SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા ૨૩૩ અનુમાનપ્રયોગોમાં “આત્માને જ ધર્મી બનાવામાં આવે છે, તેથી ઉક્ત દોષો આવતા નથી. પ્રશ્ન – સર્વજ્ઞનાં સાધક અને બાધક બન્ને પ્રકારના પ્રમાણો મળતા નથી, તેથી સંશય જ રહેવો જોઈએ, ખરું ને? ઉત્તર - સર્વજ્ઞનાં સાધક પ્રમાણો ઉપર દર્શાવી દીધા છે અને બાધક પ્રમાણોનું નિરાકરણ પણ કરી નાખ્યું છે, તેથી સંશયની વાત પાયા વિનાની છે. ત્રિકાલ અને ત્રિલોકમાં સર્વજ્ઞનો અભાવ છે એમ સર્વજ્ઞ બન્યા વિના કોઈ કહી શકે નહિ. જ્યાં સુધી આપણે ત્રિકાલવર્તી અને ત્રિલોકવર્તી સમસ્ત પુરુષોને અસર્વજ્ઞરૂપે જાણી ન લઈએ ત્યાં સુધી આપણે જગતને સદા સર્વત્ર સર્વજ્ઞશૂન્ય કેવી રીતે કહી શકીએ ? અને જો એવી જાણકારી કોઈને સંભવતી હોય તો તે પોતે જ સર્વજ્ઞ સિદ્ધ થઈ જશે. ભગવાન મહાવીરના સમયમાં તેમની પોતાની પ્રસિદ્ધિ સર્વજ્ઞના રૂપમાં હતી. તેમના શિષ્યો તેમને સૂતાં, જાગતાં, હર હાલતમાં જ્ઞાન-દર્શનવાળા સર્વજ્ઞ કહેતા હતા. પાલી પિટકોમાં તેમની સર્વજ્ઞતાની પરીક્ષાનાં એક બે પ્રકરણ છે જેમનામાં સર્વજ્ઞતાનો એક રીતે ઉપહાસ કરવામાં આવ્યો છે. ન્યાયબિન્દુ નામના ગ્રન્થમાં ધર્મકીર્તિએ દષ્ટાન્તાભાસોના ઉદાહરણમાં ઋષભ અને વર્ધમાનની સર્વજ્ઞતાનો ઉલ્લેખ કર્યો છે. આ રીતે પ્રસિદ્ધિ અને યુક્તિ બન્ને ક્ષેત્રોમાં બૌદ્ધ ગ્રન્થો વર્ધમાનની સર્વજ્ઞતાના એક રીતે વિરોધી જ રહ્યા છે. એનું કારણ એ લાગે છે કે બુદ્ધ પોતાને કેવળ ચાર આર્યસત્યોના જ્ઞાતા જ બતાવતા હતા, એટલું જ નહિ પણ બુદ્ધ પોતે પોતાને સર્વજ્ઞ કહેવાનો ઇનકાર કર્યો હતો. તે પોતાને કેવળ ધર્મજ્ઞ યા માર્ગશ માનતા હતા અને એટલા માટે તેમણે આત્મા, મરણોત્તર જીવન અને લોકની સાન્તતા અને અનન્તતા આદિ વિશેના પ્રશ્નોને અવ્યાકૃત અર્થાત્ કથન કરવા માટે યા ઉત્તર દેવા માટે અયોગ્ય ગણાવ્યા હતા. તેમણે આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોમાં મૌન જ ધારણ કર્યું, જ્યારે મહાવીરે આ બધા પ્રશ્નોના ઉત્તરો અનેકાન્તદષ્ટિએ આપ્યા અને શિષ્યોની જિજ્ઞાસાનું સમાધાન કર્યું. તાત્પર્ય એ કે બુદ્ધ કેવળ ધર્મજ્ઞ હતા અને મહાવીર સર્વજ્ઞ. આ જ કારણે બૌદ્ધ ગ્રન્થોમાં મુખ્ય સર્વજ્ઞતા સિદ્ધ કરવા માટેના જોરદાર પ્રયત્નો દેખાતા નથી જ્યારે જૈન ગ્રન્થોમાં પ્રારંભથી જ મુખ્ય સર્વજ્ઞતાનું પ્રબળ સમર્થન મળે છે. આત્માનો १. यः सर्वज्ञः आप्तो वा स ज्योतिर्ज्ञानादिकमुपदिष्टवान् । तद्यथा ऋषभवर्धमानादिरिति । તત્રસર્વજ્ઞતાનાતોઃ સાધ્યર્મિયોઃ સન્દ્રિો વ્યતિ: | ન્યાયબિન્દુ, ૩.૧૩૧.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy