SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ તત્ત્વાર્થ સૂત્ર તીવ્ર પ્રયત્નથી મહાન્ શબ્દ થાય છે, મંદ પ્રયત્નથી અલ્પ શબ્દ થાય છે. અને મધ્યમ પ્રયત્નથી મધ્ય શબ્દ થાય છે. મહત્ત્વ, અલ્પત્વ, મધ્યમત્ત્વ આ બધું શબ્દતની સાથે એકાધિકરણ છે. અર્થાત્ આ બધું શબ્દમાં થાય છે એટલે શબ્દ જ મોટો, નાનો અને મધ્યમ આ પ્રમાણે વ્યવહાર થાય છે. વળી શ્રોત્રેન્દ્રિયને શબ્દ સિવાય કોઈ ગ્રાહ્ય વિષય નથી. અર્થાત્ શ્રવણેન્દ્રિય તો શબ્દને જ ગ્રહણ કરે છે. માટે નાદ શબ્દથી જુદો નથી. જો નાદ એ શબ્દથી જુદો હોય તો શ્રોત્રેન્દ્રિયની ગ્રાહ્ય બને નહીં. પ્રશ્ન :- નાદ એ શબ્દનો ધર્મ છે એમ માનીએ તો ? ઉત્તર :- હક છે એમ મનાય, તો તે નાદ શબ્દથી અન્ય (ભિલ) છે કે અનન્ય (અભિન) છે ? ભિન્ન કહેશો તો પણ દોષ છે અને અભિન્ન કહેશો તો પણ દોષ છે. કેમ બરાબર નથી તેનું કારણ.. જો નાદ એ શબ્દથી અભિન્ન છે એમ કહો તો તો શબ્દ જ રહ્યો. જો નાદ એ શબ્દથી ભિન્ન છે એમ કહો તો તો નાદ એ શબ્દનો ધર્મ છે. તેથી નાદ એ મોટો છે, મધ્ય છે અને નાનો છે આવો વ્યવહાર થાય છે તે થાય નહીં. માટે નાદ એ શબ્દનો ધર્મ છે એમ પણ માની શકાય નહિ. સાંખ્યો શબ્દ એ પ્રધાનપરિણામ કહે છે તે પણ બની શકે નહિ.. વળી જેઓ શબ્દને પ્રધાનનો પરિણામ કહે છે તેઓએ પણ શબ્દને સામાન્ય અને વિશેષ ધર્મવાળો અને મૂર્ત છે એમ સ્વીકારવું જ પડશે. શબ્દને મૂર્ત અને સામાન્ય-વિશેષ ધર્મવાળો ન સ્વીકારાય તો શબ્દથી જે વ્યવહાર ચાલે છે તેનો નાશ થશે ! વળી કેટલાક કહે છે કે – ગ્રહણ કરેલા કે નહીં ગ્રહણ કરેલા સેવા ઉભય (વાયુ અને આકાશ) મહાભૂતના હેતુવાળો શ્રોત્રેન્દ્રિયનો વિષય બનેલો શબ્દ છે. અર્થાત્ શબ્દનું કારણ મહાભૂત છે. તેઓએ સામાન્યરૂપ મૂળને ઉખેડી નાંખીને કેવલ વિશેષનું જ આલંબન લેવું એ અયોનિ વાળા એટલે સામાન્ય વગરના વિશેષો આકાશ કુસુમની સૌરભની જેમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા વગરના જ વિશેષ થશે. અર્થાત્ અસત્ થશે. સામાન્ય વગર વિશેષ હોઈ શકે નહિ, કેમ કે વિશેષની યોનિ સામાન્ય છે. માટે શબ્દનો તેમણે આપ્યો એ પરિચયયુક્ત નથી. શબ્દને એકાંત ક્ષણિક માનવામાં દષ્ટાંતની દુર્લભતા... વળી શબ્દને એકાંત ક્ષણિક માનવામાં આવે તો દષ્ટાંત જ નહીં મળે. દષ્ટાંતનો અભાવ
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy