SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ તત્ત્વાર્થ સૂત્ર ફળ વગરનો થશે. આ પ્રમાણે જેઓ આત્માને એકાંતથી નિત્ય કે અનિત્ય માનવામાં આપત્તિ આપે છે તેનું નિરાકરણ થઈ જાય છે કેમ કે અમે આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માનીએ છીએ એટલે અમારે આ આપત્તિ આવતી જ નથી. આકાશ એકાંતથી નિત્ય નથી અને ચર્મ એકાંતથી અનિત્ય નથી. બધી વસ્તુઓ ઉત્પાદાદિ ત્રણથી યુક્ત છે. આ વાત કહી છે અને કહેવાશે માટે કોઈ પણ વસ્તુ એકાંતથી નિત્ય નથી કે એકાંતથી અનિત્ય નથી. આથી આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય છે. જો આત્માને એકાંત નિત્ય અને એકાંત અનિત્ય માનવામાં આવે તો કર્મનો સંબંધ અને કર્મનું ફળ બંને બનશે નહિ. જો આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો તેની સાથે કર્મનો સંબંધ થશે નહીં અને એકાંત અનિત્ય માનવામાં આવે તો કર્મના ફળનો અભાવ થશે. માટે અમે જૈનો જે આત્માને કથંચિત નિત્યાનિત્ય માનીએ છીએ તે બરાબર છે. પદાર્થમાત્ર નિત્યાનિત્ય છે. અમારી આ પ્રતિજ્ઞા બરાબર છે. હવે પૂ. ભાષ્યકાર મ. દીપકનો સંકોચ અને વિકાસ છે તે બતાવવાની ઇચ્છાથી કહી રહ્યા છે કે ભાષ્ય - તે આ પ્રમાણે–તેલ, દીવેટ અને અગ્નિરૂપ ઉપાદાનથી વધેલો દીપક મોટી એવી પણ કૂટાગારશાલાને અને નાની પણ શાળાને પ્રકાશિત કરે છે. માણિકાથી આવરાયેલ માણિકાને, દ્રોણથી આવરાયેલ દ્રોણને, આઢકથી આવરાયેલ આઢકને, પ્રસ્થથી આવરાયેલ પ્રસ્થને, હાથથી આવરાયેલ હાથને પ્રકાશિત કરે છે. દીપકના પ્રકાશની અધિકરણની અપેક્ષાએ અલ્પતા અને વિશાળતા દેદીપ્યમાન કિરણનો સમૂહ તે પ્રદીપ છે. આ દીપક માણિકા, આઢક, પ્રસ્થ વગેરે પોતાના અધિકરણનો સંબંધી છે. આવરણ વગરના આકાશમાં રહેલા અંધકારના અવધૂત -નિશ્ચય પ્રમાણવાળો છે. આવો દીપક તેજના અવયવોના સંકોચથી અલ્પ, અલ્પતર, અલ્પતમ અને અન્યતમ દેખાય છે. ૧. ટૂથTR-. ઉપલી મેડી, અગાસી, ખોટું ઘર, ક્રીડાનું ઘર. ૨. મIિ -સી. આઠ પળનું વજન. ૩. ટોન-પુ ના બત્રીસ શેરનું એક વજન. (જેમાં શેર એંશી રૂપિયા ભારનો હોવો જોઈએ.) એક ખારીનો સોળમો ભાગ. ૪. માઢતા-પું. એક હજારને ચોવીસ તોલાનું એક માપ, ચાર પ્રસ્થ બરાબરનું એક વજન ૫. પ્રથ- એક જાતનું માપ –શબ્દરત્નમહોદધિ यथा प्रदीपस्य प्रकाशः निरावरणाकाशप्रदेशेऽनवधृतप्रकाशपरिमाणं भवति । तत्त्वार्थ, श्रुतसागरीया टीका पृ० १८७ पंक्ति ११
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy