SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જૈનદર્શન સ્થાપનાવાઘ જોઈએ. ‘ગજરાજને બોલાવો’ અહીં સ્થાપનાગજરાજ, દ્રવ્યગજરાજ યા ભાવગજરાજને નથી બોલાવવામાં આવતો પણ નામગજરાજને જ બોલાવવામાં આવે છે, તેથી અપ્રસ્તુતનું નિરાકરણ કરીને પ્રસ્તુતનું જ્ઞાન કરાવવું એ નિક્ષેપનું પ્રયોજન છે. ત્રણ અને સાત નય આ રીતે જ્યારે આપણે પ્રત્યેક પદાર્થને અર્થ, શબ્દ અને જ્ઞાનના આકારોમાં વહેંચી દઈએ છીએ ત્યારે તેમનું ગ્રાહક જ્ઞાન પણ સ્વાભાવિકપણે ત્રણ શ્રેણીઓમાં વહેંચાઈ જાય છે - જ્ઞાનનય, અર્થનય અને શબ્દનય. કેટલાક વ્યવહારો કેવળ જ્ઞાનાશ્રયી હોય છે, તેમનામાં અર્થના તથાભૂત હોવાની ચિન્તા નથી હોતી, તેઓ કેવળ સંકલ્પથી ચાલે છે, જેમ કે આજે મહાવીરજ્યંતી છે.' અર્થના આધારે ચાલતા વ્યવહારોમાં એક તરફ નિત્ય, એક અને વ્યાપીરૂપમાં ચરમ અભેદની કલ્પના કરી શકાય છે તો બીજી તરફ ક્ષણિકત્વ, પરમાણુત્વ અને નિરંશત્વની દૃષ્ટિએ અંતિમ ભેદની કલ્પના પણ કરી શકાય છે. ત્રીજી કલ્પના આ બે ચરમ કોટિઓના મધ્યની છે. પહેલી કોટિમાં સર્વથા અભેદ અર્થાત્ એકત્વનો સ્વીકાર કરનારા ઔપનિષદ અદ્વૈતવાદીઓ છે તો બીજી તરફ બીજી કોટિમાં વસ્તુની સૂક્ષ્મતમ વર્તમાનક્ષણવર્તી અર્થપર્યાયની ઉપર દૃષ્ટિ રાખનારા ક્ષણિક નિર્દેશ પરમાણુઓમાં માનનાર પરમાણુવાદી બૌદ્ધ છે. ત્રીજી કોટિમાં પદાર્થને અનેકરૂપે વ્યવહારમાં લાવનાર નૈયાયિક, વૈશેષિક આદિ છે. ચોથા પ્રકારની વ્યક્તિઓ છે ભાષાશાસ્ત્રી. તેઓ એક જ અર્થમાં વિભિન્ન શબ્દોના પ્રયોગને માને છે. પરંતુ શબ્દનય તો શબ્દભેદે અર્થભેદને અનિવાર્ય સમજે છે. આ બધી જાતના વ્યવહારોના સમન્વય માટે જૈન પરંપરાએ નયપદ્ધતિનો સ્વીકાર કર્યો છે. નયનો અર્થ છે અભિપ્રાય, દૃષ્ટિ, વિવક્ષા યા અપેક્ષા. જ્ઞાનનય, અર્જુનય અને શબ્દનય તેમનામાં જ્ઞાનાશ્રિત વ્યવહારોનો સમાવેશ સંકલ્પમાત્રગ્રાહી નૈગમનયમાં થાય છે. અર્થાશ્રિત અભેદ વ્યવહારોનો, જે ‘આત્મવેવ સર્વમ્ (આ સઘળું આત્મા જ છે)’, ‘સ્મિન્ વા વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ્ (એકને જાણતાં જ બધું જ જ્ઞાત થઈ જાય છે)' આદિ ઉપનિષદ્વાક્યોથી પ્રકટ થાય છે તેમનો, સંગ્રહનયમાં અન્તર્ભાવ કરવામાં આવ્યો છે. તેનાથી નીચે તથા એક પરમાણુની વર્તમાનકાલીન એક
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy