SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જૈનદર્શન છે? આપણે નીચેની તરફથી વિચારવાનું નથી કેમ કે અનાદિકાળથી તો અશુદ્ધ આત્મા રાગાદિમાં ઉપાદાન બનતો આવ્યો છે અને તેનામાં રાગાદિની પરંપરા બરાબર ચાલુ છે. તેથી નિશ્ચયનયે “શુદ્ધ છું, અબદ્ધ છું, અસ્પૃષ્ટ એમ કહેવાના બદલે હું શુદ્ધ, અબદ્ધ અને અસ્પષ્ટ બની શકું છું એમ કહેવું જોઈએ કેમ કે આજ સુધી તો જીવે આત્માની આ શુદ્ધ આદર્શ દશાનો અનુભવ કર્યો જ નથી, બલ્ક અનાદિકાળથી રાગાદિપકમાં જ તે લિપ્ત રહ્યો છે. આ નિશ્ચિત તો એ આધાર ઉપર છે કે “જ્યારે બે સ્વતન્ત દ્રવ્યો છે, ત્યારે તેમનો સંયોગ ભલે અનાદિ રહ્યો પરંતુ તે તૂટી શકે છે અને તે તૂટશે ત્યારે જ કે જ્યારે પોતાના પરમાર્થસ્વરૂપની પ્રાપ્તિ તરફ લક્ષ્ય કરવામાં આવશે.” આ શક્તિનો નિશ્ચિય પણ દ્રવ્યનું સ્વતન્ન અસ્તિત્વ માનીને જ તો કરી શકાય છે. અનાદિકાળના અશુદ્ધ આત્મામાં શુદ્ધ બનવાની શક્તિ છે. તે શુદ્ધ થઈ શકે છે. આ શક્યતા એ ભવિષ્યનો જ તો વિચાર છે. આપણો ભૂત અને વર્તમાન અશુદ્ધ છે, તેમ છતાં પણ નિશ્ચયનય આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આપણું ધ્યાન, કલ્પનાના આધારે નહિ પણ વસ્તુસ્થિતિના આધારે, દોરે છે. આ તત્ત્વને આચાર્ય કુન્દકુન્દ અતિ સુંદર રીતે કહે છે – “કામ, ભોગ અને બન્ધની કથા સૌને શ્રત, પરિચિત અને અનુભૂત છે પરંતુ વિભક્ત અર્થાત શુદ્ધ આત્માના એકત્વની ઉપલબ્ધિ સુલભ નથી. તેનું કારણ એ છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ સંસારી જીવોના સાંભળવામાં કદાચ આવ્યું હોય (શ્રુતપૂર્વ હોય). પરંતુ ન તો તેમણે તેનો કદી પરિચય કર્યો છે કે ન તો તેમણે તેનો કદી અનુભવ કર્યો છે. આચાર્ય કુન્દકુન્દ (સમયસાર ગાથા પ) પોતાના આત્મવિશ્વાસથી આપણને ભરોસો કરાવે છે કે હું મારાં પોતાનાં સામર્થ્ય અને બુદ્ધિનો વિભવ લગાવીને તેને દેખું છું. તેમ છતાં તે થોડીક કચાશ અનુભવીને એ પણ કહી દે છે કે “જો હું ચૂક કરું તો છલ ન સમજશો.” દ્રવ્યનું શુદ્ધ લક્ષણ આચાર્ય કુન્દકુન્દનો એક જ દૃષ્ટિકોણ છે કે દ્રવ્યનું સ્વરૂપ તો તે જ હોઈ શકે જે દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં વ્યાપ્ત હોય. જો કે દ્રવ્ય કોઈ ને કોઈ પર્યાયને પામે છે અને પામશે, પરંતુ એક પર્યાય બીજા પર્યાયમાં તો પ્રાપ્ત થઈ શકતો નથી અને એટલે જ દ્રવ્યનો કોઈ પણ પર્યાય દ્રવ્યથી અભિન્ન હોવા છતાં પણ દ્રવ્યનું શુદ્ધ રૂપ १. सुदपरिचिदाणुभूदा सव्वस्सवि कामभोगबंधकहा । થસુવતમો બવ જ સુતરો વિમાસ ||૪|ી સમયસાર,
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy