SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા કર્મવિપાક વિચારણીય વાત તો એ છે કે કર્મપુદ્ગલોનો વિપાક કેવી રીતે થાય છે? શું કર્મપુદ્ગલો પોતાની મેળે જ કોઈ સામગ્રીને એકઠી કરી લે છે અને પોતે જાતે જ ફળ આપી દે છે કે પછી એમાં કોઈ પુરુષાર્થની પણ અપેક્ષા રહે છે ? પોતાના વિચાર, વચનવ્યવહાર અને ક્રિયાઓ છેવટે સંસ્કારને તો આત્મામાં જ ઉત્પન્ન કરે છે અને તે સંસ્કારોને જાગ્રત કરનારા પુદ્ગલદ્રવ્યો કાર્મણશરીર સાથે બંધાય છે. આ પુગલો શરીરની બહારથી પણ ખેચાય છે અને શરીરની અંદરથી પણ ખેંચાય છે. ઉમેદવાર કર્મયોગ્ય પુદ્ગલોમાંથી કર્મ બની જાય છે. કર્મ માટે એક વિશેષ પ્રકારના સૂક્ષ્મ અને અસરકારક પુદ્ગલદ્રવ્યોની અપેક્ષા હોય છે. મન, વચન અને કાયાની પ્રત્યેક ક્રિયા, જેને યોગ કહેવામાં આવે છે તે, પરમાણુઓમાં હલનચલન ઉત્પન્ન કરે છે અને કર્મયોગ્ય પરમાણુઓને બહારથી અને અંદરથી ખેંચે છે. એમ તો શરીર પોતે જ એક મોટો પુલપિંડ છે, અસખ્ય પરમાણુઓ શ્વાસોચ્છવાસ દ્વારા અને બીજી અનેક રીતે શરીરમાં આવતા-જતા રહે છે, તેમનામાંથી ચળાઈછંટાઈને કર્મ બની જાય છે. જ્યારે કર્મના પરિપાકનો સમય આવે છે, જેને ઉદયકાલ કહે છે, ત્યારે કર્મના ઉદયકાલમાં જેવી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની સામગ્રી ઉપસ્થિત થાય છે તે અનુસાર તેવું કર્મનું ફળ તીવ્ર, મધ્યમ કે મન્દ થાય છે. નરક અને સ્વર્ગમાં અવશ્યપણે ક્રમશઃ અસાતા અને સાતાની સામગ્રી નિશ્ચિત છે. તેથી ત્યાં ક્રમશઃ અસાતા અને સાતાનો ઉદય પોતાનો ફલોદય કરે છે જ્યારે સાતા અને અસાતા પ્રદેશોદયના રૂપમાં, અર્થાત ફળ દેનારી સામગ્રીની ઉપસ્થિતિ ન હોવાથી ફળ દીધા વિના જ, ખરી પડે છે. જીવમાં સાતા અને અસાતા બન્ને બંધાયેલ છે, પરંતુ કોઈકે પોતાના પુરુષાર્થથી સાતાની પ્રચુર સામગ્રી ઉપસ્થિત કરી છે તથા પોતાના ચિત્તને સુસમાહિત કરેલ છે એટલે તેને આવનારો અસાતાનો ઉદય ફલવિપાકી ન હોતાં પ્રદેશવિપાકી જ થશે. સ્વર્ગમાં અસાતાના ઉદયની બાહ્ય સામગ્રી ન હોવાથી અસાતાનો પ્રદેશોદય થશે અથવા તો અસાતાનું સાતારૂપમાં પરિણમન થશે એમ માનવામાં આવ્યું છે. આ જ રીતે નરકમાં કેવળ અસાતાની સામગ્રી હોવાથી ત્યાં કાં તો સાતાનો પ્રદેશોદય જ થશે કાં તો સાતાનું અસાતારૂપમાં પરિણમન થશે. જગતના સમસ્ત પદાર્થો પોતપોતાના ઉપાદાન અને નિમિત્તના સુનિશ્ચિત કાર્યકારણભાવ અનુસાર ઉત્પન્ન થાય છે અને સામગ્રી અનુસાર એકઠા થાય છે અને
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy