SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્ર ૫૪૮ પણ પરિણામ કરે છે અર્થાત્ પોતાના જેવો બીજાનો પરિણામ કરે છે તે પરિણામયતિ તિ પરિણામ:' પરિણમાવનાર... આ રીતે પ્રકૃત્યન્ત રૂપ લો કે રિળામતિ નિન્ત (પ્રેરક) રૂપ લો બંનેમાં—બંને રીતે કશો વિરોધ નથી. અવતરણિકા... ભાષ્ય :- અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે તમે પૂર્વમાં ‘દ્રવ્યાપિ નીવાશ્ચ’(અ. ૫, સૂ. ૨)માં (ધર્માદિ) અને જીવો દ્રવ્ય છે' આમ જે કહ્યું છે તે શું ઉદ્દેશથી જ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે અર્થાત્ માત્ર નામથી જ દ્રવ્યો છે કે લક્ષણની પણ દ્રવ્યોથી પ્રસિદ્ધિ છે ? અહીં ભાષ્યકાર જવાબ આવે કે— લક્ષણથી પણ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે તે કહીએ છીએ... ટીકા :- અહ- આ ભાષ્યથી પૂ. ભાષ્યકાર મ. આગળના ૩૭મા સૂત્રનો સંબંધ કહે છે. આ શાસ્રમાં એટલે આ તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં તમે ‘વ્યાપિ નીવાથ' (સૂ. ૨) ‘અને જીવો દ્રવ્ય છે’ આમ કહીને ‘ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવો દ્રવ્ય છે' આ પ્રમાણે પાંચ દ્રવ્યોનો પહેલા ઉદ્દેશ કર્યો છે અર્થાત્ સામાન્યથી કહ્યું છે પણ દ્રવ્યનું લક્ષણ ઉપદેશ્યું નથી કે—‘દ્રવ્યનું આ લક્ષણ છે' અને ‘આવા લક્ષણવાળું દ્રવ્ય છે' જેનાથી દ્રવ્ય શબ્દથી ધર્માદિ કહેવાયા છે...તેથી પ્રશ્ન થાય છે કે શું ઉદ્દેશથી જ અર્થાત્ નામના કથનમાત્રથી જ ધર્માદિ દ્રવ્યોની સ્વરૂપ પ્રસિદ્ધિ છે ? અર્થાત્ સ્વરૂપનું પરિજ્ઞાન છે કે કોઈ વિશેષ અસાધારણ લક્ષણ છે ? આ રીતે મનમાં ગૂંચવણ છે તેથી સહજતયા પ્રશ્ન પુછાઈ જાય છે કે ઉદ્દેશથી ધર્માદિ દ્રવ્યોની પ્રસિદ્ધિ છે કે લક્ષણથી પણ ? પ્રશ્નકારના આ અભિપ્રાયને સ્પષ્ટ કરતાં સમજાવે છે કે— લક્ષણ એ જેવું લક્ષ્ય હોય તેવી રીતના લક્ષ્યનો નિશ્ચય કરાવનાર હોવાથી લક્ષણ પ્રત્યેક વ્યક્તિમાં પ્રતિનિયત હોય છે. માટે દ્રવ્યની ઉદ્દેશથી જ પ્રસિદ્ધિ કરવી ઇષ્ટ નથી. તો કેવી રીતે ઇષ્ટ છે ? લક્ષણથી પ્રસિદ્ધિ ઇષ્ટ છે. તેથી જ તો ધર્માદિ દ્રવ્યો છે એ જે લક્ષણથી પ્રસિદ્ધિ થતી હોય તે લક્ષણ કહેવું જોઈએ. જેમ આત્માનું અસાધારણ લક્ષણ સાકાર અને અનાકાર ઉપયોગ છે અને પ્રવચનમાં કહેલા પદાર્થો સામાન્ય અને વિશેષ સંજ્ઞાથી વ્યવહાર કરવા યોગ્ય છે. મતલબ એ છે કે પદાર્થોના સામાન્ય અને વિશેષ લક્ષણ હોય છે તો ધર્માદિ દ્રવ્યોનું પણ સામાન્ય લક્ષણ કહેવું જોઈએ. ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' (સૂ. ૨૯) આ પ્રમાણે સામાન્ય લક્ષણ કહ્યું છે. આ તમારું કથન સત્ય છે. આ પ્રશ્નથી તો પ્રશ્નકાર વિશેષ લક્ષણ કહેવા માટે પ્રેરણા કરે છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy