SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ નયવિચાર ૩૬૭ અર્થભેદ ન માનવો અર્થાત્ એક જ અર્થનો વિભિન્ન શબ્દો સાથે અનુચિત સંબંધ, અનુચિત એટલા માટે કે પ્રત્યેક શબ્દની વાચકશક્તિ જુદી જુદી હોય છે, જો પદાર્થમાં તદનુકૂલ વાચ્યશક્તિ ન માનવામાં આવે તો અનૌચિત્ય સ્પષ્ટ જ છે, તેમનો મેળ કેવી રીતે બેસી શકે ? કાલ પોતે પરિણમન કરનારા વર્તનાશીલ પદાર્થોના પરિણમનમાં સાધારણ નિમિત્તકારણ બને છે. તેના ભૂત, ભવિષ્યત્ અને વર્તમાન એ ત્રણ ભેદ છે. કેવળ દ્રવ્ય, કેવળ શક્તિ તથા અનપેક્ષ દ્રવ્ય અને અનપેક્ષ શક્તિને કારક નથી કહેતા પરંતુ શક્તિવિશિષ્ટ દ્રવ્યને કારક કહે છે. લિંગ ચિહ્નને કહે છે. જે ગર્ભ ધારણ કરે તે સ્રી, જે પુત્રાદિને પેદા કરવાનું સામર્થ્ય ધરાવે તે પુરુષ અને જેનામા આ બન્ને સામર્થો ન હોય તે નપુંસક કહેવાય છે. કાલ આદિનાં આ લક્ષણો અનેકાન્ત અર્થમાં જ ઘટી શકે છે. એક જ વસ્તુ વિભિન્ન સામગ્રી પ્રાપ્ત થતાં ષટ્કારકીરૂપે પરિણત થઈ શકે છે. કાલ આદિના ભેદથી એક જ દ્રવ્યના અનેક પર્યાય થઈ શકે છે. સર્વથા નિત્ય યા સર્વેથા અનિત્ય વસ્તુમાં આવાં પરિણમનની સંભાવના નથી કેમ કે સર્વથા નિત્યમાં ઉત્પાદ અને વ્યય નથી તથા સર્વથા ક્ષણિકમાં સ્વૈર્ય (ધ્રૌવ્ય) નથી. આ રીતે કારકવ્યવસ્થા ન થવાથી વિભિન્ન કારકોમાં નિષ્પન્ન ષટ્કારકી, સ્રીલિંગાદિ લિંગ અને વચનભેદ આદિની વ્યવસ્થા એકાન્ત પક્ષમાં સંભવતી નથી. આ શબ્દનય વૈયાકરણોના શબ્દશાસ્ત્રની સિદ્ધિનો દાર્શનિક આધાર રજૂ કરે છે અને દર્શાવે છે કે સિદ્ધિ અનેકાન્તથી જ થઈ શકે છે. જ્યાં સુધી વસ્તુને અનેકાન્તાત્મક નહિ માનો ત્યાં સુધી એક જ વર્તમાન પર્યાયમાં વિભિન્નલિંગક, વિભિન્નસંખ્યાક શબ્દોનો પ્રયોગ નહિ કરી શકો, અન્યથા વ્યભિચારદોષ આવશે. તેથી તે એક પર્યાયમાં પણ શબ્દભેદે અર્થભેદ માનવો જ પડશે. જે વૈયાકરણો એવું નથી માનતા તેમણે શબ્દભેદ હોવા છતાં પણ અર્થભેદ ન માનવો એ શબ્દનયાભાસ છે. તેમના મતમાં ઉપસર્ગભેદ, અન્યપુરુષના સ્થાને મધ્યમપુરુષ આદિ પુરુષભેદ, ભાવી અને વર્તમાન ક્રિયાઓનો એક કારક સાથે સંબંધ આદિ વ્યાકરણની સમસ્ત પ્રક્રિયાઓ નિરાધાર અને નિર્વિષયક બની જશે. તેથી જૈનેન્દ્રવ્યાકરણના રચયિતા આચાર્યવર્ય પૂજ્યપાદે પોતાના જૈનેન્દ્રવ્યાકરણનો પ્રારંભ ‘સિદ્ધિનેાન્તાત્' સૂત્રથી કર્યો છે અને આચાર્ય હેમચન્દ્રે સિદ્ધહેમશબ્દાનુશાસનનો પ્રારંભ “સિદ્ધિ: સ્વાદાત્' સૂત્રથી કર્યો છે. તેથી અન્ય વૈયાકરણોનો પ્રચલિત ક્રમ શબ્દનયાભાસ છે.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy