SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪ (૧) જેના ચારે ખૂણા સમાન હોય તે પહેલું સમચતુરસ્ર સંસ્થાન. (૨) વિસ્તારથી વ્યાપ્ત એવું બીજું ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, (૩) ઊંચાઈથી વ્યાપ્ત એવું ત્રીજું સાદિ સંસ્થાન (૪) મડભકોઇ ખૂંધ નીકળેલી હોય તે ચોથું કુબ્જ સંસ્થાન (૫) નીચેનો ભાગ મડભ (નમી ગયો) હોય તે પાંચમું વામન સંસ્થાન (૬) કોઈ પણ અવયવોમાં ઠેકાણું ન હોય તે છઠ્ઠું હુંડક સંસ્થાન (૨) અજીવે ગ્રહણ કરેલ આકૃતિ : અજીવે ગ્રહણ કરેલ આકૃતિ (૧) વૃત્ત, (૨) ગ્યસ (૩) ચતુરસ (૪) આયત અને (૫) પરિમંડલના ભેદથી પાંચ પ્રકારે છે. ૧. તેમાં વૃત્તના બે પ્રકાર છે : (૧) યુગ્મ (૨) અયુગ્મ. યુગ્મના પણ બે ભેદ છે. (૧) પ્રતર યુગ્મ (૨) ઘન યુગ્મ. તેમાં (૧) પ્રતર યુગ્મ : જઘન્યથી પ્રદેશવાળો અર્થાત્ આકાશના બાર પ્રદેશોને રોકીને રહેલા બાર પરમાણુઓનો જે આકાર થાય છે તે પ્રતયુગ્મ છે. (૨) ઘન યુગ્મ વૃત્ત : ૨. ૧૯૫ આ જ પ્રતર યુગ્મમાં બીજા બાર પરમાણુનો તથા મધ્યમાં રહેલાં ચાર ઘરોમાં ઉપર અને विस्तारबहुलं सादिसंस्थानमुत्सेधबहुलं प्रमाणोपपन्नोत्सेधमित्यर्थः । वामनं मडभकोष्ठं मडभो न्यूनाधिकप्रमाण: कोष्ठो यत्र तन्मडभकोष्ठं परिपूर्णप्रमाणपाणिपादशिरोग्रीवाद्यवयवं न्यूनाधिकप्रमाणकोष्ठं वामनमित्यर्थः । कुब्जमधस्तनकायमडभमधस्तनाः पाणिपादशिरोग्रीवादिरूपा अवयवा मडभा यस्य तत्तथा यत् प्रमाणहीनहस्तपादशिरोग्रीवाद्यवयवं परिपूर्णप्रमाणकोष्ठं तत् कुब्जमित्यर्थः । अन्ये तु वामनकुब्जयोर्व्यत्यासेन लक्षणं प्रतिपेदिरे । अधस्तनकायमडभं वामनं मडभकोष्ठं कुब्जमिति तथा सर्वत्र सर्वेषु शरीरावयवेष्वसंस्थितं न शास्त्रोक्तेन प्रमाणेन संस्थितं तत् हुण्डं हुण्डसंस्थानमिति ॥ १७६ ॥ बृहत्संग्रहणी श्रीमलयगिरिटीकायाम् પરમાણુઓનો સમૂહ કેવળ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલો હોય, પરંતુ વચમાં ચૂડીની પેઠે પોલાણ હોય તે ‘પરિમંડલ સંસ્થાન' છે, જ્યારે જેનો વચલો ભાગ પણ કુંભારના ચાકની જેમ ભરેલો હોય અને જે ગોળાકાર હોય તે ‘વૃત્ત સંસ્થાન' છે. યુગ્મ એટલે સમ સંખ્યા અર્થાત્ બેકી સંખ્યા, અયુગ્મ એટલે વિષમ સંખ્યા—એકી સંખ્યા... ૩. •
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy