SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન હસ્તપ્રતો ઉપરથી અપ્રકાશિત રહેલી બહુ જ મહત્ત્વની કૃતિઓનાં કર્યા છે. વળી, તેમણે હરિભદ્રસૂરિના પદર્શનસમુચ્ચય સહિત તેના પરની ગુણરત્નસૂરિની તર્કરહસ્યદીપિકા નામની વિશાલકાય સંસ્કૃત ટીકાનો વિશદ હિંદી અનુવાદ પણ કર્યો છે. તે અનુવાદ થોકબંધ તુલનાત્મક ટિપ્પણોથી સમૃદ્ધ છે. તેની પ્રસ્તાવના અર્થગંભીર, પ્રાસાદિક અને તુલનાત્મક છે, જે તેમના મિત્ર પંડિત દલસુખભાઈ માલવણિયાએ લખી છે. આવા સૂક્ષેલિકાસંપન્ન, તાર્કિક અને વિચારક દાર્શનિક વિદ્વાન ડૉ. મહેન્દ્રકુમારે રચેલો પ્રસ્તુત ગ્રન્થ જૈન તત્ત્વજ્ઞાનનો એક ઉત્કૃષ્ટ ગ્રન્થ છે. તે બાર પ્રકરણોમાં વિભક્ત છે. તેમાં “દર્શન’ શબ્દનો અર્થ, દર્શનનો ઉદ્દભવ, પ્રમુખ બે વિચારધારા, જૈન દર્શનની પૃષ્ઠભૂમિ, ભારતીય દર્શનને જૈન દર્શનનું પ્રદાન, પરિણમન અને તેનું કારણ, પદાર્થનું સ્વરૂપ, પદ્રવ્ય, સાત તત્ત્વ, પ્રમાણમીમાંસા, નય, સાદ્વાદ, સપ્તભંગી, જૈન દર્શન અને વિશ્વશાન્તિ, અને જૈન દાર્શનિક સાહિત્યનું નિરૂપણ કરવામાં આવેલ છે. આમ અહીં જૈન દર્શનના સર્વ સિદ્ધાન્તોનો સાંગોપાંગ ઊહાપોહ કરવામાં આવ્યો છે અને જૈન દર્શનના સિદ્ધાન્તોના ખંડનમાં જે કંઈ ટીકાઓ કરવામાં આવી છે તેમની સાધાર તર્કબદ્ધ મીમાંસા પણ કરવામાં આવી છે. પ્રસ્તુત ગ્રન્થમાં વ્યાપક અને તુલનાત્મક દષ્ટિએ તેમ જ અન્ય દર્શનોના સિદ્ધાન્તોના સંદર્ભમાં જૈન દર્શનનું સાચું સ્વરૂપ વિશદ રીતે પ્રકટ કરવામાં આવ્યું છે. આ ગ્રન્થ તૈયાર કરવામાં પૂજયપાદ આચાર્યદેવ શ્રી . વિજયસોમચન્દ્રસૂરિજીની પ્રેરણાએ મને પ્રોત્સાહિત કર્યો છે. તેમણે તેના પ્રકાશનમાં ઊંડો રસ લીધો છે અને જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ તરફથી તેનું પ્રકાશન થાય એ માટે પૂરી વ્યવસ્થા તેમણે કરી આપી છે, તે બદલ હું તેમના પ્રતિ મારી આભારની લાગણી વ્યક્ત કરું છું. આ ગ્રન્થના મુદ્રણનું કામ શરૂ થયું અને થોડા જ વખતમાં પ્રકાશનનું સઘળું વહીવટી કામ સંભાળતા પ્રસ્તુત ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનું અવસાન થયું. વહીવટી દક્ષતા, સરળતા અને શ્રુતભક્તિથી તેમણે જૈન સાહિત્યના ગ્રન્થોના લેખનકાર્યમાં અમને તેમને અને ડૉ. રમણીકભાઈ મ. શાહને) ઘણી સહાય કરી છે. અને તેમના સ્નેહ ૧ ૨
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy