SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૨૪૨ નૈયાયિકોનું ઉપમાન પણ સાદૅશ્યપ્રત્યભિજ્ઞાન છે આ જ રીતે નૈયાયિક ‘ગાયના જેવો ગવય હોય છે' આ ઉપમાનવાક્યને સાંભળી જંગલમાં જઈ ગવયને જોનાર પુરુષને થતી ‘આ ‘ગવય’શબ્દનું વાચ્ય છે’ એ જાતની સંજ્ઞાસશીસંબંધપ્રતિપત્તિને ઉપમાનપ્રમાણ માને છે. તેમને પણ મીમાંસકોની જેમ વૈલક્ષણ્ય, પ્રાતિયોગિક તથા આપેક્ષિક સંકલનજ્ઞાનોને તથા તન્નિમિત્તક સંજ્ઞાસજ્ઞીસંબંધપ્રતિપત્તિને પૃથક્ પૃથક્ પ્રમાણો માનવા પડશે. તેથી આ બધાં વિભિન્નવિષયક સંકલનજ્ઞાનોને એક પ્રત્યભિજ્ઞાનરૂપે પ્રમાણ માનવામાં લાઘવ અને વ્યવહાર્યતા છે. ર સાદશ્યપ્રત્યભિજ્ઞાનને અનુમાનરૂપે પ્રમાણ કહેવું પણ ઉચિત નથી, કેમ કે અનુમાન કરતી વખતે લિંગનું સાદશ્ય અપેક્ષિત હોય છે. તે સાદશ્યજ્ઞાનને પણ અનુમાન માનતાં તે અનુમાનના લિંગસાર્દશ્યજ્ઞાનના પણ વળી અનુમાનત્વની કલ્પના કરવી પડશે અને આમ અનવસ્થાદોષ આવશે. જો અર્થમાં સાદશ્યવ્યવહારને સદશાકારમૂલક માનવામાં આવે તો સદશાકારોમાં સદેશવ્યવહાર કેવી રીતે થશે ? અન્ય તદ્ગતસદેશાકારથી સદેશવ્યવહારની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા નામનું દૂષણ આવે. તેથી સાદૃશ્યપ્રત્યભિજ્ઞાનને અનુમાન ન માની શકાય. ‘સ પ્રત્યક્ષજ્ઞાન વિશદ હોય છે અને વર્તમાન અર્થને વિષય કરતું હોય છે. एवायम् (આ તે જ છે)’ ઇત્યાદિ પ્રત્યભિજ્ઞાનો તો અતીતનું પણ સંકલન કરે છે, તેથી તેઓ ન તો વિશદ છે કે ન તો પ્રત્યક્ષની સીમામાં આવવા લાયક છે; પરંતુ પ્રમાણ તો અવશ્ય છે, કેમ કે તેઓ અવિસંવાદી છે અને સમ્યજ્ઞાન છે. (૩) તર્ક સ્વરૂપ – વ્યાપ્તિજ્ઞાનને તર્ક કહે છે. સાધ્ય અને સાધનના સાર્વકાલિક, સાર્વદેશિક અને સર્વવ્યક્તિક અવિનાભાવસંબંધને વ્યાપ્તિ કહે છે. અવિનાભાવ એટલે સાધ્ય વિના સાધનનું ન હોવું. સાધનનું સાધ્યના હોતાં જ હોવું, સાધ્યના ૧. સિદ્ધાર્થસાધર્માત્ સાધ્યસાધનમુમાનમ્ । ન્યાયસૂત્ર, ૧.૧.૬ ૨. ૩૫માનું પ્રસિદ્ધાર્થસાધાત્ સાધ્યસાધનમ્ । સંધાંત પ્રમાાં જિ સ્થાત્ સંનિપ્રતિામ્ । લઘીયસ્રય, શ્લોક ૧૯. ૩. ૩૫તમ્માનુપતમ્મનિમિત્તે વ્યાપ્તિજ્ઞાનમૂહઃ । પરીક્ષામુખ, ૩.૧૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy