SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ અધ્યાય-૫: સૂત્ર-૨૨ શબ્દ, અર્થ અને બુદ્ધિમાં બધા પદાર્થો આવી જાય છે. શબ્દ એ પણ વસ્તુ, પદાર્થ પણ વસ્તુ અને પદાર્થનું જ્ઞાન એ પણ વસ્તુ છે. આથી જ ક્રિયાપદોથી વાચ્ય જે અતીત, અનાગત અને વર્તમાનરૂપ ધર્માદિ દ્રવ્યોના ધર્મવિશેષ છે તે વસ્તુ છે. અર્થ, અભિધાન અને જ્ઞાન આ ત્રણેય ચીજોનો એક સરખો વ્યપદેશ હોય છે તો “કાળ' એવા વ્યપદેશથી “કાળ' શબ્દ, કાળરૂપ પદાર્થ અને “કાળનું જ્ઞાન થાય છે. અહીં કાળ એ અર્થલક્ષણ છે, અર્થાત પદાર્થરૂપ છે. અને જ્યારે કાળ પદાર્થ હોય તો પદાર્થનો નિશ્ચય તેની અર્થવૃત્તિઓ વડે જ થઈ શકે. તેથી કાળની પણ અર્થવૃત્તિઓ એટલે કે તેના ધર્મો બતાવવા જોઈએ. તે જ આશયથી આ સૂત્રની રચના કરતાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે– वर्त्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ ५-२२॥ સૂત્રાર્થ : વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ એ કાળનો ઉપકાર છે. ટીકા? વળી જ્યારે કાળ દ્રવ્ય ધર્માદિ દ્રવ્યોથી જુદું છે તો તે સતુ છે અને સત્ છે તો અવશ્ય ઉપકારી થવું જોઈએ. અને કાળ એ સત્ છે એ પ્રમાણે સ્વીકાર કર્યો તો તે કાળનો શો ઉપકાર છે ? જેનું સ્વરૂપ કહેવાનું છે, જેને તત્ત્વરૂપે અર્થાત્ સ્વતંત્ર દ્રવ્યરૂપે એ સૂત્રથી બતાવવાના છે તે કાળનું વર્તન, પરિણામ ઇત્યાદિથી અવિનાભૂત-વ્યાપ્ત લિંગ બતાવાય છે. વર્તના, પરિણામ, ક્રિયા, પરવાપરત્વ એ કાળનું લિંગ છે. વળી કાળ એ અસ્તિકાય નથી એ બતાવવા માટે જ સૂત્રકારે પહેલા બધાં દ્રવ્યો બતાવ્યાં ત્યાં કાળનું ગ્રહણ કર્યું નથી. કહ્યું છે કે – “તેથી મનુષ્યલોકવ્યાપી કાળ એક સમયરૂપ છે અને એક હોવાથી તે કાયરૂપ નથી કારણ કે કાય એટલે સમુદાય. કાય સમુદાય હોય છે..” १. अर्थाभिधानप्रत्ययतुल्यनामधेया इति...यथा कोऽयम् ? घटः किमयमाह घट शब्दम्, किमस्य ज्ञानम् ? घट इति, अग्निरिति च यज्ज्ञानं तदव्यतिरिक्तो ज्ञाता तल्लक्षणो गृह्यते, अन्यथा तज्ज्ञानेऽपि नोपलभेत अतन्मयत्वात् प्रदीपहस्तान्धवत् पुरुषान्तरवद् वा इति सूत्रार्थमुक्तावल्याम् पृ० १७३ ૨. અર્થાત્ વિદ્યમાન અર્થ કોઈ પણ કાર્યમાં નિમિત્ત ન બને તેવું શક્ય નથી. કોઈને કોઈ કાર્યમાં તો વિદ્યમાન દ્રવ્ય કારણ બને જ છે, નહીં તો આકાશપુષ્પની જેમ તે દ્રવ્ય અસત્ બને અર્થાત તે દ્રવ્ય સિદ્ધ ન થઈ શકે
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy