SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧ ૪૦૯ આમ પૂર્વક્ષણ કરતાં વિલક્ષણ ઉત્તરક્ષણ સંતાન આકારે ઉપજનં-આત્મલાભને પ્રાપ્ત કરે છે. આ રીતે ઉત્પન્નાસ્તિક સત્ તો જે ક્ષત્રે પદાર્થની ઉત્પત્તિ છે તે જ ક્ષણે સત્ છે. પર્યાયનયથી ઉત્પન્નાસ્તિક સત્ની વિચારણા પૂરી થાય છે. હવે આપણે પર્યાય નયના બીજા વિકલ્પ પર્યાયાસ્તિક (વિનાશાસ્તિક) સત્ને વિચારીએ છીએ. પર્યાયાસ્તિક (વિનાશાસ્તિક) જેમ ઉત્પન્નાસ્તિક સ્કૂલ ઉત્પાદ, સૂક્ષ્મ ઉત્પાદ આ રીતે સંપૂર્ણ ઉત્પાદની પ્રરૂપણા કરવામાં હોશિયાર છે તેવી રીતે બધા વિનાશની પ્રરૂપણા કરવામાં હોશિયાર પર્યાયાસ્તિક પોતાનું નિરૂપણ કરે છે. ઉત્પન્ન વસ્તુ અવશ્યમેવ વિનાશ પામે છે. આથી જેટલા ઉત્પાદ છે એટલા જ વિનાશ છે. આ નયની જાતિ વિનાશમાં જ છે. વિનાશે અસ્તિ મતિઃ વિનાશમાં જેની મતિ છે તે પર્યાયાસ્તિક છે. અહીં પર્યાય એટલે વિનાશરૂપ ભેદ સમજવો. કારણ કે આ વિનાશરૂપ પર્યાય ઉત્પન્નનો હોય જ છે. અહીં પ્રસ્તુત વિનાશપર્યાય છે. ઉત્પાદપર્યાય તો ઉપર કહી ગયા છીએ. પ્રશ્ન :- પર્યાયનો અર્થ વિનાશ કેવી રીતે થાય ? ઉત્તર ઃ- જેમ ‘પ્રાપ્તપર્યાયો દેવદત્તઃ' આ ઉદાહરણમાં પર્યાયનો અર્થ વિનાશ થાય છે. ‘દેવદત્ત વિનાશ પામ્યો' તેવી રીતે અહીં પણ પર્યાય શબ્દનો અર્થ પ્રકરણને સંગત વિનાશ અર્થ ર્યો છે. અહીં પર્યાયાસ્તિક સત્ કહેવા દ્વારા પર્યાયમાત્રની પ્રરૂપણાને આધીન જેટલા અનિત્યના પ્રકારો છે તે બધાનો સંગ્રહ થઈ જાય છે પણ ન્યૂનતા કે અધિક સંખ્યા નથી રહેતી તે આશયથી કહેવાય છે કે— આ પર્યાયાસ્તિક સત્ કહેવાથી વિસ્રસા કે પ્રયોગથી પ્રાપ્ત થયેલા સમસ્ત વિનાશનું સૂચન સમજી લેવું. એટલે જેટલા પણ વિનાશ છે તે બધા વિનાશો પર્યાયાસ્તિક સત્ છે. આ રીતે વિગ્નસા વિનાશ અને પ્રયોગ વિનાશથી વધારે કોઈ પ્રકાર છે નહીં અને એનાથી ઓછો પણ કોઈ પ્રકાર નથી એટલે અનિત્યતા ક્યાં તો વિસ્રસાવિનાશ હશે. ક્યાં તો ૧. ૨. एमसमयम्मि एगदवियस्स, बहुयावि होंति उप्पाया । उप्पायसमा विगमा ठिईउ उस्सग्गओ णियमा ||३८|| एकस्मिन् समये एकद्रव्यस्य बहव उत्पादा भवन्ति, उत्पादसमानसंख्या विगमा अपि तस्यैव तदैवोत्पद्यन्ते विनाशमन्तरेणोत्पादस्थासम्भवात् न हि पूर्वपर्यायाविनाशे उत्तरपर्यायो भवति,....सम्मतितत्त्वसोपाने पृ० २७९ अस्य समर्थनाय श्लो० ३९ टीका द्रष्टव्या पृ० २८० उत्पत्तिमतोऽवश्यं विनाशात् विनाशितमिति पर्यायास्तिकं प्रायो विनाश इति उच्यते । हा० वृ० २४०, २४१
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy