SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જૈનદર્શન વિદ્યાનન્દ પણ સામાન્યપણે એક હેત્વાભાસ માનીને અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિકને તેના રૂપાન્તરો માન્યાં છે. તેમણે પણ અકિંચિત્કર હેત્વાભાસ ઉપર ભાર આપ્યો નથી. વાદિદેવસૂરિ આદિ આચાર્યો પણ હેત્વાભાસના અસિદ્ધ આદિ ત્રણ ભેદો જ માને છે. દાન્તાભાસ વ્યાપ્તિની સપ્રતિપત્તિનું સ્થાન દષ્ટાન્ત કહેવાય છે. દષ્ટાન્તમાં સાધ્ય અને સાધનનો નિર્ણય હોવો આવશ્યક છે. જે દષ્ટાન્ત દષ્ટાન્તના આ લક્ષણથી રહિત હોય પરંતુ દષ્ટાન્તના સ્થાનમાં ઉપસ્થિત કરવામાં આવ્યું હોય તે દષ્ટાન્તાભાસ છે. દિનાગના ન્યાયપ્રવેશમાં (પૃ. ૫-૬) દષ્ટાન્તાભાસના સાધનધર્માસિદ્ધ, સાધ્યધર્માસિદ્ધ, ઉભયધર્માસિદ્ધ, અનન્વય અને વિપરીતાન્વય આ પાંચ સાધર્મદષ્ટાન્તાભાસ તથા સાળાવ્યાવૃત્ત, સાધનાવ્યાવૃત્ત, ઉભયાવ્યાવૃત્ત, અવ્યતિરેક અને વિપરીત વ્યતિરેક આ પાંચ વૈધર્મેદષ્ટાન્તાભાસ એમ દસ દષ્ટાન્તાભાસો દર્શાવ્યા છે. આ દસમાંથી ઉભયાસિદ્ધ નામના દાન્તાભાસના અવાન્તર બે ભેદ વધુ પણ દર્શાવ્યા છે. તેથી દિનાગના મતે બાર દષ્ટાન્નાભાસો ફલિત થાય છે. વૈશેષિકોને પણ બાર નિદર્શનાભાસો જ ઈષ્ટ છે. આચાર્ય ધર્મકીર્તિએ દિનાગના મૂળ દસ ભેદોમાં સદિગ્ધસાધ્યાન્વય, સનિષ્પસાધનાન્વય, સંદિગ્ધોભયાન્વય અને અપ્રદર્શિતાન્વય આ ચાર સાધર્મેદાન્તાભાસ તથા સનિષ્પસાધ્યતિરેક, સદિગ્ધસાધનવ્યતિરેક, સદિગ્ધોભયવ્યતિરેક અને અપ્રદર્શિતવ્યતિરેક આ ચાર વૈધર્મદષ્ટાન્તાભાસોને ઉમેરીને કુલ અઢાર દષ્ટાન્નાભાસો દર્શાવ્યા છે.' ન્યાયાવતારમાં (શ્લોક ૨૪-૨૫) આચાર્ય સિદ્ધસેને “સાધ્યાદિવિકલ' તથા “સંશય’ શબ્દ દ્વારા લગભગ ધર્મકીર્તિસમ્મત વિસ્તાર તરફ સંકેત કર્યો છે. આચાર્ય માણિક્યનન્દી (પરીક્ષાખ ૬.૪૦-૪૫) અસિદ્ધસાધ્ય, અસિદ્ધસાધન, અસિદ્ધોભય તથા વિપરીતાન્વય આ ચાર સાધર્મષ્ટાન્તાભાસ તેમ જ ચાર જ વૈધર્મેદાન્તાભાસ એમ કુલ આઠ દષ્ટાન્તાભાસો માને છે. તેમણે અસિદ્ધ શબ્દથી અભાવ અને સંશય બન્નેને લઈ લીધા છે. તેમણે અનન્વય અને અપ્રદર્શિતાન્વયને પણ દષ્ટાન્તદોષોમાં સામેલ કર્યા નથી. વાદિદેવસૂરિ (પ્રમાણનયતત્તાલોકાલંકાર ૬.૬૦-૭૯) ધર્મકીર્તિની જેમ અઢાર જ દષ્ટન્તાભાસો માને છે. આચાર્ય હેમચન્દ્ર ૧. પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૪૭. ૨. ન્યાયબિન્દુ, ૩.૧૨૫-૧૩૬ .
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy