SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈનદર્શન દ્રવ્યો હોઈ શકે જ નહિ. તેથી આજના વિજ્ઞાનને પોતાના પ્રયોગોથી તે એકજાતિક અણુવાદ પર આવવું પડ્યું છે. પ્રકાશ અને ગરમી પણ કેવળ શક્તિઓ નથી જો કે વિજ્ઞાન પ્રકાશ, ગરમી અને શબ્દને હજુ સુધી કેવલ શક્તિ (energy) માને છે. પરંતુ તે શક્તિ નિરાધાર ન હોતાં કોઈ ને કોઈ નક્કર આધારમાં રહેનારી જ સિદ્ધ થશે કેમ કે શક્તિ યા ગુણ નિરાશ્રય નથી રહી શક્તા. તેમને કોઈ ને કોઈ મૌલિક દ્રવ્યરૂપ આશ્રમમાં રહેવું જ પડશે. આ શક્તિઓ જે માધ્યમોથી ગતિ કરે છે તે માધ્યમોને સ્વયં તે રૂપે પરિણત કરાવતી જ જાય છે. તેથી પ્રશ્ન મનમાં ઊઠે છે કે જેને આપણે શક્તિની ગતિ કહીએ છીએ તે આકાશમાં નિરન્તર પ્રચિત પરમાણુઓમાં અવિરામ ગતિથી ઉત્પન્ન થનારી શક્તિપરંપરા જ શું નથી? અમે પહેલાં દર્શાવી ગયા છીએ કે શબ્દ, ગરમી અને પ્રકાશ કોઈ નિશ્ચિત દિશામાં ગતિ પણ કરી શકે છે અને સમીપના વાતાવરણને શબ્દાયમાન, પ્રકાશમાન અને ગરમ પણ કરી દે છે. એમ તો જ્યારે પ્રત્યેક પરમાણુ ગતિશીલ છે અને ઉત્પાદ-વ્યય સ્વભાવના કારણે પ્રતિક્ષણ નૂતન પર્યાયોને ધારણ કરી રહ્યો છે ત્યારે શબ્દ, પ્રકાશ અને ગરમીને આ પરમાણુઓના પર્યાયો માનવામાં જ વસ્તુસ્વરૂપનું સંરક્ષણ રહી શકે છે. જૈન ગ્રન્થોમાં પુદ્ગલ દ્રવ્યોની જે કર્મવર્ગણા, નોકર્મવર્ગણા, આહારવર્ગણા, ભાષાવર્ગણા આદિ રૂપે ૨૩ પ્રકારની વર્ગણાઓનું વર્ણન મળે છે તે સ્વતંત્ર દ્રવ્ય નથી. એક જ પુદ્ગલજાતીય સ્કન્ધોમાં આ વિભિન્ન પ્રકારનાં પરિણમનો વિભિન્ન કારણ સામગ્રી અનુસાર વિભિન્ન પરિસ્થિતિઓમાં થઈ જાય છે. એ વાત નથી કે જે પરમાણુઓ એક વાર કર્મવર્ગણારૂપ બન્યા છે તેઓ સદા કર્મવર્ગણારૂપ જ રહેશે, અન્ય રૂપ નહિ થાય, યા અન્ય પરમાણુઓ કર્મવર્ગણારૂપ નહિ થઈ શકે. આ ભેદો તો વિભિન્ન સ્કન્ધાવસ્થામાં વિકસિત શક્તિભેદના કારણે છે. પ્રત્યેક દ્રવ્યમાં પોતપોતાની દ્રવ્યગત મૂલ યોગ્યતાઓ અનુસાર, જેવી જેવી કારણ સામગ્રી એકઠી થઈ જાય છે તેવું તેવું પ્રત્યેક પરિણમન સંભવે છે. જે પરમાણુઓ શરીરાવસ્થામાં નોકર્મવર્ગણા બનીને સામેલ થયા હતા તે જ પરમાણુઓ મૃત્યુ પછી શરીર બળીને ભસ્મ થઈ જતાં અન્ય વિભિન્ન અવસ્થાઓને પામે છે. એકજાતીય દ્રવ્યોમાં કોઈ પણ દ્રવ્યક્તિના પરિણમનો ઉપર બંધન લગાવી શકાતું નથી. એ સાચું કે કેટલાંક પરિણમનો અમુક સ્થલપર્યાયને પ્રાપ્ત પુદ્ગલોથી સાક્ષાત્ થઈ શકે છે, અન્યથી નહિ. ઉદાહરણાર્થ, માટી અવસ્થાને પ્રાપ્ત યુગલ ૧. જુઓ ગોમ્મદસાર, જીવકાર્ડ, ગાથા ૫૯૩-૫૯૪.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy