SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) નયમાર્ગદર્શક - ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે, તે તમારે સ્મરણમાં રાખવા જોઈએ. હમેશાં જે એ તમારા સ્મરણમાં હશે તે કદિ પણ તમારા હૃદયમાં શંકા ઉત્પન્ન થશે નહીં, કેઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરે તે વખતે તેની અંદર આ નયની જના કશે, તે તમારા નિઃશંક હદયમાં જ્ઞાનને શુદ્ધ પ્રકાશ પડશે. સૂરે ના આ વચન સાંભળી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ બે મહાનુભાવ, પાપના વચન યથાર્થ છે, આપના આ ઉપદેશથી મારા હૃદયની નિર્મલતા વધતી જાય છે. આપે જે દ્રવ્યાર્થિક નયને બંધ આવે, તેનાથી મારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડયો છે, હવે મને પ્રતીતિ થાય છે કે આ પ્રમાણે સર્વ નયનું સ્વરૂપ સમજવાથી મારા અંતપટ ઉઘડી જશે. આ સૂરિવર–ભદ્ર, “તથાસ્તુ ” તારી ઈચ્છા સફળ થાઓ, હવે સમય થઈ ગયે છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આવતી કાલે યાત્રા કર્યા પછી પુનઃ વ્યાખ્યાન આપવામાં આવશે. સૂરિવરના આ શબ્દની સમાપ્તિ સાથે જ સર્વના મુખમાંથી “આદીશ્વર ભગવાનની જય–એ વાક્યને અવનિ પ્રગટ થયે. અને સર્વ પિતપતાને સ્થાને ચાલ્યા ગયા. &
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy