SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૨૫૬ બધા જ સપક્ષોમાં હેતુનું હોવું અનિવાર્ય નથી અને બીજું સપક્ષમાં રહેવા યા ન રહેવાથી હેતુતામાં કોઈ ફરક પડતો નથી. કેવલવ્યતિરેકી હેતુ સપક્ષમાં રહેતો નથી તેમ છતાં પણ તે સહેતુ છે. ‘હેતુનું સાધ્યના અભાવમાં ન જ મળવું' આ અન્યથાનુપપત્તિ અન્ય બધાં રૂપોની વ્યર્થતા સિદ્ધ કરી દે છે. પક્ષધર્મત્વ પણ આવશ્યક નથી કેમ કે અનેક હેતુઓ એવા છે જે પક્ષમાં મળતા નથી અને તેમ છતાં પોતાના અવિનાભાવી સાધ્યનું જ્ઞાન કરાવે છે, જેમ કે ‘રોહિણી નક્ષત્ર એક મુહૂર્ત પછી ઉદય પામશે કેમ કે અત્યારે કૃત્તિકાનો ઉદય છે’. અહીં કૃત્તિકાનો ઉદય અને એક મુહૂર્ત પછી ઉદય પામનાર શકટોદય (રોહિણીનો ઉદય) વચ્ચે અવિનાભાવ છે, તેથી તે અવશ્ય જ થશે, પરંતુ કૃત્તિકાનો ઉદય રોહિણી નામના પક્ષમાં મળતો નથી. તેથી પક્ષધર્મત્વ એવું રૂપ નથી જે હેતુની હેતુતા માટે અનિવાર્ય હોય. કાલ અને આકાશને પક્ષ બનાવીને કૃત્તિકા અને રોહિણીનો સંબંધ બેસાડવો એ તો બુદ્ધિનો અતિપ્રસંગ છે.` તેથી કેવળ નિયમવાળી વિપક્ષવ્યાવૃત્તિ જ હેતુનો આત્મા છે, તેના અભાવમાં હેતુ હેતુ જ રહી શકતો નથી. સપક્ષસત્ત્વ તો એટલા માટે માનવામાં આવે છે કેમ કે હેતુના અવિનાભાવને કોઈ દષ્ટાન્તમાં ગ્રહણ કરવો જોઈએ કે દર્શાવવો જોઈએ. પરંતુ હેતુ બહિર્માપ્તિના (દુષ્ટાન્તમાં સાધ્યસાધનની વ્યાપ્તિના) બળ પર ગમક બનતો નથી. તે તો અન્તર્યાપ્તિથી (પક્ષમાં સાધ્યસાધનની વ્યાપ્તિથી) જ સદ્વેતુ બને છે. જેનો અવિનાભાવ નિશ્ચિત છે તેના સાધ્યમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધા આવી શકતી જ નથી. વળી, સાધ્ય તો બાધિત હોઈ શકતું જ નથી કેમ કે સાધ્યના લક્ષણમાં ‘અબાધિત’ પદ રહેલું જ છે, એટલે જે બાધિત હશે તે સાધ્ય નહિ પણ સાધ્યાભાસ હોઈને અનુમાનને આગળ વધવા જ નહિ દે. આ રીતે જે હેતુનો પોતાના સાધ્ય સાથે સમગ્ર અવિનાભાવ છે તેનો તુલ્યબલશાલી પ્રતિપક્ષી પ્રતિહેતુ સંભવતો જ નથી જેનું વારણ કરવા માટે અસત્પ્રતિપક્ષત્વને હેતુનું સ્વરૂપ માનવું પડે. નિશ્ચિત અવિનાભાવ ન હોવાથી ‘ગર્ભમાં રહેલો મિત્રાનો પુત્ર શ્યામ હશે કેમ કે તે મિત્રાનો પુત્ર છે, જેમ કે મિત્રાના અન્ય શ્યામ પુત્રો' આ અનુમાનમાં ત્રિરૂપતા હોવા છતાં પણ સત્યતા નથી. મિત્રાપુત્રત્વ હેતુ ગર્ભસ્થ પુત્રમાં છે એટલે પક્ષધર્મત્વ રૂપ તો મળી ગયું, સપક્ષભૂત મિત્રાના અન્ય પુત્રોમા છે એટલે સપક્ષસત્ત્વ પણ સિદ્ધ છે, વિપક્ષભૂત ચિત્રાના ૧. જુઓ પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા, ૩.૧ ૨. પ્રમાણસંગ્રહ, પૃ. ૧૦૪
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy