SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા ૭૫ યસ્ત્રારૂઢની જેમ પરિણમન કરે છે તેમ છતાં પણ તે દ્રવ્યનું નિજ સામર્થ્ય એ છે કે તે થોભે અને વિચારે તથા પોતાના માર્ગને સ્વયં વાળીને તેને નવી દિશા આપે. અતીત કાર્યના બળ ઉપર આપ નિયતિને જેટલું ઇચ્છો તેટલું કુદાવો પરંતુ ભવિષ્યના સંબંધમાં તેની સીમા છે. કોઈ ભયંકર અનિષ્ટ જો બની જાય તો સંતોષ ખાતર “જે થવાનું હતું તે થયું એ પ્રકારે નિયતિની સંજીવની ઉચિત કાર્ય કરે પણ છે. જે કાર્ય જ્યારે થઈ ચૂક્યું છે ત્યારે તેને નિયત કહેવામાં કોઈ શાબ્દિક કે આર્થિક વિરોધ નથી. પરંતુ ભવિષ્ય માટે નિયત (done) કહેવું એ અર્થવિરુદ્ધ તો છે જ શબ્દવિરુદ્ધ પણ છે. ભવિષ્ય તો નિયસ્યત્ યા નિયસ્યમાન (will be done) હશે, નહિ કે નિયત (done). અતીતને નિયત (done) કહો, વર્તમાનને 0474414 (being done) 24 Mulaout 2424d (will be done). અધ્યાત્મની અકર્તુત્વભાવનાનો ભાવનીય અર્થ આ છે – નિમિત્તભૂત વ્યક્તિને અનુચિત અહંકાર ઉત્પન્ન ન થાય. એક અધ્યાપક વર્ગમાં અનેક વિદ્યાર્થીઓને ભણાવે છે. અધ્યાપકના શબ્દો સૌ વિદ્યાર્થીઓના કાને અથડાય છે, પરંતુ વિકાસ એક વિદ્યાર્થીનો પ્રથમ શ્રેણીનો, બીજા વિદ્યાર્થીની બીજી શ્રેણીનો તથા ત્રીજા વિદ્યાર્થીનો ત્રીજી શ્રેણીનો થાય છે. તેથી અધ્યાપક જો નિમિત્ત હોવાના કારણે એવો અહંકાર કરે કે મેં આ છોકરામાં જ્ઞાન ઉત્પન્ન કરી દીધું તો તે એક અંશમાં વ્યર્થ જ છે કેમ કે જો અધ્યાપકના શબ્દોમાં જ્ઞાનને ઉત્પન્ન કરવાની ક્ષમતા હતી તો સૌમાં એકસરખું જ્ઞાન કેમ ઉત્પન્ન ન થયું ? તેથી ગુરુને “કર્તુત્વ'નો દુરહંકાર ઉત્પન્ન ન થાય એ ખાતર તે અકર્તુત્વભાવનાનો ઉપયોગ છે. આ અકર્તુત્વની સીમા પરાકર્તુત્વ છે, સ્વાકર્તુત્વ નથી. પરંતુ નિયતિવાદ તો સ્વકર્તુત્વને જ સમાપ્ત કરી નાખે છે કેમ કે તેમાં બધું જ નિયત છે. પુણ્ય અને પાપ વળી શું? જ્યારે પ્રત્યેક જીવનો પ્રતિક્ષણનો કાર્યક્રમ નિશ્ચિત છે અર્થાત્ પરકતૃત્વ તો છે જ નહિ, સાથે સાથે જ સ્વકતૃત્વ પણ નથી ત્યારે પાપ શું અને પુણ્ય શું? શું સદાચાર અને શું દુરાચાર ? જ્યારે પ્રત્યેક ઘટના પૂર્વનિશ્ચિત યોજના અનુસાર ઘટી રહી છે ત્યારે કોઈને કેવી રીતે ર્દોષ અપાય? કોઈ સ્ત્રીનું શીલ ભ્રષ્ટ થયું. તેમાં જે સ્ત્રી, પુરુષ અને શવ્યા આદિ દ્રવ્ય સમ્બદ્ધ છે તે બધાંના પર્યાયો જ્યારે નિયત છે ત્યારે પુરુષને શા માટે પકડવામાં આવે ? સ્ત્રીનું પરિણમન એવું જ
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy