SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ તત્ત્વાર્થ સૂત્ર જો આગમપૂર્વક વ્યવહાર કહો તો ભગવતે જગતનું સ્વરૂપ ઉત્પાદાદિ ત્રણ પ્રશ્નથી કહેલું છે. અર્થાત બધા પદાર્થો ઉત્પાદાદિ ત્રણ સ્વભાવવાળા છે, પણ કોઈ ઠેકાણે ઉપચારથી અને કોઈ ઠેકાણે પરમાર્થથી ઉત્પાદાદિ છે એવું કહ્યું નથી. એટલે આકાશાદિ ધ્રૌવ્ય જ છે. આ કથન તો અનાગમિક છે, આગમપૂર્વકનું નથી. માટે ઉપચારનો અર્થ વ્યવહાર કરો તો તેમાં પણ આગમપૂર્વકનો વ્યવહાર બની શકતો નથી. હવે બીજા પ્રકારનો લોકપ્રસિદ્ધિપૂર્વકનો વ્યવહાર છે એવું માનવામાં આવે તો લોકમાં તો ધર્માદિ દ્રવ્યની પ્રસિદ્ધિ જ નથી. તો તેને આશ્રયીને રહેલા ઉત્પાદ-વિનાશની વાત જ ક્યાંથી ? પછી ધર્માદિ દ્રવ્યનું પ્રૌવ્ય તો ક્યાંય દૂર ફેંકાઈ ગયું. એટલે ઉપચારનો અર્થ વ્યવહાર કરી લોકપ્રસિદ્ધિપૂર્વકનો વ્યવહાર કહો તો તો ધર્માદિનું ધ્રૌવ્ય પણ સિદ્ધ થતું નથી એટલે આકાશાદિમાં ઔપચારિક ઉત્પાદ-વ્યય છે તેવું સિદ્ધ થતું નથી. એટલે આકાશાદિમાં પારમાર્થિક ઉત્પાદ-વ્યય છે તે સિદ્ધ છે. આ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સર્વ વસ્તુ સત્ છે તેથી આ પ્રમાણે લક્ષણ વ્યવસ્થિત છે. આ પ્રમાણે આપણે ઉત્પાદને કહ્યો. ભાષ્યકારના “વત્ સત્વરે પદનો વિસ્તારથી વિચાર્યો. હવે વિસ્તારપૂર્વક સના લક્ષણના બીજા અંશ “વિનાશ'નો વિચાર કરીએ છીએ. વિનાશ વિનાશના પણ બે પ્રકાર છે. (૧) સમુદાયવિભાગમાત્ર, (૨) અર્થાન્તરભાવગમન તેમાં (૧) સમુદાયવિભાગમાત્રના બે પ્રકાર છે. (૧) સ્વાભાવિક સમુદાય વિભાગ (૨) પ્રાયોગિક સમુદાય વિભાગ (૧) સ્વાભાવિક સમુદાય વિભાગ : વિભાગ એટલે વિનાશ. સમુદાયરૂપ રહે અને એમાં જે વિભાગ થાય તે સમુદાયવિભાગ વિનાશ કહેવાય છે. સ્વાભાવિક વિભાગ જીવના વ્યાપારથી નિરપેક્ષ હોય છે અને પ્રાયોગિક વિભાગ આત્માના વ્યાપારથી થાય છે. १. शास्त्रवार्तासमुच्चये वाचकवर्याः श्रीयशोविजयोपाध्यायः - द्विविधो हि विनाशः प्रायोगिकः वैनसिकश्च आद्यः समुदायजनित एव, अंत्यस्तु द्विविधः समुदायजनितः एकत्विकश्च, अन्त्यो धर्मादीनां गत्याधारत्वादिपर्यायोत्पादस्य तदनाधारत्वध्वंसपूर्वकत्वेन अंततः क्षणध्वंसे तद्विशिष्टेध्वंसनियमाच्च उपेयः, समुदयजनितश्च द्विभेदः, समुदायविभागलक्षणः, अर्थान्तरगमनलक्षणश्च इति स्तबक - १ श्लोक - ४९ टीकायाम् । સંમતિતત્ત્વસોપાનમાં આવી રીતે વિભાગ પાડ્યો છે. विगमस्सवि एस विही समुदयजणियम्मि सो उ दुवियप्पो । समुदयविभागमेत्तं अत्यंतरभावगमणं च ॥३१॥ पृ० २७२
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy