SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫: સૂત્ર-૧ ૧૩ કેવી રીતે છે ? આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે અલોકાકાશમાં પણ અવગાહ આપવારૂપ ઉપકારત્વ તો છે જ પણ ત્યાં ધર્માધર્મ નથી. જો આલોકાકાશમાં ગતિ અને સ્થિતિના હેતુ ધર્માધર્મ હોત તો જરૂર અવકાશ આપવાનો વ્યાપાર થાત. પણ ગતિ-સ્થિતિમાં સહાયક એવા ધર્માધર્મ ત્યાં નથી એટલે અલોકાકાશમાં અવગાહ આપવાનો ગુણ હોવા છતાં તે અભિવ્યક્ત થતો નથી–દેખાતો નથી. આમ અલોકાકાશમાં પણ અવગાહ દાયકત્વ ગુણ તો છે જ માટે તે પણ અવગાહના આપવારૂપ કાર્યથી અનુમેય છે આ વાત સિદ્ધ થાય છે. ધર્મ, અધર્મ અને આકાશનો સામાન્ય પરિચય આપ્યા પછી હવે પુલ દ્રવ્યનો પરિચય આપે છે. પુદ્ગલ શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા પરિચય | ‘પૂરણ અને ગલન થતું હોવાથી પુદ્ગલ છે.” આ ‘પૂરુ અને “રત્ન ધાતુના સંયોગથી બનેલ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્યર્થ છે. આ પુગલ શબ્દમાં રહેલ ‘પૂર ધાતુનો અર્થ ‘પૂરણ કરવું', મળવું” અને “' ધાતુના અર્થ “ગળવું” ખરી પડવું થાય છે. માટે પુદ્ગલો પૂરણ અને ગલન સ્વભાવવાળા છે આવો અર્થ થાય છે. આવા સ્વભાવવાળા હોવાથી પુગલો સંહન્યમાન અને વિસંહતિમાન એટલે ભેગા અને જુદા થાય છે. આમ જે ભેગા થાય અને છૂટા પડી શકે, જે એકઠા થાય અને વિખરાઈ જાય તે પુદ્ગલો છે. ભેગા થવું, છૂટા પડવું, એકઠા થવું, વિખરાઈ જવું આ પુદ્ગલોનો પરિણામ છે. આ રીતે પૂરણ અને ગલન સ્વભાવવાળાં પુગલો છે. આ અર્થ પુદ્ગલના પોતાના પરિણામને લઈને બતાવ્યો છે. હવે બીજી રીતે વ્યુત્પત્તિ દ્વારા પુદ્ગલનો આત્માની સાથે કેવો પરિણામ છે તે અર્થ બતાવે છે. પુરુષ (આત્મા)ને જે ગળી જાય ૧. અહીં જે “ગતિ-સ્થિતિના હેતુ ધર્માધર્મ' કહ્યું છે તેમાં ગતિ-સ્થિતિ હેતુ એ ધર્માધર્મનું સ્વરૂપ વિશેષણ છે પણ વ્યવચ્છેદક વિશેષણ નથી. તેથી ગતિ અને સ્થિતિ હેતુ વિશિષ્ટ ધર્માધર્મ અલોકાકાશમાં નથી એવો નિષેધ નથી પણ ખરેખર ત્યાં ધર્મ અને અધર્મ નથી એટલે કે અલોકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય નથી. આ ભાવ મનમાં રાખીને જ ધર્મ અને અધર્મ નથી તેથી અલોકાશમાં અવગાહ ગુણ હોવા છતાં પણ અભિવ્યક્ત થતો નથી આમ કહ્યું છે. મુદ્રિત ટિપ્પણીમાં-પૃ. ૩૧૬ २. न चालोकाकाशे लक्षणमिदमव्याप्तमिति वाच्यम्, तत्राप्यवगाहानुकूलावकाशदातृत्व-स्वभावस्य सत्त्वात्, ... अवगाहकाभावादेवनावगाहः, नहि हंसस्यावगाहकस्याभावेऽवगाह्यत्वं जलस्य हीयत इति । तत्त्वन्यायविभाकरे तृतीयकिरणे पृ. ४१ ૩. પૃ-પાનપૂરપયો: પા. પા. ૧૦૮૬ પાતર્યાત સુવહુ સ્વલિવિપક્ષાંતાંતાન પુતિનાત્મભાવેનેતિ પાન્યતે तैस्तथाविधोपयोगगत्येति वा पुरुषः, पूरयति तांस्तैः पुमांसं गिलति पुंसा वा गिल्यत इति पुद्गलः, पूर्यत, इति वा पुरुषः । पूरणाद् गलनाद् वा पुद्गल इति ॥ द्वादसारनयचक्रम्, प्रथमो विभागः पत्रम् ३५१ ....અભિધાન ચિંતામણિકોશ-ટીકામાં પતે ત પુતિઃ આ રીતે ઉણાદિથી સિદ્ધ કર્યો છે. પૂરાતજનનાર્ આ વ્યુત્પત્તિ કરીને પૃષોદરાદિમાં લઈને નિપાતથી સિદ્ધ કર્યું છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy