SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદકનું નિવેદન ૧ પ્રસ્તુત ગ્રન્થ ભારતીય દર્શનોના અગ્રણી વિદ્વાન, જૈનદર્શનના વિશેષજ્ઞ અને હિન્દુ વિશ્વવિદ્યાલય કાશીના સંસ્કૃત મહાવિદ્યાલયના બૌદ્ધદર્શનના પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્રકુમાર જૈને હિંદી ભાષામાં લખેલા ‘જૈનવર્શન’ ગ્રન્થનો ગુજરાતી અનુવાદ છે. મૂળ હિંદી ગ્રન્થની પ્રથમ આવૃત્તિ સન ૧૯૫૫માં શ્રી ગણેશપ્રસાદ વર્ણી જૈન ગ્રન્થમાલામાં પ્રકાશિત થઈ હતી. આ હિંદી ગ્રન્થ જૈન તત્ત્વજ્ઞાનનું તર્કપુરઃસર સાંગોપાંગ નિરૂપણ કરનારો એવો તો પ્રભાવક છે કે તેનો ગુજરાતી અનુવાદ કરવાની મારી ઇચ્છા ઘણા વખતથી હતી. તેવામાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિએ પોતે મને આ ગ્રન્થનો ગુજરાતી અનુવાદ કરવા સ્વતન્ત્રપણે સૂચન કર્યું અને અપ્રાપ્ય મૂળ હિંદી ગ્રન્થને મુનિરાજ શ્રી સુશીલવિજયજીના સંગ્રહમાંથી મેળવી તેની સંપૂર્ણ ઝેરોક્ષ નકલ કરાવી મને આપી. આના લીધે મારી ઇચ્છા ફળી અને પ્રસ્તુત અનુવાદગ્રન્થ ગુજરાતીભાષી વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાનું મારા માટે શક્ય બન્યું. પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિનો હું અત્યન્ત આભારી છું, તેમનો વિદ્યાપ્રેમ અને તેમની શ્રુતભક્તિ વિદ્વાનોને આકર્ષે છે. ડૉ. મહેન્દ્રકુમાર પદર્શન, બૌદ્ધદર્શન અને જૈનદર્શનના તલસ્પર્શી વિદ્વાન છે. તેમણે વિપુલ દાર્શનિક સાહિત્યનું સર્જન કરેલ છે. તે તે દર્શનના સિદ્ધાન્તોના મર્મને પામી તે અનેક રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. તેમની ૧. આ પ્રકાશન પછી ચાર જ વર્ષમાં, જૂન 1959માં, તેમનું અવસાન થયું. ભારતીય દર્શનોના ઉદ્ભટ વિદ્વાન પ્રોફેસર ડૉ. ઈ. ફ્રાઉવાલ્નર, ઑસ્ટ્રિયા, ડૉ. મહેન્દ્રકુમાર વિશે લખે છે : "The death of Pt. Mahendrakumar is a heavy loss for Jainology. He was a good scholar of amazing learning.' ૧૦
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy