SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ તત્ત્વાર્થ સૂત્ર સિદ્ધ જ છે. કાંજી એ પણ સ્કંધરૂપ પરિણામ જ છે એટલે જેમ કાંજી એ જુદો પરિણામ છે તેમ પટ એ તંતુસમુદાયથી જુદો પરિણામ છે. કાંજી જેમ સ્કંધરૂપ દ્રવ્ય છે તેમ પટ અવયવી (સ્કંધ) દ્રવ્ય છે. માટે પર્યાયની જેમ દ્રવ્ય પણ માનવું જોઈએ. આ રીતે પર્યાયાસ્તિકે નિરૂપણ કરેલ (૨) “તેવા પ્રકારના સંનિવેશવિશેષ સારી રીતે ગોઠવાયેલ તંતુઓમાં પટબુદ્ધિ પ્રવર્તે છે” તેનું ‘તંતુ સમુદાય એ સ્કંધરૂપ પરિણામ છે. આ આહંત સિદ્ધાંતથી નિરાકરણ થઈ જાય છે. આ રીતે બીજું પણ જે કાંઈ એકાંતવાદી(પર્યાયવાદી)એ કહ્યું હોય તે ઈષ્ટને સાધી શકતું નથી. તે વાત કહે છે કે – વળી પણ પહેલાં તેં જે કહ્યું હતું કે.... “..રૂપાદિના અગ્રહમાં ઘટાદિ બુદ્ધિ થતી નથી...” તારી આ વાત પણ જૈનોને માટે કશી જ બાધા પહોંચાડી શકતી નથી. જૈનો માટે તો આ વાત પણ કંઈ જ નથી તેઓને તો ઇષ્ટ છે. કેમ કે વસ્તુ ઉભયસ્વભાવ છે એટલે વિભાગ થઈ શકે નહિ. દા. ત. જેમ અગ્નિથી તપેલ લાલચોળ લોખંડનો ગોળો. આ લોખંડનો ગોળો અગ્નિના રૂપ અને સ્પર્શમાં પરિણત થયેલો છે. અર્થાત્ લાલચોળ અગ્નિ જેવો બની ગયો છે એનો સ્પર્શ પણ બાળી નાખે તેવો છે. પરંતુ આ ગોળામાં અગ્નિનું રૂપ અને સ્પર્શ બંનેનો વિભાગ થઈ શક્તો નથી. ગોળાના આ ભાગમાં રૂપ છે અને આ ભાગમાં સ્પર્શ છે એટલે કે આ ભાગ લાલચોળ છે અને આ ભાવ ગરમ છે. આવો વિભાગ થઈ શકતો નથી. તેવી રીતે ઉભયસ્વભાવ વસ્તુ હોવાથી આ ભાગમાં સામાન્ય છે અને આ ભાગમાં વિશેષ છે એમ વિભાગ થઈ શકતો નથી. વસ્તુ સામાન્યવિશેષ ઉભયરૂપ જ છે. આથી અમારે જૈનોને તો તમે “રૂપાદિના અગ્રહમાં ઘટાદિ બુદ્ધિ થતી નથી” આમ કહી વિશેષ(પર્યાય)ને સિદ્ધ કરી રહ્યા છો તો તે પણ સિદ્ધ જ છે. અને તમે જે કહી રહ્યા છો કે– “રૂપાદિના અગ્રહમાં...” તેનાથી રૂપાદિનો સ્વરૂપથી ઉલ્લેખ થતો હોવાથી સામાન્યાંશનું ભાન થઈ જ જાય છે. એટલે કે તમે “રૂપાદિ’ કહ્યું તો રૂપથી જ સામાન્યાંશનું જ્ઞાન થાય છે. કેમ કે નીલ, પીત આદિ વિશેષ છે. “રૂપ' તો સામાન્ય છે એટલે “રૂપાદિના સ્વરૂપના ઉલ્લેખથી જ રૂપાદિ' કહેવાથી જ સામાન્યાંશનું જ્ઞાન થઈ જ જાય છે. આ રીતે અમારે બધું બરાબર છે. આથી પહેલાં દ્રવ્યાર્થવાદીને વિશેષવાદી બૌદ્ધ...(૩) “રૂપાદિના અગ્રહમાં ઘટાદિ અભેદબુદ્ધિનો અભાવ થશે” .... આવો જે દોષ આપ્યો હતો તે દોષ આ સ્યાદ્વાદ પ્રક્રિયામાં આવી શકશે નહીં... તેવી જ રીતે પહેલા દ્રવ્યવાદીએ “રૂપથી દ્રવ્ય જુદું છે'... એ અનુમાન કરતાં બુદ્ધિભેદ હોવાથી” હેત આપ્યો હતો તે હેતુમાં પર્યાયાસ્તિકે વ્યભિચાર બતાવતાં જણાવ્યું હતું કે...રૂપાદિ અવયવોના સંનિવેશવિશેષથી બુદ્ધિભેદ થાય છે. દ્રવ્ય જેવી કોઈ ચીજ નથી. દા. ત. જેમ પીણું. એ જ રીતે વિપંક્તિ આદિમાં પણ સમજવું.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy