SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ સૂત્ર-૩૧ ૩૬૫ તેથી ઇન્દ્રિયોનો વ્યાપાર હોય તો વસ્વન્તરાભાવવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે. માટે અસદ્ વિશિષ્ટનું જે ગ્રહણ-ભાન થાય છે તેનો અપલાપ કરવો યોગ્ય નથી. હવે સ્યાદ્વાદ એ પ્રકાશક છે તેથી પ્રકાશકનો સ્વભાવ અને દષ્ટાંત આપીએ છીએ. પ્રકાશકમાત્રનો સ્વભાવ હોય છે કે તે એક વસ્તુનો પ્રકાશ કરતા બીજી વસ્તુના અભાવપૂર્વક જ તેનો પ્રકાશ કરે છે. પ્રકાશ્ય જે ઘટાદિ વસ્તુ છે તે વસ્તુને અસદ્ વિશિષ્ટપણે જ પ્રકાશે છે. દા. ત. અગ્નિ, સૂર્ય આદિ. સૂર્ય ઘટનો પ્રકાશ કરે છે. એટલે ઘટને ઘટરૂપે પ્રકાશે છે અને પટવાભાવવિશિષ્ટપણે પણ ઘટને પ્રકાશે છે. આ દષ્ટાંતમાં ઘટની જે પ્રકાશ્યપણે વિવક્ષા કરવી તે અર્પણા છે અને પટવાભાવવિશિષ્ટપણે વિવક્ષા ન કરવી તે અનર્પણા છે. આ રીતે સદસદ્વિશિષ્ટ બોધ થાય છે તે અર્પણા-અર્પણાથી સિદ્ધ થાય છે. આપણે આ દષ્ટાંતમાં વિચાર્યું. હવે દાષ્ટ્રન્તિકમાં ઘટાવીએ. દાન્તિક ઘટના... એવી રીતે વસ્તુના નિશ્ચયના હેતપણે વ્યાપારયુક્ત પ્રકાશક પ્રમાણ પણ વસ્વન્તરાભાવવિશિષ્ટ વસ્તુને જ પ્રકાશે છે. અને પ્રમાણ તો તે જ છે કે “યથાવસ્થિત વસ્તુના સ્વભાવનું ગ્રહણ કરનાર હોય એટલે પ્રમાણથી નિશ્ચિત અર્થ દ્વારા યથાપ્રયોજન પ્રયોજનને અનુસારે અર્પણા-અર્પણા વ્યવહાર થાય છે. ૧. જુઓ પૂર્વમાં- પૃ ૩૭૭ દ્રિયમેવ વ્યાપા તો નિશ્ચિતામુપગાલે, તનાવે ભાવાત્ તપાવે રામાવા.... ૨. ઇન્દ્રિયોનો વ્યાપાર હોય તો અસદ્વિશિષ્ટનું ગ્રહણ થાય છે આ અન્વય છે. ઇન્દ્રિયોનો વ્યાપાર ન હોય તો અસદ્વિશિષ્ટનું ગ્રહણ નથી થતું આ વ્યતિરેક છે. ઇન્દ્રિયોના આ અન્વય અને વ્યતિરેકમાં અંતર્ગત થતા પરરૂપાદિથી યુક્ત અસત્ત્વવિશિષ્ટનું ગ્રહણ થાય છે તે ઇન્દ્રિયજન્ય પણ છે આમ સ્વીકારવું જ પડે. આ ૩. યથાવસ્થિત વસ્તુ સ્વભાવને ગ્રહણ કરનાર છે. આનાથી અવિવક્ષિત પણ વસ્વન્તરાભાવાવિશિષ્ટને પણ પ્રમાણ વડે ગ્રહણ કરવું જ જોઈએ તો જ પ્રમાણનું પ્રમાણપણું રહે. એટલે પ્રમાણ ત્યારે જ બને, સત્ત્વાસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય. દા. ત. જેમ ઘટનું ગ્રહણ થાય ત્યારે વસ્વન્તર જે પટ, આનો જે અભાવ આ પટાભાવવિશિષ્ટ પણ ઘટ છે. આવો બોધ થાય ત્યારે પ્રમાણ કહેવાય. ૪. પાણી લાવવા માટે ઘડાની જરૂર પડે ત્યારે એ ઘડો છિદ્ર વગરનો, પાકો આવા ગુણવિશિષ્ટ ઘડાને આપણે ઇચ્છીએ છીએ. આવા ગુણવિશિષ્ટ ઘટનો ઘટરૂપે જે બોધ કરવો આમાં ઘટરૂપ(ઘટત્વ)ની અર્પણા છે, ઘટમાં રહેલા બીજા ધર્મો તેમાં છે છતાં તેની વિવક્ષા નથી તો તે ધર્મોની અનણા છે. ઘડો છે પરંતુ ઠંડીને દૂર કરવામાં સમર્થ નથી. એટલે પટરૂપથી ઘટ અસત્ છે. એટલે પટરૂપ જે વસ્તુત્તર છે તેનો ઘટમાં અભાવ છે. આ રીતે ઘડો વસ્વન્તર જે પટાભાવ છે, આ વ ન્તર અભાવવિશિષ્ટ ઘટ છે એટલે પટરૂપે અસત્ છે. આ પ્રમાણે ઘટમાં વસ્વન્તરાભાવ વૈશિસ્ત્રનું અર્પણ થયું. ઘડો પટરૂપે નથી. આ ઘડાનું જ્ઞાન અસત્ત્વવિશિષ્ટ છે. અહીંયાં પટત્વનું અર્પણ, ઘટાદિનું અર્નપણ છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy