SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જૈનદર્શન અવયવોની અન્ય માન્યતાઓ પરાથનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ એ બે જ અવયવો છે. પરાથનુમાનના અવયવો અંગે પર્યાપ્ત મતભેદ છે. નૈયાયિક પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પાંચ અવયવો માને છે. ન્યાયભાષ્યમાં (૧.૧.૩૨) જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રયોજન અને સંશયભુદાસ આ પાંચ વધારાના અતિરિક્ત અવયવો મળી કુલ દસ અવયવોનું કથન મળે છે. દશવૈકાલિકનિયુક્તિ (ગાથા ૧૩૭)માં પ્રકરણવિભક્તિ, હવિભક્તિ આદિ બીજા જ દસ અવયવોનો ઉલ્લેખ છે. પાંચ અવયવોવાળા વાક્યનો પ્રયોગ આ પ્રકારે થાય છે – “પર્વત અગ્નિવાળો છે, ધૂમવાળો હોવાથી, જે જે ધૂમવાળો હોય છે તે તે અગ્નિવાળો હોય છે, જેમ કે રસોડું, તેવી જ રીતે પર્વત પણ ધૂમવાળો છે, તેથી અગ્નિવાળો છે. સાંખ્ય ઉપનય અને નિગમનના પ્રયોગને આવશ્યક માનતા નથી. મીમાંસકોનો પણ આ જ મત છે. ઉપનય સુધીના ચાર અવયવો માનવાની મીમાંસકોની પરંપરાનો ઉલ્લેખ પણ જૈનગ્રન્થોમાં મળે છે. ન્યાયપ્રવેશમાં (પૃ. ૧-૨) પક્ષ, હેતુ અને દષ્ટાન્ત આ ત્રણનો અવયવરૂપે ઉલ્લેખ મળે છે. પક્ષપ્રયોગની આવશ્યકતા ધર્મકીર્તિએ પક્ષના પ્રયોગને અસાધનાંગવચન કહીને નિગ્રહસ્થાનોમાં સામેલ કર્યો છે. તેમનું કહેવું છે કે પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ આ ત્રણ હતનાં રૂપો છે. અનુમાનના પ્રયોગના માટે આપણે હેતુના આ ઐરૂખનું કથન કરવું જ પર્યાપ્ત છે અને ત્રિરૂપ હેતુ જ સાધ્યની સિદ્ધિ કરવા માટે આવશ્યક છે. “જે સત્ છે તે ક્ષણિક છે, જેમ કે ઘડો, કેમ કે બધા પદાર્થો સત્ છે. આ હેતુનો પ્રયોગ બૌદ્ધના મતે થાય છે. આમાં હેતુની સાથે સાધ્યની વ્યામિ દેખાડીને પછી હેતુની પક્ષધર્મતા (પક્ષમાં રહેવું) બતાવવામાં આવી છે. બીજો પ્રકાર આ પણ છે કે “બધા પદાર્થો સત છે, જે સત છે તે ક્ષણિક છે, જેમ કે ઘડો' આ પ્રયોગમાં પહેલાં પક્ષધર્મત્વ દેખાડીને પછી વ્યાપ્તિ દેખાડવામાં આવી છે. તાત્પર્ય એ કે બૌદ્ધ પોતાના હેતુના પ્રયોગમાં જ દષ્ટાન્ત અને ઉપનયને સામેલ કરી લે છે. તેઓ હેતુ, દષ્ટાન્ત ૧. તિજ્ઞાદે તૂવાદાણોપનીનામનાચવવા: / ન્યાયસૂત્ર, ૧.૧.૩૨. ૨. જુઓ સાંખ્યકારિકા-માઠરવૃત્તિ, પૃ.૫. ૩. પ્રમેયરત્નમાલા, ૩.૩૭. ૪. વાદન્યાય, પૃ. ૬૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy