SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ૧૨૬ અસફલ યા અર્ધસફલ હોવામાં કારણભૂત છે. પુરુષની બુદ્ધિમત્તા અને પુરુષાર્થ એ જ છે કે તે સદ્ભાવપૂર્ણ અને પ્રશસ્ત વાતાવરણનું નિર્માણ કરે. એના કારણે તે જેમના સંપર્કમાં આવે છે તેમની સદ્ગુદ્ધિ અને હૃદયની સદ્ભાવનાને પોતાની તરફ ખેંચી લે છે, જેનું પરિણામ એ આવે છે કે તેની લૌકિક કાર્યોની સિદ્ધિમાં તેને અનુકૂળતા મળે છે. એક વ્યક્તિના સદાચરણ અને સદ્વિચારની સુગંધ જ્યારે ચારે તરફ ફેલાય છે ત્યારે તે જ્યાં જાય છે ત્યાં આદર પામે છે, તેને સન્માન મળે છે અને એવું વાતાવરણ ખડું થાય છે કે જેનાથી તેને અનુકૂળતા જ અનુકૂળતા થતી જાય છે. આ વાતાવરણથી જે બાહ્ય વિભૂતિ યા અન્ય સામગ્રીનો લાભ થયો છે તેમાં જો કે પરંપરાથી વ્યક્તિના પુરાણા સંસ્કારોએ કામ કર્યું છે પરંતુ તે સંસ્કારોએ તે પદાર્થોને સાક્ષાત્ ખેચ્યા નથી. હા, તે પદાર્થોને એકઠા થવામાં અને એકઠા કરવામાં પુરાણા સંસ્કારો અને તેમના પ્રતિનિધિ પુદ્ગલદ્રવ્યોના વિપાકે વાતાવરણ અવશ્ય બનાવ્યું છે. તેનાથી તે તે પદાર્થોનો સંયોગ અને વિયોગ થતો રહે છે. એ તો બલાબલની વાત છે. મનુષ્ય પોતાની ક્રિયાઓથી જેટલા ઊંડા યા મન્દ સંસ્કાર અને પ્રભાવ વાતાવરણ પર અને પોતાના આત્મા ઉપર પાડે છે તેના તારતમ્યથી મનુષ્યના ઇષ્ટાનિષ્ટનુ ચક્ર ચાલે છે. આપણી સમજમાં તત્કાલ કોઈ કાર્યનો કાર્યકારણભાવ બરાબર સમજમાં ન પણ આવે પરંતુ કોઈ પણ કાર્ય અકારણ હોઈ શકતું નથી એ એક અટલ સિદ્ધાન્ત છે. તેવી જ રીતે જીવન અને મરણના ક્રમમાં પણ કેટલાંક આપણા પુરાણા સંસ્કાર અને કેટલીક સંસ્કારપ્રેરિત પ્રવૃત્તિઓ તથા ઇહલોકનો જીવનવ્યાપાર બધું મળીને કારણ બને છે. નૂતન શરીર ધારણ કરવાની પ્રક્રિયા જ્યારે કોઈ પણ પ્રાણી પોતાના પૂર્વશરીરને છોડે છે ત્યારે તેના જીવનભરના વિચારો, વચનવ્યવહારો અને શરીરની ક્રિયાઓથી જે જે પ્રકારના સંસ્કારો આત્મા પર અને આત્મા સાથે ચિરસંયુક્ત કાર્પણશરીર પર પડ્યા છે, અર્થાત્ કાર્યણશરીરની સાથે તે સંસ્કારોના પ્રતિનિધિભૂત પુદ્ગલદ્રવ્યોનો જે પ્રકારના રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આદિ પરિણમનોથી યુક્ત બનીને સબંધ થયો છે, કંઈક એવા જ પ્રકારના અનુકૂળ પરિણમનવાળી પરિસ્થિતિમાં આ આત્મા નૂતન જન્મ ગ્રહણ કરવાનો અવસર ખોળી લે છે અને તે પુરાણું શરીર નષ્ટ થતાં જ પોતાના સૂક્ષ્મ કાર્યણ શ૨ી૨ની સાથે તે સ્થાન સુધી પહોંચી જાય છે. આ ક્રિયામાં પ્રાણીના શરીર છોડતી વખતના ભાવો અને પ્રેરણાઓ ઘણું બધું કામ કરે છે. એટલા માટે જૈન પરંપરામાં સમાધિમરણ ` જાવનની અન્તિમ પરીક્ષાનો સમય કહ્યો છે, કેમ કે એક
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy