SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સાત તત્ત્વોનું નિરૂપણ ૧૯૩ – દોષ છે અને સ્વાભિમાન ગુણ છે. અહંકારમાં બીજાનો તિરસ્કાર છુપાયેલો છે અને સ્વાભિમાનમાં બીજાનું સમ્માન રહેલું છે. ઉત્તમ આર્જવ ઋજુતા, સરલતા, માયાચારનો ત્યાગ. મન, વચન અને કાયાની કુટિલતાને છોડવી. જે મનમાં હોય તે જ વચનમાં આવે અને તદનુસાર જ કાયાની પ્રવૃત્તિ થાય, જીવનવ્યવહારમાં એકરૂપતા હોય. સરલતા ગુણ છે અને ભોટપણું દોષ છે. ઉત્તમ શૌચ - શુચિતા, પવિત્રતા, નિર્લોભવૃત્તિ, પ્રલોભનમાં ન ફસાવું. લોભકષાયનો ત્યાગ કરી મનમાં પવિત્રતા ધારણ કરવી. શૌચ ગુણ છે પરંતુ બાહ્ય અસ્પૃશ્યતા, છૂતાછૂતપણું અને ચોકાપંથ આદિના કારણે છૂ છૂ કરીને બીજાઓની ઘૃણા કરવી એ દોષ છે. ઉત્તમ સત્ય - પ્રામાણિકતા, વિશ્વાસપરિપાલન, તથ્ય અને સ્પષ્ટ ભાષણ. સાચું બોલવું ધર્મ છે પરંતુ પરનિન્દાના આશયથી બીજાના દોષોનો ઢંઢેરો પીટવો એ દોષ છે. બીજાને બાધા પહોંચાડનારું સત્ય પણ ક્યારેક દોષ બની શકે છે. ઉત્તમ સંયમ ઇન્દ્રિયવિજય અને પ્રાણીરક્ષા. પાંચે ઇન્દ્રિયોની વિષયપ્રવૃત્તિ પર અંકુશ રાખવો, તેમની નિરર્બલ પ્રવૃત્તિને રોકવી, ઇન્દ્રિયોને વશમાં રાખવી. પ્રાણીઓની રક્ષાનું ધ્યાન રાખીને ખાન, પાન અને જીવનવ્યવહારને અહિંસાની ભૂમિકા પર ચલાવવો. સંયમ ગુણ છે પણ ભાવશૂન્ય બાહ્ય ક્રિયાકાંડનો અત્યધિક આગ્રહ દોષ છે. ઉત્તમ તપ - ઇચ્છાનિરોધ; મનની આશાઓ અને તૃષ્ણાઓને રોકીને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ (સેવા), સ્વાધ્યાય અને વ્યુત્સર્ગ(પરિગ્રહત્યાગ)ની તરફ ચિત્તવૃત્તિને વાળવી અને ધ્યાન કરવું એ પણ તપ છે. ઉપવાસ, એકાશન, રસત્યાગ, એકાન્તવાસ, મૌન, કાયક્લેશ, શરીરને સુકુમાર ન થવા દેવું આદિ બાહ્ય તપ છે. ઇચ્છાનિવૃત્તિ કરી અકિંચન બનવારૂપ તપ ગુણ છે અને માત્ર કાયક્લેશ કરવો, પંચાગ્નિ તપવા, હઠયોગની કઠિન ક્રિયાઓ કરવી આદિ બાલતપ છે. ઉત્તમ ત્યાગ દાન દેવું, ત્યાગની ભૂમિકા પર આવવું. શક્તિ પ્રમાણે ભૂખ્યાને ભોજન, રોગીને ઔષધિ, અજ્ઞાનનિવૃત્તિ માટે જ્ઞાનનાં સાધનો આપવા અને પ્રાણીમાત્રને અભયદાને આપવું. દેશ અને સમાજના નિર્માણ માટે તન, ધન આદિનો ત્યાગ. લાભ, પૂજા અને ખ્યાતિ આદિના ઉદ્દેશ્યથી કરવામાં આવતો ત્યાગ યા દાન ઉત્તમ ત્યાગ નથી. ઉત્તમ આકિંચન્ય – અકિંચનભાવ, બાહ્ય પદાર્થોમાં મમત્વનો ત્યાગ. ધન, ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહ તથા શરીરમાં આ મારું નથી, આત્માનું ધન તો તેના ચૈતન્ય આદિ ગુણો છે, ‘‘નાસ્તિ મે વિશ્વન’ - કંઈ મારું નથી, આદિ ભાવનાઓ આકિંચન્ય છે. ભૌતિકતાથી વિમુખ થઈ વિશુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિ પ્રાપ્ત કરવી એનો પણ આચિન્યમાં સમાવેશ છે. ઉત્તમ બ્રહ્મચર્ય - બ્રહ્મ અર્થાત્ આત્મસ્વરૂપમાં વિચરણ કરવું. સ્રીસુખથી વિરક્ત બની સમસ્ત શારીરિક, માનસિક અને આધ્યાત્મિક –
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy