SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭ ૧૦૭ રીતે એક જીવના જેટલા જ ધર્મ અને અધર્મના પ્રદેશ હોવા છતાં ધર્મધર્મ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે પણ લોકાકાશના અસંખ્યાત ભાગાદિમાં વૃત્તિ નથી. આ વાત સૂ. ૧૩માં કરી પણ ત્યાં તેનો હેતુ જણાવ્યો નથી તો તેમાં કારણ શું ? હેતુ બતાવ્યા વગર કેવી રીતે જાણી શકાય ? આવો તમને સ્વાભાવિક પ્રશ્ન થાય. તો તે માટે અહીં સમજવું કે જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ લોકાકાશના કોઈ પણ પ્રદેશમાં થાય છે એટલે સમસ્ત લોકાકાશમાં ધર્મ અને અધર્મ છે એવું કહ્યું તેનો હેતુ સ્પષ્ટ છે કે સમસ્ત લોકાકાશમાં જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ આ કાર્યમા થાય છે. તો આ કાર્યનું કોઈ કારણ હોવું જ જોઈએ. તો એ કાર્યનું અસાધારણ કારણ કહેવું જ જોઈએ. તે વાત અમે કહીએ છીએ તે તમે વિના શંકાએ નિશ્ચિત કરો. પ્રયોગ અને વિસ્રશા પરિણામથી પેદા થયેલ અને પ્રકારની, સર્વલોકપ્રસિદ્ધ અને અન્ય દ્રવ્યોમાં જેનો સંભવ નથી તેવી ગતિક્રિયાને આરંભી રહેલા આત્મા અને પુદ્ગલને, જેમ આંખની જોવાની શક્તિમાં સૂર્યનો પ્રકાશ ઉપગ્રહ-મદદ કરે છે તેમ જે ગતિમાં મદદ કરે છે તે ધર્માસ્તિકાય છે. આવી રીતે સ્થિતિમાં મદદ કરે છે તે અધર્માસ્તિકાય છે. આમ ધર્મગતિમાં અને અધર્મસ્થિતિમાં ઉપગ્રહ કરે છે. આ તેનું કાર્ય છે.ગતિમાં ઉપગ્રહ કરનાર ધર્મ અને સ્થિતિમાં ઉપગ્રહ કરનાર અધર્મ છે. આ પ્રમાણે કાર્યથી સકલ જગતવ્યાપી એવા ધર્મ અને અધર્મનો નિશ્ચય થાય છે. તે અસાધારણ કાર્ય સૂત્રથી બતાવે છે. ભાષ્ય :- ગતિવાળાઓને ગતિમાં અને સ્થિતિવાળાઓને સ્થિતિમાં ઉપગ્રહ (સહાય) રૂપ અનુક્રમે ધર્માધર્મનો ઉપકાર છે. ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષાકારણ, હેતુ આ ઉપગ્રહના પર્યાયવાચી શબ્દો છે. ઉપકારર, પ્રયોજન, ગુણ, અને અર્થ આ ઉપકારના પર્યાયવાચી શબ્દો છે. ગતિ અને સ્થિતિનું સ્પષ્ટીકરણઃ દેશાંતરપ્રાપ્તિમાં એક જગ્યાઓથી બીજી જગ્યાએ જવામાં કારણરૂપ જે પરિણામ છે તે ગતિ છે અને તેનાથી વિપરીત પરિણામ સ્થિતિ છે. આવી આ ગતિવાળાં અને સ્થિતિવાળાં દ્રવ્યોને ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક છે. ૧. एते - पर्यायशब्दाः, एते सामान्येन, नवरं उपग्रहकारणं उपग्राहकं वहन्यादितद्धूमादेर्निमित्तकारणं सहकारि दण्डादिवद् घटादेः, अपेक्षाकारणं भिक्षादिवत्तथाविधवासादेः भिक्षाः तत्र वासयन्तीति, कारीषोऽऽग्निरध्यापयति निश्चौरता पन्थानं वाहयतीतिवचनात् हेतुरुपादानकारणं मृदादि घादेरिति,... उपग्रहकारणस्योपकारः कार्यं निमित्तकारणस्य प्रयोजनं, अपेक्षाकारणस्यानुपघातो गुणः हेतोरर्थ इति,... हारिभ० पृ० २२०. દેશાવસ્થાનતક્ષા.......હારિમ પુ૦ ૨૨૦. ર. ૩.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy