SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ લોકવ્યવસ્થા છે. આત્મા આદિને વિશે બુદ્ધની આ અવ્યાકૃતતા આપણને સંદેહમાં નાખી દે છે. જ્યારે તે સમયના વાતાવરણમાં આ દાર્શનિક પ્રશ્નોની જિજ્ઞાસા સામાન્ય સાધકના મનમાં પણ ઉત્પન્ન થતી હતી અને તેના માટે વાદ સુદ્ધાં થતા હતા ત્યારે બુદ્ધ જેવા વ્યવહારી ચિન્તકે આ પ્રશ્નો અંગે મૌન ધારણ કરવું એ રહસ્યપૂર્ણ છે. આ જ કારણે આજ બૌદ્ધ તત્ત્વજ્ઞાન અંગે અનેક વિવાદો ઉત્પન્ન થઈ ગયા છે. કોઈ બુદ્ધના નિર્વાણને શૂન્યરૂપ યા અભાવાત્મક માને છે, તો કોઈ તેને સદૂભાવાત્મક, આત્મા અંગે બુદ્ધનો આ મત તો સ્પષ્ટ હતો કે તે ન તો ઉપનિષદ્વાદીઓ માને છે તેવો શાશ્વત છે કે ન તો ભૂતવાદીઓ માને છે તેવો સર્વથા ઉચ્છિન્ન થનારો છે. અર્થાત્ તેમણે આત્માને ન તો શાશ્વત માન્યો કે ન તો ઉચ્છિન્ન. આ અશાશ્વત-અનુચ્છેદરૂપ ઉભયપ્રતિષેધના હોવા છતાં પણ બુદ્ધનો આત્મા કયા રૂપનો હતો એ સ્પષ્ટ થઈ શકતું નથી. તેથી આજ બુદ્ધના દર્શનને અશાશ્વતાનુચ્છેદવાદ કહેવામાં આવે છે. પાલી સાહિત્યમાં આપણને જ્યાં બુદ્ધનાં આર્યસત્યોનું સાંગોપાંગ વિધિવત્ નિરૂપણ મળે છે ત્યાં દર્શનનું સ્પષ્ટ વર્ણન મળતું નથી. ઉત્પાદાદિત્રયાત્મકવાદ | નિગૂથ નાથપુખ્ત વર્ધમાન મહાવીરે લોકવ્યવસ્થા અને દ્રવ્યોના સ્વરૂપ અંગે પોતાના સુનિશ્ચિત વિચારો પ્રકટ કર્યા છે. તેમણે પદ્રવ્યમય લોકને તથા દ્રવ્યોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સ્વરૂપને બહુ જ સ્પષ્ટ અને સુનિશ્ચિત પદ્ધતિએ દર્શાવેલ છે, જેને આ પ્રકરણની શરૂઆતમાં અમે જણાવી ગયા છીએ. પ્રત્યેક વર્તમાન પર્યાય પોતાના સમસ્ત અતીત સંસ્કારોનો પરિવર્તિત પુજ છે અને પોતાની સમસ્ત ભવિષ્ય યોગ્યતાઓનો ભંડાર છે. તે પ્રવાહમાન પર્યાયપરંપરામાં જે સમયે જેવી કારણસામગ્રી મળી જાય છે તે સમયે તેનું તેનું પરિણમન ઉપાદાન અને નિમિત્તના બલાબલ અનુસાર થતું રહે છે. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યના આ સાર્વદ્રવ્યિક અને સાર્વકાલિક નિયમનો આ વિશ્વમાં કોઈ અપવાદ નથી. પ્રત્યેક સતે પ્રત્યેક સમયે પોતાનો પર્યાય બદલવો જ જોઈશે, ભલે ને આગળ થનારો પર્યાય સદશ, અસદેશ, અલ્પસદશ, અર્ધસદશ યા વિસદશ જ કેમ ન હોય. આ રીતે પોતાના પરિણામી સ્વભાવના કારણે પ્રત્યેક દ્રવ્ય પોતાની ઉપાદાનયોગ્યતા અને સન્નિહિત નિમિત્તસામગ્રી અનુસાર વિભિન્ન રૂપમાં પરિવર્તિત થઈ જ રહ્યું છે. બે વિરુદ્ધ શક્તિઓ દ્રવ્યમાં ઉત્પાદશક્તિ જો પ્રથમ ક્ષણમાં પર્યાયને ઉત્પન્ન કરે છે તો વિનાશશક્તિ
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy