SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાત તત્ત્વોનું નિરૂપણ ૧૬૫ તીર મારનારની પણ શોધ કરવામાં આવે છે અને ઘાનું ઊંડાણ વગેરે પણ જોવામાં આવે છે. તેથી એ જાણવું અને સમજવું મુમુક્ષુના માટે નિતાન્ત આવશ્યક છે કે આખરે મોક્ષ છે શી વસ્તુ જેની પ્રાપ્તિ માટે હું પ્રાપ્ત સુખનો પરિત્યાગ કરીને સ્વેચ્છાએ સાધનાનાં કષ્ટો સહન કરવા તૈયાર થાઉં? પોતાના સ્વાતન્યસ્વરૂપનું ભાન કર્યા વિના અને તેના સુખદ રૂપની ઝાંખી કર્યા વિના કેવળ પરતત્રતા તોડવા ખાતર તે ઉત્સાહ અને સન્નતા પેદા થઈ શકતાં નથી, જેના બળે મુમુક્ષુ તપસ્યા અને સાધનાના ઘોર કષ્ટોને સ્વેચ્છાએ સહન કરે છે. તેથી તે આધારભૂત આત્માના મૂળ સ્વરૂપનું જ્ઞાન મુમુક્ષુને સૌપ્રથમ હોવું જ જોઈએ કે જે બંધાયેલો છે અને જેને છૂટવું છે. તેથી ભગવાન મહાવીરે બન્ધ (દુઃખ), આસ્રવ (દુઃખનાં કારણો), મોક્ષ (નિરોધ), સંવર અને નિર્જરા (નિરોધનો માર્ગ) આ પાંચ તત્ત્વોની સાથે સાથે જ જીવતત્ત્વનું જ્ઞાન કરવું પણ આવશ્યક ગયું છે, જે જીવને આ સંસાર થાય છે અને જે બંધનો કાપીને મોક્ષ પામવા ઇચ્છે છે. બંધ બે વસ્તુઓનો થાય છે. તેથી જે અજીવના સંપર્કથી જીવની વિભાવપરિણતિ થઈ રહી છે અને જે અજીવમાં રાગ-દ્વેષ કરવાના કારણે વિભાવપરિણતિની ધારા ચાલી રહી છે અને જે કર્મપુદ્ગલોથી બદ્ધ હોવાના કારણે આ જીવ પોતાના સ્વરૂપથી શ્રુત છે તે અજીવતત્ત્વનું જ્ઞાન પણ આવશ્યક છે. તાત્પર્ય એ કે જીવ, અજીવ, આમ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વો મુમુક્ષુ માટે સૌપ્રથમ જ્ઞાતવ્ય છે. તત્ત્વોનાં બે રૂપો આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ તત્ત્વો બે બે પ્રકારનાં હોય છે. એક દ્રવ્યરૂપ અને બીજું ભાવરૂપ. જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ આત્મપરિણામોથી કર્મપુદ્ગલોનું આગમન થાય છે તે ભાવો ભાવાગ્નવ કહેવાય છે અને પુદ્ગલોમાં કર્મપણાનું આવવું એ દ્રવ્યાખ્રવ છે. અર્થાત્ ભાવાગ્નવ જીવગત પર્યાય છે અને દ્રવ્યાખ્રવ પુદ્ગલગત પર્યાય છે. જે કષાયોથી કર્મો બંધાય છે તે અવગત કષાયાદિ ભાવ ભાવબંધ છે અને પુલકર્મનો આત્મા સાથે સંબંધ થઈ જવો એ દ્રવ્યબંધ છે. ભાવબંધ જીવરૂપ છે અને દ્રવ્યબંધ પુદ્ગલરૂપ છે. જે ક્ષમા આદિ ધર્મ, સમિતિ, ગુમિ અને ચારિત્રોથી નવાં કર્મોનું આવવાનું અટકી જાય છે તે ભાવો ભાવસંવર છે અને કર્મોનું આવવું અટકી જવું એ દ્રવ્યસંવર છે. તેવી જ રીતે પૂર્વસંચિત કર્મોનું નિર્જરણ (ખરી પડવું) જે તપ આદિ ભાવોથી થાય છે તે
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy