SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૩૨૩ પૃથક સત્તા અનુભવતું પ્રાણી અવિદ્યામાં જ બેસીને પોતાના સંસ્કાર અને વાસનાઓ અનુસાર જગતને અનેક પ્રકારના ભેદ અને પ્રાંચના રૂપમાં દેખે છે. એક જ પદાર્થ અનેક પ્રાણીઓને પોતપોતાની વાસનાદૂષિત દષ્ટિ અનુસાર વિભિન્ન રૂપે દેખાય છે. અવિદ્યા દૂર થતા સત, ચિત અને આનન્દરૂપ બ્રહ્મમા સધળો પ્રપચ લય પામતા સમસ્ત પ્રપંચોથી રહિત નિર્વિકલ્પ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે વિશુદ્ધ આકાશને તિમિરરોગી અનેક પ્રકારની ચિત્રવિચિત્ર રેખાઓથી ખચિત અને ચિત્રિત દેખે છે તેવી જ રીતે અવિદ્યા યા માયાના કારણે એક જ બ્રહ્મ અનેક પ્રકારના દેશ, કાલ અને આકારના ભેદોથી ભિન્ન હોય એવું ચિત્રવિચિત્ર પ્રતિભાસિત થાય છે. જે કંઈ પણ જગતમાં હતું, છે અને હશે તે બધું બ્રહ્મ જ છે.' આ જ બ્રહ્મ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં તેવી જ રીતે કારણ બને છે જેવી રીતે કરોળિયો પોતાના જાળા માટે, ચન્દ્રકાન્ત મણિ જળ માટે અને વટવૃક્ષ પોતાની કંપળો માટે કારણ બને છે. જેટલો પણ ભેદ છે તે અતાત્ત્વિક અને જૂઠો છે. જો કે આત્મશ્રવણ, મનન અને ધ્યાન આદિ પણ ભેદરૂપ હોવાથી અવિદ્યાત્મક છે તેમ છતાં પણ તેમનાથી વિદ્યાની પ્રાપ્તિસંભવ છે. જેમ ધૂળથી મલિન પાણીમાં કતકપૂર્ણ યા ફટકડીનો ભૂકો, જે પોતે ધૂળરૂપ જ છે, નાખવાથી એક ધૂળ બીજી ધૂળને શાન્ત કરી દે છે અને પોતે પણ શાન્ત થઈ પાણીને સ્વચ્છ કરી દે છે, અથવા જેમ એક વિષ બીજા વિષનો નાશ કરીને નીરોગીપણાની અવસ્થાને પ્રાપ્ત કરાવી દે છે, તેવી જ રીતે આત્મશ્રવણ, મનન આદિ રૂપ અવિદ્યા પણ રાગ-દ્વેષ-મોહાદિરૂપ મૂલ અવિદ્યાને નષ્ટ કરી સ્વગતભેદોને શાન્ત કરી દેતાં નિર્વિકલ્પ સ્વરૂપાવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. અતાત્વિક અનાદિકાલીન અવિદ્યાના ઉચ્છેદના માટે જ १. यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिश्चित्राभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म निर्विकारमविद्यया । નુષત્વમવાપન્ન મેરૂi pપશ્યતિ | બૃહદારણ્યકભાષ્યવાર્તિક, ૩.૫. ૪૩-૪૪. ૨. યથોનમઃ કૃનતે પૃષતે મુંડકોપનિષદ્, ૧.૧.૭. 3. यथा पयो पयोऽन्तरं जरयति स्वयं च जीर्यति, यथा विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा कतकरजो रजोऽन्तराविले पाथसि प्रक्षिप्तं रजोऽन्तराणि भिन्दत् स्वयमपि भिद्यमानमनाविलं पाथः करोति, एवं कर्म अविद्यात्मकमपि अविद्यान्तराणि કપામવત્ સ્વયમાચ્છતીતિ બ્રહ્મસૂત્રશાંકરભાષ્યભામતી, પૃ.૩૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy