SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ લોકવ્યવસ્થા પ્રતિષેધનો પ્રતિષેધ છે. બે કે વધુ, એકબીજાથી ગુણ અને સ્વભાવમાં વિરોધી વસ્તુઓનો સમાગમ દુનિયામાં મળે છે. આ વાત પ્રત્યેક મનુષ્યને જ્યારે ને ત્યારે નજરમાં આવે છે. પરંતુ તેને જોઈને એ ખ્યાલ નથી આવતો કે એક વાર આ વિરોધીઓના સમાગમને માની લો એટલે પછી વિશ્વના સંચાલક ઈશ્વરની જરૂરત રહેતી નથી. ન કોઈ અભૌતિક દિવ્ય રહસ્યમય નિયમની આવશ્યકતા છે. વિશ્વના રોમ રોમમાં ગતિ છે. બે પરસ્પર વિરોધી શક્તિઓનું મળવું જ ગતિ પેદા કરવા માટે પર્યાપ્ત છે. ગતિનું નામ વિકાસ છે. જો આ વાત લેનિનના શબ્દોમાં કહીએ તો, વિકાસ વિરોધીઓના સંઘર્ષનું નામ છે. વિરોધીઓ જ્યારે મળશે ત્યારે સંઘર્ષ જરૂર થશે. સંઘર્ષ નવા સ્વરૂપને, નવી ગતિને, નવી પરિસ્થિતિને, અર્થાત્ વિકાસને જરૂર પેદા કરશે. આ વાત સાફ છે. વિરોધીઓના સમાગમને પરસ્પર અન્તરવ્યાપન યા એકતા પણ કહે છે, જેનો અર્થ એ છે કે તેઓ એક જ (અભિન્ન) વાસ્તવિકતાનાં એવાં બન્ને પ્રકારનાં પાસાં છે. દાર્શનિકોના પરમાર્થના ત્રાજવામાં તોલાયેલા આ બન્ને વિરોધો સનાતન કાળથી એકબીજાથી સર્વથા અલગ અવસ્થિત ભિન્ન તત્ત્વો તરીકે નથી રહેતા બલ્લે તેઓ તો વસ્તુરૂપે એક છે – એક જ સમયે એક જ સ્થાનમાં અભિન્ન થઈને રહે છે. જે કમજોરના માટે ઋણ છે તે જ મહાજનના માટે ધન છે. આપણા માટે જે પૂર્વનો રસ્તો છે તે જ બીજાઓ માટે પશ્ચિમનો પણ રસ્તો છે. વિજળીમાં ધન અને ઋણના છેડા બે અલગ સ્વત– તરલ પદાર્થો નથી. લેનિને વિરોધને દ્વાદનો સાર હ્યો છે. કેવલ પરિમાણાત્મક પરિવર્તન જ એક ખાસ સીમા વટાવી દેતાં ગુણાત્મક ભેદોમાં બદલાઈ જાય છે. જડવાદનું એક વધુ સ્વરૂપ કર્નલ ઈગરસોલ પ્રસિદ્ધ વિચારક અને નિરીશ્વરવાદી હતા. તે પોતાના વ્યાખ્યાનમાં લખે છે કે “મારો એક સિદ્ધાન્ત છે અને તેના ચારે ખૂણે ખોડવા માટે મારી પાસે ચાર પથ્થર છે. પહેલો શિલાન્યાસ એ છે કે પદાર્થરૂપ નાશ પામી શકાતું નથી, અભાવને પામી શકતું નથી. બીજો શિલાન્યાસ એ છે કે ગતિશક્તિનો વિનાશ થઈ શકતો નથી, તે અભાવને પામી શકતી નથી. ત્રીજો શિલાન્યાસ એ છે કે પદાર્થ અને ગતિ પૃથક પૃથફ નથી રહી શકતાં, ગતિ વિના પદાર્થ નહિ અને પદાર્થ વિના ગતિ નહિ. ચોથો શિલાન્યાસ એ છે કે જેનો નાશ નથી તે ક્યારેય પેદા પણ નહિ જ ૧. સ્વતન્ત્રવિન્તન, પૃ. ૨૧૪-૧૫
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy