SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તત્ત્વાર્થ સૂત્ર અથવા સૈવ તાશ્રયી વૃત્તિ - વર્તનશીતા તે વર્તના કાળના આશ્રયથી રહેનારી–રહેવાના સ્વભાવવાળી છે. અનુદાજેતશ હતા (પા. . રૂ, પા. ૨, . ૨૪૧)થી સુર્ પ્રત્યય લગાડવો. વૃત્તિ કહો વર્તના કહો એક જ છે અર્થાત્ તથાશીલતા તે પ્રકારે રહેવાના સ્વભાવવાળી છે. તે વર્તના દરેક દ્રવ્ય અને પર્યાયની અંદર રહેલી એક સમયની જે સ્વસત્તા તેના અનુભવરૂપ છે. ઉત્પાદ્ય-ઉત્પન્ન થવા યોગ્ય અને વિનાશ્ય-વિનાશ પામવાને યોગ્ય પદાર્થનો પ્રથમ સમયનો સંવ્યવહાર ચોખા આદિના વિકારની જેમ અનુમાનથી ગમ્ય છે. વર્તના અનુમાનગમ્ય છે. જેમ ચોખામાં અગ્નિ અને પાણીના સંયોગથી વિક્રિયા થાય છે તેમાં પહેલી જે વિક્રિયા થાય છે તે અતીતરૂપ વિશેષ કે અનામતરૂપ વિશેષથી રહિત છે અર્થાત્ વર્તમાનરૂપ છે કેમ કે વિમતતિ- (પાકનો) પ્રથમ સમય છે જે “વત' આ ક્રિયાપદથી કહેવાય છે. આ પાકની ક્રિયા સમયે સમયે થઈ રહી છે. આનું નામ વર્તન છે. અને તે વર્તના અતિ નિપુણ પુરુષોની બુદ્ધિથી ગમ્ય છે. જેમ કહ્યું છે કે “કમળની નાળના રેસાઓ સળગી રહ્યા છે એવું માલુમ પડતું નથી એવી રીતે અગ્નિ અને પાણીનો સંયોગ થાય છે. ત્યારે ચોખામાં વિકૃતિ (પાકની ક્રિયા) પ્રથમ સમયમાં જ શરૂ થઈ જાય છે, તે વિકૃતિને સર્વ પદાર્થના જાણકાર જણાવે છે પણ તે દેખાતી નથી અનુમાનથી જણાય છે. તેવી રીતે ઉત્પાદ્ય અને વિનાશ્ય પદાર્થનો પહેલો સમય અનુમાનથી જણાય છે, કારણ કે સૂક્ષ્મકાળ એ અનુમાનથી ગમ્ય છે”... ક્રિયા એ જ કાળ છે.. પ્રશ્નઃ સૂર્યના ઉદયથી વર્તમાન ઓળખાતી પદાર્થોની વિશિષ્ટ ક્રિયા જ વર્તના છે. આ પ્રમાણે જણાય છે તો તે ક્રિયાથી અન્ય કાળ કયો છે? ગઈ કાલ, આવતી કાલ આ જે કહેવાય છે તે સૂર્યમંડળના ભ્રમણથી અનુમેય વસ્તુની ક્રિયા જ કહેવાય છે, વર્તી હતી અને વર્તશે. આનાથી જુદો બીજો કયો કાળ છે? અર્થાત્ આ જ કાળ છે. જેમ કહ્યું છે કે एवञ्च यत्र कालस्तत्र वृत्तिर्वर्तनाद्याकारेण परिणमते नान्यत्रेति निगमः । न च बाह्यद्वीपेषु भावानां वृत्तिः कालापेक्षा वृत्तिशब्दवाच्यत्वादिहत्यकुसुमवृत्तिवदिति तत्रापि कालसिद्धिरिति वाच्यम्, अलोकस्य वृत्तौ समयवृत्तौ च व्यभिचारात्... तत्त्वन्यायविभाकरे पृ० ४३ तथा च स्वयमेव वर्तमानानां पदार्थानां या वर्तनशीलता सा बाह्यनिमित्तान्तरसापेक्षा कार्यत्वाद्घटादिवदिति वर्त्तनशीलत्वनिरूपितापेक्षाकारणत्वेन कालसिद्धि भवति । न च सा वर्तना समयपरिणतिस्वभावा दुरधिगमा चेति कथं तस्य पक्षत्वमिति वाच्यम्, व्यावहारिकस्य पाकस्य तण्डुलविक्लेदनलक्षणस्यौदनपरिणामस्य दर्शनात् प्रतिसमयं प्रथमसमयादारभ्य सूक्ष्मपाकाभिनिर्वृत्तेरिव सर्वेषामपि द्रव्याणां स्वस्वपर्यायाभिनिवृत्तौ प्रतिसमयं वर्तनाया अनुमीयमानत्वादस्ति कालो नवपुराणादिपरिणामान्यथानुपपत्तेरिति ॥ तत्त्वन्यायविभाकरे - पृ० ४३
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy