SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અને સપ્તભંગી ૩૯૩ તેવી જ રીતે ઉત્તર પર્યાયને ઉત્પન્ન કરીને પોતે નાશ પામી જશે. અતીતનો વ્યય, વર્તમાનનો ઉત્પાદ અને બનેમાં દ્રવ્યરૂપથી ધ્રુવતા છે જ. ' આ ત્રયાત્મકતા વસ્તુનો પ્રાણ છે. આ વાતને સ્વામી સમન્તભદ્ર તથા ભટ્ટ કુમારિલે લૌકિક દૃષ્ટાન્ત દ્વારા આ રીતે સમજાવેલ છે - જ્યારે સોનાના કળશનો નાશ કરી મુકુટ બનાવ્યો ત્યારે કલશાર્થીને દુઃખ થયું, મુકુટાભિલાષીને હર્ષ થયો અને સુવર્ણાર્થીને માધ્યચ્યભાવ રહ્યો. કલશાર્થીને દુઃખ કલશના નાશના કારણે થયું, મુકુટાભિલાષીને હર્ષ મુકુટની ઉત્પત્તિના કારણે થયો તથા સુવર્ણાર્થીની તટસ્થતા બંને દશાઓમાં સુવર્ણના જળવાઈ રહેવાના કારણે થઈ. તેથી વસ્તુ ઉત્પાદાદિત્રયાત્મક છે. જ્યારે દૂધને મેળવીને દહીં બનાવવામાં આવ્યું, તો જે વ્યક્તિને દૂધ ખાવાનું વ્રત છે તે દહીં નહિ ખાય, પરંતુ જેને દહીં ખાવાનું વ્રત છે તે દહીં તો ખાશે પણ દૂધ નહિ ખાય, અને જેને ગોરસના ત્યાગનું વ્રત છે તે તો દહીં પણ નહિ ખાય અને દૂધ પણ નહિ ખાય કેમ કે બંને અવસ્થાઓમાં ગોરસ તો છે જ. આ ઉપરથી જાણવા મળે છે કે દૂધ અને દહીં એ બે તો ગોરસના જ ક્રમિક પર્યાયો છે. પાતંજલ મહાભાષ્યમાં પણ વસ્તુની ત્રયાત્મકતાનું સમર્થન શબ્દાર્થમીમાંસાના પ્રકરણમાં મળે છે. આકૃતિ નાશ પામવા છતાં પણ વસ્તુનું અસ્તિત્વ ટકી રહે છે. એક જ ક્ષણમાં વસ્તુ ત્રયાત્મક છે એમ કહેવાનો સ્પષ્ટ અર્થ એ છે કે પૂર્વનો નાશ અને ઉત્તરનો ઉત્પાદ એ બે ચીજો નથી પરંતુ એક જ કારણથી ઉત્પન્ન થવાના કારણે પૂર્વવિનાશ જ ઉત્તરોત્પાદ છે. જે ઉત્પન્ન થાય છે તે જ નાશ પામે છે અને તે જ ધ્રુવ છે. સાંભળવામાં તો આ અટપટું લાગે છે કે “જે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે ધ્રુવ કેવી રીતે હોઈ શકે? આ તો પ્રક્ટ વિરોધ છે, પરંતુ १. घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । શોવપ્રમોલમધ્ય ગનો યાતિ સદેતુમ્ II૧૨ આપ્તમીમાંસા. वर्धमानकभङ्गे च रुचकः क्रियते यदा । तदा पूर्वार्थिनः शोकः प्रीतिश्चाप्युत्तरार्थिनः ।। हेमार्थिनस्तु माध्यस्थ्यं तस्माद् वस्तु त्रयात्मकम् । न नाशेन विना शोको नोत्पादेन विना सुखम् । સ્થિત્યા વિના ન મધ્યચ્યું તેને સામાન્ય નિત્યતા | મીમાંસાક્લોકવાર્તિક, પૃ. ૬૧૯ ૨. વયોવ્રતો ને ધ્યત્તિ ન પોડત્તિ ધિવ્રતઃ | ગોરસવ્રતો મે તત્ તત્ત્વ ત્રયાત્મન્ દ્ગા આપ્તમીમાંસા
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy