SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા સંભવી શકે નહિ. જ્યાં સુધી સ્વભાવથી પરિવર્તન પામતા સમસ્ત પદાર્થોમાં કાલના સાધારણ ઉદાસીન કારણ હોવાની વાત છે ત્યાં સુધી કદાચ તે ઉદાસીન નિમિત્ત બની પણ જાય પરંતુ પ્રેરક નિમિત્ત અને એકમાત્ર નિમિત્ત તો તે બની શકે નહિ. એ તો નિયત કાર્યકારણભાવને સર્વથા પ્રતિકૂળ છે. કાલની સમાન હેતુતા હોવા છતાં પણ માટીમાંથી જ ઘડો ઉત્પન્ન થાય અને તંતુઓમાંથી જ પટ એવી પ્રતિનિયત લોકવ્યવસ્થા જામી શકે નહિ. તેથી પ્રતિનિયત કાર્યોની ઉત્પત્તિ માટે પ્રતિનિયત ઉપાદાનકારણનો તથા સૌના સ્વતંત્ર કાર્યકારણભાવનો સ્વીકાર કરવો જોઈએ. સ્વભાવવાદ સ્વભાવવાદીનું કહેવું છે કે કાંટાઓનું અણિયાળાપણું, મૃગ અને પક્ષીઓના ચિત્રવિચિત્ર રંગ, હંસનું શુક્લવર્ણના હોવું, પોપટનું લીલા રંગના હોવું, મયૂરનું ચિત્રવિચિત્ર વર્ણના હોવું, વગેરે બધું સ્વભાવથી છે. સૃષ્ટિનો નિયન્નક કોઈ નથી. આ જગતની વિચિત્રતાનો કોઈ દષ્ટ હેતુ ઉપલબ્ધ થતો નથી, તેથી આ બધું સ્વાભાવિક છે, નિતુક છે. આમાં કોઈનો યત્ન કાર્ય કરતો નથી, આ બધું કોઈની ઇચ્છાને અધીન નથી.' આ વાદમાં જ્યાં સુધી કોઈ એક લોકનિયત્તાના નિયંત્રણનો વિરોધ છે ત્યાં સુધી તો તેની યુક્તિસિદ્ધતા છે, પરંતુ જો સ્વભાવવાદનો અર્થ અહેતુકવાદ હોય તો તે સર્વથા બાધિત છે કેમ કે જગતમાં અનન્ત કાર્યોની અનન્ત કારણસામગ્રી પ્રતિનિયતપણે ઉપલબ્ધ છે. પ્રત્યેક પદાર્થનો પોતાનાં સંભવિત કાર્યોને કરવાનો સ્વભાવ હોવા છતાં પણ તેનો વિકાસ કારણસામગ્રી વિના થઈ શકતો નથી. માટીના પિંડમાં ઘડાને ઉત્પન્ન કરવાનો સ્વભાવ વિદ્યમાન હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ દંડ, ચક્ર, કુંભાર આદિ પૂર્ણસામગ્રી ઉપસ્થિત હોય તો જ થઈ શકે છે. કમળની ઉત્પત્તિ કિચડમાંથી થાય છે. તેથી કાદવ આદિ સામગ્રીની કમલની સુગન્ધ અને કમલના મનોહર રૂપ પ્રતિ હેતુતા સ્વયંસિદ્ધ છે, તેમની બાબતમાં સ્વભાવને જ પ્રધાનતા આપવી ઉચિત નથી. એ સાચું કે ખેડૂતનો પુરુષાર્થ ખેતર ખેડી બીજ વાવી દેવા સુધી છે, આગળ ઉપર કોમલ અંકુરનું ફૂટવું તથા તેમાંથી ક્રમશઃ વૃક્ષ બની જવા રૂપ અસખ્ય કાર્યપરંપરામાં તેનું સાક્ષાત્ કારણત્વ નથી, પરંતુ જો તેનો તેટલો પણ પ્રથમપ્રયત્ન ન હોત તો બીજનો તે વૃક્ષ બનવાનો સ્વભાવ કોથળામાં પડ્યો પડ્યો સડી જાત. તેથી પ્રતિનિયત કાર્યોમાં યથાસંભવ પુરુષનો પ્રયત્ન પણ કામ કરે છે. સાધારણ ૧. ૩ ૨ - "क: कण्टकानां प्रकरोति तैक्षण्यं विचित्रभावं मृगपक्षिणां च । સ્વમાવત: સર્વન્દ્ર પ્રવૃત્તિ ને મવારોડક્તિ યુત: પ્રયત્ન: | સૂત્રકૃતાંગટીકા.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy