SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૮૯ સાથેનો સંબંધ અનિત્ય હોવા છતાં પણ ઇષ્ટ અર્થની અભિવ્યક્તિ કરાવી દે છે તેવી જ રીતે શબ્દ અને અર્થનો સંબંધ પણ અનિત્ય હોવા છતાં પણ અર્થબોધ કરાવી શકે છે. શબ્દ અને અર્થનો આ સંબંધ માતા, પિતા, ગુરુ તથા સમાજ આદિની પરંપરા દ્વારા અનાદિ કાળથી પ્રવાહિત છે અને જંગતની સમસ્ત વ્યવહારવ્યવસ્થાનું મૂળ કારણ બની રહ્યો છે. ઉપર જે આસનાં વચનને શ્રુતપ્રમાણ યા આગમપ્રમાણ કહેલ છે તેનું વ્યાપક લક્ષણ` તો ‘અવંચકત્વ યા અવિસંવાદિત્વ' જ છે, પરંતુ આગમના પ્રકરણમાં તે આમ સર્વજ્ઞ, વીતરાગી અને હિતોપદેશી વિવક્ષિત છે. મનુષ્ય અજ્ઞાન અને રાગદ્વેષના કારણે મિથ્યા ભાષણમાં પ્રવૃત થાય છે. જે વસ્તુનું જ્ઞાન ન હોય યા તો જ્ઞાન હોવા છતાં પણ કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ હોય તો જ અસત્ય બોલવાનો પ્રસંગ આવે છે. તેથી સત્યવક્તા આપ્ત માટે પૂર્ણજ્ઞાની અને વીતરાગી હોવું તો આવશ્યક છે જ પરંતુ સાથોસાથ હિતોપદેશી પણ હોવું જોઈએ. હિતોપદેશની ઇચ્છા વિના જગતના હિતમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. હિતોપદેશિત્વ વિના સિદ્ધ પૂર્ણજ્ઞાની અને વીતરાગી હોવા છતાં પણ આમના વર્ગમાં આવી શકતા નથી, તેઓ આસથી ઉપર છે. હિતોપદેશિત્વની ભાવના હોવા છતાં પણ જો પૂર્ણજ્ઞાન અને વીતરાગતા ન હોય તો અન્યથા ઉપદેશની (અર્થાત્ અહિતકર ઉપદેશની) સંભાવના રહે છે. આ જ નીતિ લૌકિક વાક્યોમાં તદ્વિષયક જ્ઞાન અને તદ્વિષયક અવચકત્વમાં લાગુ પડે છે. શબ્દની અર્થવાચકતા ૩ બૌદ્ધ અર્થને શબ્દનો વાચ્ય માનતા નથી. તેમનું કહેવું છે કે શબ્દો અર્થના પ્રતિપાદક બની શકતા નથી કેમ કે જે શબ્દો અર્થની વિદ્યમાનતામાં તેમનું કથન કરે છે તે જ શબ્દો અતીત-અનાગતરૂપે અવિદ્યમાન પદાર્થોમાં પણ પ્રયુક્ત થાય છે. તેથી શબ્દોનો અર્થની સાથે કોઈ સંબંધ નથી, અન્યથા કોઈ પણ શબ્દ નિરર્થક ન હોઈ શકે. સ્વલક્ષણ અનિર્દેશ્ય છે. અર્થમાં શબ્દ નથી અને ન તો અર્થ શબ્દાત્મક ૧. યો યત્રાવિસંવા: સ તત્રાપ્ત:, તત: શેડનામ: । તત્ત્વપ્રતિપાવનમ્ અવિસંવાદ્દઃ । અષ્ટશતી, અષ્ટસહસ્રી, પૃ. ૨૩૬. २. रागाद् वा द्वेषाद् वा मोहाद् वा वाक्यमुच्यते ह्यनृतम् । યસ્ય તુ નૈતે રોષાસ્તસ્યામૃતાળ નાસ્તિ | આપ્તસ્વરૂપ. ૩. અતીતાજ્ઞાતયોપિ ન = સ્વાવકૃતાર્થતા । વાવ: સ્યાશ્ચિવિત્યુષા નૌદ્ધાર્થવિષયા મતા ।। પ્રમાણવાર્તિક, ૩.૨૦૭.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy