SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જૈનદર્શન તો નથી કરી શકતા પરંતુ પ્રમાનો વ્યવહાર સ્મૃતિભિન્ન જ્ઞાનમાં કરવા ઇચ્છે છે. ધારણા નામનો અનુભવ પદાર્થને “ઇદમ્ (આ)' આકારે જાણે છે જ્યારે સંસ્કારથી થનારી સ્મૃતિ તે પદાર્થને ‘તત્ (તે) આકારે જાણે છે. તેથી સ્મૃતિને એકાન્તપણે ગૃહીતગ્રાહિણી પણ ન કહી શકાય. પ્રમાણતાના બે જ આધાર છે – અવિસંવાદી હોવું તથા સમારોપનો વ્યવચ્છેદ કરવો. સ્મૃતિની અવિસંવાદિતા સ્વતઃ સિદ્ધ છે. અન્યથા અનુમાનની પ્રવૃત્તિ, શબ્દવ્યવહાર અને જગતનો સઘળો વ્યવહાર નિક્ળ બની જાય. હા, જે જે સ્મૃતિમાં વિસંવાદ હોય તેને અપ્રમાણ યા સ્મૃત્યાભાસ કહેવાનો માર્ગ ખુલ્લો છે. વિસ્મરણ, સંશય અને વિપર્યાસરૂપી સમારોપનું નિરાકરણ સ્મૃતિ દ્વારા થાય છે જ. તેથી આ અવિસંવાદી જ્ઞાનને પરોક્ષ રૂપે પ્રમાણતા આપવી જ પડશે. અનુભવપરતત્ર હોવાના કારણે તેને પરોક્ષ તો કહી શકાય, પરંતુ અપ્રમાણ ન કહી શકાય કેમ કે પ્રમાણતા કે અપ્રામાણતાનોં આધાર અનુભવસ્વાતન્ય યા અનુભવપારતન્ય નથી. અનુભૂત અર્થને વિષય કરવાના કારણે તેને અપ્રમાણ ન કહી શકાય, અન્યથા અનુભૂત અગ્નિને વિષય કરનારું અનુમાન પણ પ્રમાણ નહિ બની શકે. તેથી સ્મૃતિ પ્રમાણ છે કેમ કે તે સ્વવિષયમાં અવિસંવાદિની છે. (૨) પ્રત્યભિજ્ઞાન સ્વરૂપ – વર્તમાનના પ્રત્યક્ષથી અને અતીતના સ્મરણથી ઉત્પન્ન થનારું સંકલનજ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ સંકલન એત્વ, સાદૃશ્ય, વૈસાદ૫, પ્રતિયોગી, આપેશિક આદિ અનેક પ્રકારનું હોય છે. વર્તમાનનું પ્રત્યક્ષ કરીને અતીતનું સ્મરણ થતાં “આ તે જ છે એવા આકારનું જે માનસિક એત્વસંકલનજ્ઞાન થાય છે તે એક–પ્રત્યભિજ્ઞાન છે. તેવી જ રીતે “ગાય સમાન ગવય હોય છે' આ વાક્યને સાંભળીને કોઈ વ્યક્તિ વનમાં જાય છે અને સામે ગાય જેવા પશુને જોઈને તેને પેલા વાક્યનું સ્મરણ થાય છે અને પછી મનમાં નિશ્ચય કરે છે કે આ ગવાય છે. આ પ્રકારનું સાદગ્યવિષયક સંકલનજ્ઞાન સાશ્યપ્રત્યભિજ્ઞાન છે. “ગાયથી વિલક્ષણ ભેંસ હોય છે' આ વાક્યને સાંભળીને જે વાડામાં ગાય અને ભેંસ બન્ને છે ત્યાં જનારો માણસ ગાયથી વિલક્ષણ પશુને જોઈને ઉક્ત વાક્યનું સ્મરણ કરે છે અને નિશ્ચય કરે છે કે આ ભેંસ છે. આ વૈલક્ષણ્યવિષયક સંકલનજ્ઞાન વૈસાદપ્રત્યભિજ્ઞાન છે. તેવી જ રીતે પોતાની १. दर्शनस्मरणकारकं संकलनं प्रत्यभिज्ञानम् । तदेवेदं तत्सदृशं तद्विलक्षणं તત્વતિયોજીત્યાદ્રિ પરીક્ષામુખ, ૩.૫.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy