SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩00 જૈનદર્શન વિદ્યમાન વસ્તુમાં કોઈ વિશેષતા લાવવી એ જ સંસ્કાર કહેવાય છે અને સંસ્કૃત આ અર્થમાં કૃત્રિમ જ છે. પ્રકૃતિ. સંસ્કૃતમુ, તત્ર ભવં તને માત પ્રવૃતમ્ પ્રાકૃતની આ વ્યુત્પત્તિ વ્યાકરણની દૃષ્ટિએ છે. પહેલાં સંસ્કૃતમાં વ્યાકરણો રચાયાં છે અને પછીથી પ્રાતનાં વ્યાકરણો રચાયાં છે. તેથી વ્યાકરણની રચનામાં સંસ્કૃત શબ્દોને પ્રકૃતિ માનીને વર્ણવિકાર, વર્ણાગમ આદિથી પ્રાકૃત અને અપભ્રંશનાં વ્યાકરણોની રચના થઈ છે." પરંતુ પ્રયોગની દષ્ટિએ તો પ્રાકૃત શબ્દ જ સ્વાભાવિક અને જન્મસિદ્ધ છે. જેવી રીતે મેઘનું જળ વિભાવતઃ એકરૂપ હોવા છતાં પણ લીમડો, શેરડી આદિ વિશેષ આધારોમાં સંસ્કાર પામીને અનેકરૂપમાં પરિણત થઈ જાય છે તેવી જ રીતે સ્વાભાવિક સર્વજનની બોલી પ્રાકૃત ભાષા પાણિનિ આદિના વ્યાકરણોથી સંસ્કાર પામીને ઉત્તરકાળ સંસ્કૃત આદિ નામો પામે છે. પરંતુ એટલા માત્રથી તે સંસ્કાર પામેલી પ્રાકૃત ભાષા પોતાના મૂલભૂત પ્રાકૃત શબ્દોની અર્થબોધક શક્તિને છીનવી શકતી નથી. અર્થબોધ માટે સંકેત જ મુખ્ય આધાર છે. “જે શબ્દનો જે અર્થમાં જે લોકોએ સંકેત ગ્રહણ ર્યો છે તે શબ્દથી તે જ અર્થનો બોધ તે લોકોને થાય છે આ એક સામાન્ય નિયમ છે. જો એવું ન થતું હોત તો જગતમાં દેશભેદથી સેંકડો પ્રકારની ભાષાઓ ન બની હોત. એક જ પુસ્તકરૂપ અર્થનો ગ્રન્થ, ‘કિતાબ', પોથી આદિ અનેક દેશીય શબ્દોથી વ્યવહાર થાય છે અને અનાદિ કાળથી આ શબ્દોના વાચકવ્યવહારમાં જ્યારે કોઈ બાધા કે અસંગતિ આવી જ નથી ત્યારે કેવળ સંસ્કૃત શબ્દોમાં જ વાચકશક્તિ માનવાનો દુરાગ્રહ અને સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણથી ધર્મ માનવાની કલ્પના તથા સ્ત્રી અને શૂદ્રોને સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણનો નિષેધ આદિ વર્ગસ્વાર્થની ભીષણ પ્રવૃત્તિનાં જ દુષ્પરિણામો છે. ધર્મ અને અધર્મનાં સાધન કોઈ જાતિ કે વર્ગ માટે જુદાં નથી હોતાં. જે બ્રાહ્મણો યજ્ઞ આદિ વખતે સંસ્કૃત શબ્દોનું ૧. જુઓ હેમચન્દ્રકૃત પ્રાકૃત વ્યાકરણ, પ્રાકૃતસર્વસ્વ, પ્રાકૃતચન્દ્રિકા, વામ્ભટ્ટાલંકાર ટીકા, ૨.૨. નાટ્યશાસ્ત્ર ૧૭.૨. ત્રિવિક્રમકૃત પ્રાકૃત વ્યાકરણ પૃ.૧. પ્રાકૃતસંગ્રહ. २. प्राकृतेति । सकलजगज्जन्तूनां व्याकरणादिभिरनाहितसंस्कार: सहजो वचनव्यवहार: प्रकृतिः, तत्र भवं सैव वा प्राकृतम् । ‘आरिसवयणं सिद्ध देवाणं अद्धमग्गहा वाणी' इत्यादिवचनाद् वा प्राक् पूर्वं कृतं प्राक्कृतम्, बालमहिलादिसकलभाषानिबन्धनभूतं वंचनमुच्यते मेघनिर्मुक्तजलमिवैकस्वरूपं तदेव च देशविशेषात् संस्कारकरणाच्च समासादितविशेष सत् संस्कृताधुत्तरविभेदानाप्नोति । अत एव शास्त्रकृता प्राकृतमादौ निर्दिष्टं तदनु संस्कृतादीनि । पाणिन्यादिव्याकरणोदितशब्दलक्षणेन संस्करणात् સંસ્કૃતમુખ્ય રુદ્રટના કાવ્યાલંકારની નમિસાધુકૃત ટીકા, ૨. ૨૨.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy