SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ રસાયન છે કે જો તેનો ઉચિત રૂપમાં અને ઉચિત માત્રામાં ઉપયોગ કરવામાં ન આવે તો તે સમાજશરીરને સડાવી નાખે અને તેને વિસ્ફોટની પાસે પહોંચાડી દે. જૈન તીર્થંકરોએ મનુષ્યની અહંકારમૂલક પ્રવૃત્તિ અને તેના સ્વાર્થી વાસનામય માનસનું સ્પષ્ટ દર્શન કરીને તે તત્ત્વોની તરફ શરૂઆતથી જ તેનું ધ્યાન ખેંચ્યું છે, જેથી તેની દૃષ્ટિની એકગિતા દૂર થઈ જાય અને તેમાં અનેકાંગિતા આવે તથા તેની તે દૃષ્ટિ પોતાની જેમ સામી વ્યક્તિની દૃષ્ટિનું પણ સન્માન કરવાનું શીખે, તેના પ્રતિ સહિષ્ણુ બને, પોતાની જેમ તેને પણ જીવિત રહેવાની અને પરમાર્થ હોવાની અધિકારિણી માને. દૃષ્ટિમાં આ આત્મૌપમ્યભાવ આવી જવાથી તેની ભાષા બદલાઈ જાય છે, તેનામાંથી સ્વમતનો દુર્કાન્ત અભિનિવેશ દૂર થઈ જાય છે અને તેના સ્થાને સમન્વયશીલતા આવી જાય છે. તેની ભાષામાં પરનો તિરસ્કાર નથી હોતો પણ પરના અભિપ્રાય, વિવક્ષા અને અપેક્ષાદૃષ્ટિને સમજવાની સરળ વૃત્તિ હોય છે. અને આમ ભાષામાંથી આગ્રહનું એટલે કે એકાન્તનું વિષ દૂર થતાં જ તેની સ્યાદ્વાદામૃતગર્ભિણી વાસુધાથી ચારે તરફ સંવાદ, સુખ અને શાન્તિની સુષમા ફેલાવા લાગે છે, બધી બાજુ સંવાદ જ સંવાદ હોય છે, વિસંવાદ, વિવાદ અને કલહકંટક ઉન્મૂલ થઈ જાય છે. આ મનઃશુદ્ધિ અર્થાત્ અનેકાન્તદૃષ્ટિ અને વચનશુદ્ધિ અર્થાત્ સ્યાદ્વાદમય વાણી હોતાં જ તેનો જીવનવ્યવહારનો નકશો જ બદલાઈ જાય છે, તેનું કોઈ પણ આચરણ યા વ્યવહાર એવો નથી હોતો કે જેથી બીજાના સ્વાતન્ત્યને આંચ આવે. તાત્પર્ય એ કે તે એવા મહાત્મત્વની તરફ ચાલવા લાગે છે જયાં મન, વચન અને કર્મની એકસૂત્રતા હોવાથી સ્વસ્થ વ્યક્તિત્વનું નિર્માણ થવા લાગે છે. આવી સ્વસ્થ સ્વોદયી વ્યક્તિઓથી જ વસ્તુતઃ સર્વોદયી નવસમાજનું નિર્માણ થઈ શકે છે અને ત્યારે જ વિશ્વશાન્તિની સ્થાયી ભૂમિકા રચાય છે. ભગવાન મહાવીર તીર્થંકર હતા, દર્શનકર ન હતા. તેઓ તે તીર્થને અર્થાત્ તરવાના ઉપાયને દર્શાવવા ઇચ્છતા હતા જેના વડે વ્યક્તિ નિરાકુળ અને સ્વસ્થ १. मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम् । ૨૧
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy