SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૭ ૭૧ ઇચ્છાવાળા પૂ. ભાષ્યકાર મ. કહે છે કે – ભાષ્ય - પ્રદેશ ખરેખર આપેક્ષિક સર્વસૂક્ષ્મ જ છે તે પરમાણુનો અવગાહ છે. ભાષ્યકારે આપેલ પ્રદેશનો પરિચય પૂ. ભાષ્યકાર મ. “પ્રદેશ' શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે કે “પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ” અર્થાત્ જેનાથી બીજો નીચો વિભાગ થઈ શકે નહીં, તે પ્રદેશ છે. આ પ્રદેશ એટલે પરમ નિરુદ્ધ દેશ કે નિરવયવ દેશ છે. પરમનિરુદ્ધ દેશ કહો કે નિરવયવ દેશ કહો એક જ છે. અર્થાત ઊતરતાં ઊતરતાં જ્યાં અટક્યા પછી આગળ ઊતરવાનું નથી એવો અથવા જેનો બીજો કોઈ અવયવ નથી તે પ્રદેશ છે. પ્રદેશની સમજણ માટે દષ્ટાન્ત જેમ મેરુથી નાનો, બીજો એનાથી નાનો, બીજો એનાથી નાનો આમ વિભાગ કરતા જ જઈએ. છેવટના પરમાણુ સહુથી નાનો આવ્યો. હવે પરમાણુથી નાનો કોઈ નથી. કેમ કે પરમાણુ પરમ નિરુદ્ધ છે. અહીં સારી રીતે અટકી જવું પડે છે. - જો પરમાણુ સાવયવી હોત તો તેનાથી નાનો કોઈ વિભાગ પ્રાપ્ત થાય પણ પરમાણુ નિરવયવ હોય છે. આ રીતે પરમાણુ એ પરમનિરુદ્ધ, નિરવયવ છે તેના જેવો પ્રદેશ છે. આમ ઉપર પ્રમાણે પ્રદેશના પરિચયથી પ્રદેશ અને પરમાણુ એકસરખા છે તે બતાવ્યું. પ્રદેશોની પ્રત્યક્ષતા અને અપ્રત્યક્ષતા ભાષ્યમાં જે “નામ શબ્દ છે તે ખરેખર અર્થમાં છે. એટલે કે ખરેખર તે પ્રદેશો આપણી ઇન્દ્રિયોથી અપ્રત્યક્ષ છે પણ સર્વજ્ઞ ભગવંતોએ પ્રત્યક્ષથી જાણીને કહે છે. ભાષ્યમાં આપેક્ષિક વિશેષણ કઈ દૃષ્ટિએ છે ? અપેક્ષા જેનું પ્રયોજન હોય અથવા અપેક્ષાથી જે થયેલ હોય તે આપેક્ષિક કહેવાય છે. ૨. ૧. જેમ સ્કંધોમાં સંબદ્ધ પ્રદેશ કોઈ પણ વખતે આવીને લાગેલો છે તેમ આકાશાદિના પ્રદેશો આવીને લાગેલા નથી પણ અનાદિ કાળથી સંબદ્ધ જ છે. ભાષ્યમાં જે સર્વ આદિનો પ્રયોગ છે તે નિશ્ચય પરમાણુના જ્ઞાપન માટે છે. જો આમ ન મનાય તો એક આકાશપ્રદેશમાં પણ પરમાણુઓનો સમૂહ અને અનંત પરમાણુઓના સ્કંધનો અવગાહ હોય છે એ પણ સુક્ષ્મ હોઈ શકે છે. પણ તે જેમ એક આકાશપ્રદેશમાં અવગાહે છે તેમ બે આદિ પ્રદેશોમાં પણ અવગાહી શકે છે જ્યારે પરમાણુ તો એક જ આકાશપ્રદેશમાં અવગાહે છે. બે આદિ પ્રદેશોમાં નહીં તેથી પરમાણુનો જ સૂક્ષ્મ અવગાહ કહ્યો છે એ સુંદર છે. તત્ત્વા. મુ. ટી. પૃ. ૩૨૯ ...........સર્વસૂક્ષણ પરમાળોઃ સર્વપરિત્યર્થ.હરિપ૦ પૃ. ૨૨૬ तत्र धर्माधर्मयोः असंख्येयाः प्रदेशाः इति भाष्यं संभाष्यते । ૩. नामशब्दः किल एवार्थः स च परोक्षाप्तागमवादसूचकः, एवमाप्ताः कथयन्ति, यदुत अपेक्षाप्रयोजनस्तन्निर्वृत्तये वा आपेक्षिकः, स्थिरा विभागापेक्षया सर्वलघुरित्यर्थः तदयं मूर्तेतरेषु साधारणसत्तानिबन्धनत्वात्...हारिभ० पृ० २१५
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy