SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જૈનદર્શન જાય છે.૧ અથવા હૃદયપ્રદેશમાં અષ્ટદલકમલના આકારનું દ્રવ્યમન હોય છે જે હિતાહિતના વિચારમાં આત્માનું ઉપકરણ બને છે. વિચારશક્તિ આત્માની છે. તેથી ભાવમન આત્મરૂપ જ હોય છે. જેમ ભાવેન્દ્રિયો આત્માની જ વિશેષ શક્તિઓ છે તેમ ભાવમન પણ નોઈન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રકટતી આત્માની એક વિશેષ શક્તિ છે, સ્વતન્ત્ર દ્રવ્ય નથી. 3 બૌદ્ધ પરંપરામાં હૃદયવસ્તુને એક પૃથક્ ધાતુ માન્યો છે જે દ્રવ્યમનસ્થાનીય ગણી શકાય. અભિધર્મકોશમાં છ જ્ઞાનોના સમનન્તરકારણભૂત પૂર્વજ્ઞાનને મન કહ્યું છે. આ ભાવમનનું સ્થાન લઈ શકે છે કેમ કે તે ચેતનાત્મક છે. ઇન્દ્રિયો મનની સહાયતા વિના પોતાના વિષયોનું જ્ઞાન કરી શકતી નથી પરંતુ મન એકલું જ ગુણદોષવિચાર આદિ વ્યાપાર કરી શકે છે. મનનો કોઈ નિશ્ચિત વિષય નથી. એટલે તે સર્વવિષયક છે. ગુણ આદિ સ્વતન્ત્ર પદાર્થો નથી વૈશેષિકે દ્રવ્ય ઉપરાંત ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ છ પદાર્થો વધુમાં માન્યા છે. વૈશેષિકની માન્યતા પ્રતીતિના આધારે ચાલે છે. કેમ કે ‘ગુણ ગુણ’ એ જાતની પ્રતીતિ થાય છે એટલે ગુણ એક પદાર્થ હોવો જોઈએ. ‘કર્મ-કર્મ’ એ પ્રતીતિના આધારે કર્મ એક સ્વતન્ત્ર પદાર્થ મનાયો છે. અનુગતાકાર પ્રતીતિના કારણે પર અને અપર રૂપે અનેક પ્રકારનાં સામાન્ય મનાયાં છે. અપૃથસિદ્ધ પદાર્થોનો સંબંધ સ્થાપવા માટે સમવાય નામના પદાર્થની આવશ્યકતા પડી. નિત્ય પરમાણુઓમાં, શુદ્ધ આત્માઓમાં, તથા મુક્ત આત્માઓએ છોડી દીધેલા મનોમાં પરસ્પર વિલક્ષણતાનો બોધ કરાવવા માટે પ્રત્યેક નિત્ય દ્રવ્યમાં એક એક વિશેષ પદાર્થ માનવામાં આવ્યો છે. કોર્યોત્પત્તિની પહેલા કાર્યરૂપ વસ્તુના ૧. द्रव्यमनश्च ज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमलाभप्रत्ययाः गुणदोषविचारस्मरणादिप्रणिधानाभिमुखस्यात्मनोऽनुग्राहकाः पुद्गलाः वीर्यविशेषावर्जनसमर्थाः मनस्त्वेन परिणता इति कृत्वा पौद्गलिकम्... मनस्त्वेन हि परिणताः पुद्गलाः गुणदोषविचारસ્માવિવાર્ય ત્વા તવનન્તરસમય વ્રુ મનસ્ત્યાત્ પ્રજ્ઞવન્તે । તત્ત્વાર્થરાજવાર્તિક, ૫.૧૯. ૨. તામ્રપર્નીયા અપિ યવસ્તુ મનોવિજ્ઞાનધાતોરાશ્રયં પયન્તિ। સ્ફુટાર્થા અભિધર્મકોશવ્યાખ્યા, પૃ.૪૯. ૩. વામનન્તરાતીત વિજ્ઞાન દ્ઘિ તન્મનઃ । અભિધર્મકોશ, ૧.૧૭.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy