SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ તત્ત્વાર્થ સૂત્ર પર્યાય નય છે અર્થાત્ આ બે પર્યાયાર્થિક નયને લઈને છે. મતિ'ની વ્યુત્પત્તિ અતિ તિ: અચ રૂતિ ગાસ્તિવમ્ છે આવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય છે. પ્રશ્ન :- “કાતિવ:' પુલિંગમાં ન કહેતાં “મતિ નપુંસક લિંગમાં નિર્દેશ શા માટે કર્યો ? ઉત્તર - અહીં પ્રસ્તુત સત્ છે. કેમ કે આ ભેદો સન્ના પાડવામાં આવ્યા છે એઠલે સત શબ્દ લઈને પ્તિ શબ્દ નપુંસકલિંગમાં પ્રયુક્ત છે. (૧) દ્રવ્યક્તિ द्रव्ये आस्तिकम् = द्रव्यास्तिकम् દ્રવ્યમાં જેની બુદ્ધિ છે તેવો નય દ્રવ્યાસ્તિક છે. પ્રશ્ન :- અહીં તમે સપ્તમી તપુરુષ સમાસ બતાવ્યો છે તે વ્યાકરણની દૃષ્ટિએ કેવી રીતે થાય? કેમ કે આમાં તપુરુષનું લક્ષણ ઘટતું નથી. ઉત્તર :- તપુરુષનું લક્ષણ ન હોવા છતાં મયૂરભંસકાદિની જેમ થઈ જશે. કારણ કે જેનું તપુરુષનું લક્ષણ નથી તેનો મયૂરભંસકાદિમાં સમાવેશ થઈ જાય છે. અથવા અધિકરણમાં શેષભાવની વિવક્ષા કરીએ તો દ્રવ્ય મતિ દ્રવ્યાતિમ્ આ સમાસ સરળતાથી થઈ જાય છે. આનો અર્થ-દ્રવ્યસંબંધી જેની મતિ છે એવો નય દ્રવ્યાર્થિક નય છે. ષષ્ઠી તત્પરુષ સમાસની કેવી રીતે સારી ઘટના થઈ શકે તે પ્રકાર બતાવીએ છીએ. અથવા ‘તિ મતિઃ મણ' આ વ્યુત્પત્તિવાળો નાસ્તિક શબ્દ નથી કિંતુ સત્તાવિશિષ્ટ અર્થવાળો છે તે આ રીતે સમજવું ‘તમનું અસ્તિવાળો એટલે સત્ત્વવિશિષ્ટ અર્થવાળો નાસ્તિક શબ્દ છે. તેનું સપ્તમી એ. વ. ગતિમતિ અસ્તિવાળા અર્થમાં છે. “સત્ત્વવિશિષ્ટ હોય તે આસ્તિક'... આ રીતે સત્ત્વવિશિષ્ટ અર્થમાં છે એમ સમજવું. સત્ત્વવિશિષ્ટ તો બધા પદાર્થ છે તો દ્રવ્યાસ્તિક જુદો કેવી રીતે પડશે? આ શંકા રાખીને પ્રશ્ન થાય છે કે – પ્રશ્ન - કિં તત્ ? તે આસ્તિક શું છે? ઉત્તર - નયરૂપ છે. મતલબ યોગરૂઢિથી નયરૂપ સત્તાવિશિષ્ટ વસ્તુ આસ્તિક પરથી ગ્રહણ કરવી. પ્રશ્ન :- કેવા નયરૂપ છે?
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy