SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૩૭૬ ન કે અહીં સિદ્ધપર્યાયને લક્ષણ નથી બનાવાતું, લક્ષણ તો તે દ્રવ્ય છે જે સિદ્ધપર્યાયમાં પહેલી વાર વિકસિત થયું છે અને કેમ કે તે અવસ્થાથી લઈને આગળની અનન્તકાલભાવી અવસ્થાઓમાં ક્યારેય પણ પરિમિત્તક કોઈ પણ અન્ય પરિણમનની સંભાવના નથી એટલે તે ચિદ્અંશ જ દ્રવ્યનો યથાર્થ પરિચાયક બને છે. શુદ્ધ અને અશુદ્ધ વિશેષણ પણ તેને લાગતા નથી કેમ કે તે વિશેષણો તો અખંડ ચિત્નો વિભાગ કરી નાખે છે. એટલે જ કહ્યું છે કે` ‘હું અર્થાત્ ચિત્ ન તો પ્રમત્ત છું કે ન તો અપ્રમત્ત, ન તો અશુદ્ધ છું કે શુદ્ધ, હું તો કેવળ જ્ઞાયક છું.' હા, તે શુદ્ધ અને વ્યાપક ચિહ્નો પ્રથમ વિકાસ મુક્ત અવસ્થામાં જ થાય છે. તેથી આત્માના વિકારી રાગાદિ ભાવોની જેમ કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી થનારા ભાવોને પણ અનાદિ-અનન્ત સંપૂર્ણપણે દ્રવ્યવ્યાપી ન હોવાના કારણે આત્માનું સ્વરૂપ યા લક્ષણ નથી માનવામાં આવ્યા અને તેમને પણ વર્ણાદિની જેમ પરભાવ કહી દેવામાં આવ્યા છે. તે અવ્યાપક પરનિમિત્તક રાગ આદિ વિકારી ભાવોને કેવળ પરભાવ જ નથી કહેવામાં આવ્યા પરંતુ પુદ્ગલનિમત્તક હોવાથી ‘પુદ્ગલના પર્યાયો’ સુધ્ધાં કહેવામાં આવ્યા છે. રે તાત્પર્ય એટલું જ કે આ બધા વચ્ચે આવતા પડાવો છે. આત્મા પોતાના અજ્ઞાનના કારણે તે પર્યાયોને ધારણ અવશ્ય કરે છે, પરંતુ તે બધા પર્યાયો શુદ્ધ અને મૂળભૂત દ્રવ્ય નથી. આત્માના ત્રિકાલવ્યાપી સ્વરૂપને આચાર્યે એટલા માટે જ અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત વિશેષણો દ્વારા વ્યક્ત કર્યું છે. અર્થાત્ એક ચિત્ જ એવી છે જે અનાદિકાળથી અનન્તકાળ સુધી પોતાની પ્રવહમાન મૌલિક સત્તા ધરાવે છે. તે અખંડ ચિત્તે આપણે ન નિગોદરૂપમાં, ન નરકાદિ પર્યાયોમાં, ન પ્રમત્ત-અપ્રમત્ત આદિ ગુણસ્થાનોમાં, ન કેવલજ્ઞાનાદિ ક્ષાયિક ભાવોમાં કે ન અયોગકેવલી અવસ્થામાં સીમિત કરી શકીએ છીએ. તેનું જો આપણે દર્શન કરી શકીએ છીએ તો તે નિરુપાધિ, શુદ્ધ સિદ્ધ અવસ્થામાં. તે મૂલભૂત ચિત્ અનાદિકાળથી પોતાના પરિણામી સ્વભાવના કારણે વિકારી પરિણમનમાં પડેલી છે. જો વિકારના કારણ પરભાવસંસર્ગને દૂર ક૨વામાં આવે તો તે જ ચિત્ નિખરીને નિર્મલ, નિર્લેપ અને ખાલિસ અર્થાત્ શુદ્ધ બની શકે છે. १. ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो द जो भावो । Ë મળતિ સુદ્ધ ળાઓ નો સોડ મો એવ ॥૬॥ સમયસાર. २. जो पस्सदि अप्पाणं अबद्धपुत्रं अणण्णयं णियदं । અવિષેસમલંગુત્ત તેં સુદ્ધાય વિયાળીર્દિ ।।'૪' સમયસાર.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy