રમાં અવક્તવ્ય ભંગને ત્રીજું સ્થાન આપ્યું છે જ્યારે કુન્દકુન્દ તેને પચાસ્તિકાયમાં ચોથા સ્થાને મૂક્યો હોવા છતાં પણ પ્રવચનસારમાં (ગાથા ૨૩) તો તેને ત્રીજા સ્થાને જ મૂક્યો છે. ઉત્તરકાલીન દિગમ્બર-શ્વેતામ્બર તર્કગ્રન્થોમાં આ ભંગના બનેય ક્રમનો ઉલ્લેખ મળે છે. ૧. જુઓ જૈનતર્કવાર્તિકની પ્રસ્તાવના પૃ. ૪૪-૪૯. ૨. જુઓ અકલંકગ્રન્થત્રયટિપ્પણ, પૃ. ૧૬૯.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy