SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ નયવિચાર નિષ્પન્ન શબ્દની પ્રવૃત્તિ સ્વીકારે છે.` જે સમયે શાસન કરતો હોય તે જ સમયે શક્ર કહીશું, ઇન્દનક્રિયાના સમયે નહિ. જે સમયે ઘટનક્રિયા થતી હોય તે જ સમયે તેને ઘટ કહેવો જોઈએ, અન્ય સમયે નહિ. સમભિરૂઢનય તે સમયે ક્રિયા હોય કે ન હોય પરંતુ શક્તિની અપેક્ષાએ અન્ય શબ્દોનો પ્રયોગ પણ સ્વીકારી લે છે પરંતુ એવભૂતનય એવું કરતો નથી. ક્રિયાક્ષણમાં જ કારક કહેવાય, અન્ય ક્ષણમાં નહિ. પૂજા કરતો હોય તે સમયે જ પૂજારી કહેવાય, અન્ય સમયે નહિ, અને પૂજા કરતો હોય તે સમયે તેને અન્ય શબ્દથી ન બોલાવાય. આમ સમભિરૂઢનય દ્વારા વર્તમાન પર્યાયમાં શક્તિભેદ માનીને અનેક પર્યાયશબ્દોના પ્રયોગનો જે સ્વીકાર છે તે એવભૂતનયની દૃષ્ટિએ સંભવ નથી. એવભૂતનય તો ક્રિયાનો ધની છે. તે તો વર્તમાનમાં શક્તિની અભિવ્યક્તિને જ દેખે છે. તક્રિયાકાળે અન્ય શબ્દનો પ્રયોગ કરવો યા તે શબ્દનો પ્રયોગ ન કરવો એ એવભૂતનયાભાસ છે. આ નયને વ્યવહારની કોઈ ચિન્તા નથી. હા, ક્યારેક ક્યારેક તો આ નયથી પણ વ્યવહારની અનેક સમસ્યાઓ ઉકલી જાય છે. ન્યાયાધીશ જ્યારે ન્યાયાસન પર બેસે છે ત્યારે જ ન્યાયાધીશ છે. અન્ય વખતે પણ જો તેના માથા પર ન્યાયધીશત્વ સવાર હોય તો તેના માટે ગૃહસ્થી ચલાવવી મુશ્કેલ થઈ જાય. તેથી વ્યવહા૨ને જે સર્વનયસાધ્ય કહેવામાં આવ્યો છે તે ઠીક જ કહેલ છે. નયો ઉત્તરોત્તર સૂક્ષ્મ અને અલ્પવિષયક છે. આ નયોમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા અને અલ્પવિષયતા છે. નૈગમનય સંકલ્પગ્રાહી હોવાથી સત્ અને અસત્ બન્નેને વિષય કરે છે જ્યારે સંગ્રહનય સત્ સુધી જ સીમિત છે. નૈગમનય ભેદ અને અભેદ બન્નેને ગૌણ-મુખ્યભાવે વિષય કરે છે જ્યારે સંગ્રહનયની દૃષ્ટિ કેવળ અભેદ પર છે, તેથી નૈગમનય મહાવિષયક અને સ્થૂળ છે પરંતુ સંગ્રહનય અલ્પવિષયક અને સૂક્ષ્મ છે. સન્માત્રગ્રાહી સંગ્રહનયથી સદ્ધિશેષગ્રાહી વ્યવહાર અલ્પવિષયક છે. સંગ્રહનય દ્વારા સંગૃહીત અર્થમાં વ્યવહારનય ભેદ કરે છે, તેથી તે અલ્પવિષયક બની જ જાય છે. વ્યવહારનય દ્રવ્યગ્રાહી છે અને ત્રિકાલવર્તી સદ્વિશેષને વિષય કરે છે, તેથી વર્તમાનકાલીન પર્યાયને ગ્રહણ કરનારો ઋજુસૂત્રનય તેનાથી સૂક્ષ્મ બની જ જાય છે. શબ્દભેદની ચિન્તા ન કરનારા ઋજુસૂત્રનયથી વર્તમાનકાલીન એક પર્યાયમાં પણ શબ્દભેદે ૧. યેનાત્મના ભૂતપ્તેનેવાય્યવસાયતિ વ્યેવમ્મૂત । સર્વાર્થસિદ્ધિ, ૧.૩૩. અકલંકગ્રન્થત્રયટિપ્પણ, પૃ. ૧૪૭. ૨. મેતે નયા: પૂર્વપૂર્વવિદ્ધમાવિષયા ઉત્તરોત્તરાનુભૂતાત્પવિષયાઃ । રાજવાર્તિક, ૧.૩૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy