SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા ૮૫ ઉત્તરપર્યાયને ધારણ કરતા જઈ રહ્યા છે. જે ક્ષણે જેવી બાહ્ય અને આભ્યન્તર સામગ્રી એકઠી થતી જાય છે તે અનુસાર તે ક્ષણે પરિણમન થાય છે. આપણને જે સ્થૂલ પરિણમન દેખાય છે તે પ્રતિક્ષણભાવી અસંખ્ય સૂક્ષ્મ પરિણમનોનો સમુચ્ચય છે. તેમાં પુરાણા સંસ્કારોની કારણસામગ્રી અનુસાર સુગતિ યા દુર્ગતિ થતી જાય છે. આ કારણસામગ્રીની તોડજોડ અને તરતમતાના આધારે જ પરિણમનનો પ્રકાર નિશ્ચિત થાય છે. વસ્તુનાં ક્યારેક સંદશ, ક્યારેક વિસદશ, અલ્પસદશ, અર્ધસદશ અને અસદશ આદિ વિવિધ પ્રકારનાં પરિણમનો આપણી નજર આગળથી બરાબર પસાર થાય છે. એ તો નિશ્ચિત જ છે કે કોઈ પણ કાર્ય પોતાના કાર્યકારણભાવનું ઉલ્લંઘન કરીને ઉત્પન્ન થઈ શકતું નથી. દ્રવ્યમાં સેંકડો યોગ્યતાઓ વિકસિત થવા માટે પ્રતિસમય તૈયાર બેઠી છે, તેમનામાંથી ઉપયુક્ત યોગ્યતાનો ઉપયુક્ત સમયે વિકાસ કરાવી દેવો એ જ નિયતિની વચ્ચે પુરુષાર્થનું કાર્ય છે. આ પુરુષાર્થથી કર્મો પણ એક હદ સુધી નિયત્રિત થાય છે. યદેચ્છાવાદ યદચ્છાવાદનો અર્થ છે અટકળપચીશી. મનુષ્ય જે કાર્યકારણપરંપરાનું સામાન્યજ્ઞાન પણ કરી શકતો નથી તેની બાબતમાં તે યદચ્છાનો સહારો લે છે. વસ્તુતઃ યદચ્છાવાદ પેલા નિયતિવાદ અને ઈશ્વરવાદ વિરુદ્ધ એક પ્રતિશબ્દ છે જેમણે જગતને નિયંત્રિત કરવાનું માથે લીધું હતું. જો યદચ્છાનો અર્થ એ હોય કે પ્રત્યેક કાર્ય પોતાની કારણસામગ્રીથી થાય છે અને સામગ્રીને કોઈ બંધન નથી કે તે કયા સમયે, કોને, ક્યાં, ક્યા રૂપમાં મળશે તો એ એક રીતે વૈજ્ઞાનિક કાર્યકારણભાવનું જ સમર્થન છે. પરંતુ યદચ્છાની અંદર વૈજ્ઞાનિકતા અને કાર્યકારણભાવ બન્નેયની ઉપેક્ષાનો ભાવ છે. પુરુષવાદ પુરુષ જ આ જગતનો કર્તા, હર્તા અને વિધાતા છે' આ મત સામાન્યતઃ પુરુષવાદ કહેવાય છે. પ્રલયકાળમાં પણ તે પુરુષની જ્ઞાનાદિ શક્તિઓ અલુપ્ત રહે છે. જેવી રીતે કરોળિયો જાળા માટે, ચન્દ્રકાન્ત મણિ જળ માટે તથા વટવૃક્ષ વડવાઈઓ માટે કારણ છે તેવી રીતે પુરુષ સમસ્ત જગતના પ્રાણીઓની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયમાં નિમિત્ત છે. પુરુષવાદમાં બે મત સામાન્યતઃ પ્રચલિત છે. १. ऊर्णनाभ इवांशूनां चन्द्रकान्त इवाम्भसाम् । પ્રરોહમવર્ણાક્ષ: હેતુ સર્વનિનામુiા ઉપનિષદ્, ઉધૃત પ્રમેયકમલમાર્તડ, પૃ.૬૫.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy