SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. સાતમા પ્રકરણ “સાત તત્ત્વોનું નિરૂપણ'માં મુમુક્ષુઓએ જે સાત તત્ત્વોને અવશ્ય જાણવા જોઈએ તે સાત તત્ત્વો જીવ, અજીવ, આસ્રવ, બન્ય, સંવર, નિર્જરા અને મોક્ષનું વિસ્તૃત વિવેચન છે. બૌદ્ધોનાં ચાર આર્યસત્યોની તુલના, નિર્વાણ અને મોક્ષનો ભેદ, નિરામ્યવાદની મીમાંસા, આત્માની અનાદિ બદ્ધતા આદિ વિષયોની ચર્ચા પણ પ્રસંગતઃ કરવામાં આવી છે. શેષ અજીવ આદિ તત્ત્વોનું વિશદ વિવેચન તુલનાત્મક પદ્ધતિએ કર્યું છે. ૮. આઠમા પ્રકરણ “પ્રમાણમીમાંસામાં પ્રમાણનાં સ્વરૂપ, ભેદ, વિષય અને ફળ આ ચારેય મુદ્દાઓ ઉપર ખૂબ વિસ્તારથી પરપક્ષની મીમાંસા કરીને વિવેચન કરવામાં આવ્યું છે. પ્રમાણાભાસ, સંખ્યાભાસ, વિષયાભાસ અને ફલાભાસ શીર્ષકો નીચે સાંખ્ય, વેદાન્ત, શબ્દાદ્વૈત, ક્ષણિકવાદ આદિની મીમાંસા કરવામાં આવી છે. આગમના પ્રકરણમાં વેદના અપૌરુષેયત્વનો વિચાર, શબ્દની અર્થવાચકતા, આગમવાદ તથા હેતુવાદનું ક્ષેત્ર આદિ પ્રમુખ વિષયો ચર્ચિત છે. મુખ્ય પ્રત્યક્ષના નિરૂપણમાં સર્વશસિદ્ધિ અને સર્વજ્ઞતાના ઈતિહાસનું નિરૂપણ છે. અનુમાનના પ્રકરણમાં જય-પરાજયવ્યવસ્થા અને પત્રવાક્ય આદિનું વિશદ વિવેચન છે. વિપર્યયજ્ઞાનના પ્રકરણમાં અખ્યાતિ, અસખ્યાતિ આદિની મીમાંસા કરીને વિપરીતખ્યાતિની સ્થાપના કરવામાં આવી છે. ૯. નવમાં પ્રકરણ “નયવિચારમાં નયોનું સ્વરૂપ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદ, સાતે નયોનું અને તદાભાસોનું વિવેચન, નિક્ષેપપ્રક્રિયા અને નિશ્ચય-વ્યવહાર નય આદિનો ખુલાસો કરવામાં આવ્યો છે. ૧૦. દસમા પ્રકરણ “સ્યાદ્વાદ અને સપ્તભંગી'માં સ્યાદ્વાદની નિયુક્તિ, આવશ્યકતા, ઉપયોગિતા અને સ્વરૂપ દર્શાવીને “સ્યાદ્વાદ'ના સંબંધમાં મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન, સર રાધાકૃષ્ણનું, પ્રો. બલદેવજી ઉપાધ્યાય, ડો. દેવરાજજી, શ્રી હનુમન્તરાવજી આદિ આધુનિક દર્શનલેખકોના મતોની આલોચના કરીને સ્યાદ્વાદના સંબંધમાં પ્રાચીન આચાર્ય ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, કર્ણકગોમિ, શાન્તરક્ષિત, અર્ચટ આદિ બૌદ્ધ દાર્શનિક, શંકરાચાર્ય, ભાસ્કરાચાર્ય, શ્રીકંઠાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિમ્બાર્કચાર્ય, ૨૪
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy